________________
સાતસો મહાનીતિ
શુદ્ધ આત્મા જેના અંદર છે, જેનું હૃદય ધર્મભાવનાથી શુક્લ એટલે પવિત્ર છે; તેના પ્રત્યે જેનો ભાવ વળે છે તે ઘર્મ અર્થે થાય છે. કારણ કે તે ભગવાન તો વિષયને
પોષનાર હોતા નથી; પણ વિષયનું વિરેચન કરાવનારા છે. સારાંશ કે એવા સારા શુદ્ધ ભાવ રાખવા, લોહચુંબક જેવા. પોતાના સારા ભાવથી બીજા જીવો પણ આકર્ષાઈ ઘર્મમાર્ગમાં જોડાય, તે રૂપ થાય. પુરુષનું સ્વરૂપ કેવું હોય છે, સપુરુષ કેવા હોય છે તે ટૂંકમાં કહ્યું કે તે શુક્લભાવથી ભરેલા હોય છે. જેમ દીવો કરીએ છીએ ત્યાં બીજા જીવડાંઓ ખેંચાઈને આવે છે, તેમ જ્ઞાનજ્યોતિ જયાં પ્રગટ હોય ત્યાં બીજા અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારમાંથી આકર્ષાઈને જ્ઞાની પ્રત્યે આવે છે અને સુખી થાય છે. તે જીવડાઓ તો દીવાની જ્યોતમાં મરી જાય છે. તેમ “આખો લોક ત્રિવિઘ તાપથી બળતો છે.” પણ તેમાં સત્પરુષનાં વચન શીતળતા આપનારાં છે. માટે તે વચનો વડે અંતઃકરણને શુક્લ કરવું. ૧૯. શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી.
“ઘર્મ અર્થે બહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ઘર્મ;
પ્રાણ અર્થે સંકટ પડેછે, જાઓ એ દ્રષ્ટિનો મર્મ.” મનમોહન -શ્રી યશોવિજયજી દેહ તજવો પડે તો ઘર્મ કે પ્રતિજ્ઞા અર્થે તજવો સારો છે, કેમ કે દેહ તો ફરી મળશે પણ ઘર્મને જતો કર્યો તો ઘર્મ મળશે કે નહીં તે નક્કી નથી. હાથીના દાંત જેમ બહાર નીકળ્યા પછી પાછા અંદર પેસતા નથી, તેમ એક વખત સત્પરુષને જે વચન આપ્યું, પ્રતિજ્ઞા લીધી તે પ્રાણ જતાં પણ તોડવી નહીં.
“પ્રાણ જતાં પણ ન કરું ન્યારું હે પ્રભુ! મારી શ્રદ્ધા વધે એમ જરૂર કંઈ કરશો. તમારે શરણે આવ્યો છું, તમે મને પાળતા રહ્યા છો અને અંત સમયે તો જરૂર મારું રક્ષણ કરવા કૃપા કરજો. સરુમાં મારી શ્રદ્ધા છે તેનું ફળ નિર્ભયતા આવે કે હવે મરણ આવે તો પણ કંઈ હરકત નથી અથવા મરણ આવવાનું જ નથી – હું મરી શકું એમ જ નથી; હું અવિનાશી આત્મા છું એમ મને રહે. મરણ એ તો એક પર્યાય છે, પર્યાયો તો ક્ષણે ક્ષણે પલટાય છે. એમ પર્યાયવૃષ્ટિ છૂટીને દ્રવ્યદ્રષ્ટિ એટલે હું આત્મા છું એ ભાવ દ્રઢ થાય એવી માગણી કરું છું તથા અંત સમય ઉપકારી વહેલા આવજો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું.
પ્રતિજ્ઞા જેટલી પળે તે પ્રમાણમાં જ લેવી. લઈને તોડવાથી ઘણું નુકશાન થાય છે. જેમકે સરોવરની પાળ હોય અને એક જગાએથી તોડી હોય તો પાણી બધું જતું રહે છે; તેમ કોઈ પણ એક પ્રતિજ્ઞા તોડવાથી આત્મબળને હાનિ પહોંચે છે, ઘક્કો લાગે છે કે જેથી બીજી પ્રતિજ્ઞા પાળવાનું પણ બળ રહેવું મુશ્કેલ બને, ડગમગ થાય. માટે વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી, અને તેને પ્રાણના જોખમે પણ પાળવી. કોઈ ઉપવાસનું પચખાણ (પ્રતિજ્ઞા) લે અને એક દાણો પણ મોઢાંમાં નાખે તો વ્રત તોડવાનું પાપ લાગે, અને કોઈ એકાસણાનું વ્રત લઈને એકવાર ઘરાઈને ખાય તો પણ એને ઘર્મ થાય. એમ વ્રતભંગનું મહાપાપ કહ્યું છે. માટે શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૨૦. મન વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. કાયા છે તે પણ પર વસ્તુ છે. તે પરપત્ની જેવી છે.
“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવાં; નિગ્રંથનો પંથ ભવ - અંતનો ઉપાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
૧૦