________________
સાતસો મહાનીતિ
૧૦માં વાક્યમાં “ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો” એમ કહ્યું તેમાં પરપત્નીનો ત્યાગ એ ગૃહસ્થ જીવનમાં મુખ્ય છે. ગૃહસ્થ - અવસ્થામાં આદર્શરૂપ શ્રી રામ અને સીતા ગણાય છે. તે એક પત્નીવ્રતથી અને સતીપણાને લઈને છે. બધી પરવસ્તુઓમાં કાયા એ વિશેષ મોહ ઉપજાવનારી વસ્તુ છે. તેથી જ્ઞાનીએ પોતાની કાયા કે પરની કાયામાં આસક્તિ નહીં રાખવા માટે વારંવાર કહ્યું છે. તુલસીદાસે પણ કહ્યું કે
પરઘન પત્થર માનવું, પરસ્ત્રી માત સમાન;
ઇતના કિયે જો હરિન મિલે, તો તુલસીદાસ જમાન.” જમાન=જામીન, જવાબદાર, જોખમ લેનાર છે. દેહાધ્યાસ ઘટાડવા માટે આટલું કહ્યું. કાયા એ પરવસ્તુ છે. દેહાધ્યાસ હોય ત્યાં સુધી સ્વ કે પર કાયા પ્રત્યે આકર્ષણ થયા કરે છે. માટે સાતમું પરસ્ત્રી ત્યાગ વ્યસન કહ્યું. તે પહેલું ત્યાગવા યોગ્ય છે. સામાન્ય સગૃહસ્થને આટલું તો હોય જ. જેની વૃત્તિ કાબૂમાં આવી છે તે ઘારે તે કરી શકે. માટે પરસ્ત્રીનો ત્યાગ મન, વચન અને કાયા ત્રણે યોગ વડે સેવવો. “સ્ત્રીને જોઈને સંસારી વિષયલંપટી જીવને મોહ થાય, તે ગાઢ કર્મ બાંધે; ત્યાં જ્ઞાનીને તે જોઈને વૈરાગ્ય થાય છે.” (બો.૩ પૃ.૧૫૬)
શિવાજીનું દ્રષ્ટાંત – પરસ્ત્રી માત સમાન. “શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્તરાજા વિષે કહેવાય છે કે એક વખતે લૂંટમાં ઘનમાલ, ઘોડા તથા સ્ત્રીઓ વગેરે જે પકડાયાં હતાં તે કચેરીમાં હાજર કર્યા. ત્યારે એક રૂપવંતી બાઈ પકડાઈ હતી. તેના સામું શિવાજી થોડીવાર જોઈ રહ્યા પછી બોલ્યા કે મારી મા જીજીબાઈ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામંતો આશ્ચર્ય પામી બોલી ઊઠ્યા કે અહો! આપણાં ઘનભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મોગલ રાજાઓને હાથે આવું
સ્ત્રીરત્ન ચડ્યું હોય તો તે જનાનામાં મોકલી રાણી બનાવત અને ભોગમાં મગ્ન થાત. પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મોકલાવી, એમ કહેવાય છેજી. આ દ્રષ્ટાંત ઉપરથી સત્પરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંઘન કરાવે તેવાં જગતનાં કારણો તો ચારે બાજુ ઘેરીને રહ્યાં છે, તેમાંથી બચવાનું સાધન એક સપુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, વૈરાગ્ય, બોઘની સ્મૃતિ આદિ છે. તે સાઘનને જીવ જો પ્રમાદને લઈને ન વાપરે તો કર્મબંઘ થતાં વાર ન લાગે તેવા સંજોગો આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે.” (બો.૩ પૃ. ૧૫૬) ૨૧. વેશ્યા, કુમારી, વિઘવાનો તેમજ ત્યાગ.
ઉપરના વાક્યોની પૂર્તિરૂપ આ વાક્ય છે. પરસ્ત્રી તે પારકી માલિકીની વસ્તુ ગણાય છે. જયારે વેશ્યા, કુમારી, વિઘવા પરની ગણાતી નથી, તો પણ વિષયાધિનને તો પોતાની વૃત્તિ બગડવાથી તે જ દોષ લાગે છે. ૨૦માં વાક્યમાં પરપત્નીથી પોતાના આત્મગુણનો ઘાત થાય છે તથા બીજાની લાગણી દુભાય છે, જેની પત્ની હોય તેને આઘાત લાગે છે; એમ બે દોષ થાય છે. ૨૧માં આ વાક્યમાં પણ પહેલો દોષ આત્મગુણનો ઘાત ગણાવ્યો તે તો છે જ, તેમજ બીજો દોષ કુમારી, વિઘવાના જે નિકટના સગાં હોય તેમને પણ આઘાત લાગે છે. માટે જેને ઘર્મ કરવો હોય તેને તો આ સર્વે તજવા યોગ્ય જ છે.
ઘમ્મિલકુમારનું દ્રષ્ટાંત – વેશ્યામાં લુબ્ધ. ઘમ્મિલકુમાર શેઠ પુત્ર જન્મથી વૈરાગી હતો. નિરંતર ઘર્મધ્યાન કરતો. બીજા શેઠની પુત્રી યશોમતિ સાથે તેના લગ્ન થયાં છતાં તેની પાસે જાય નહીં;
૧૧