________________
સાતસો મહાનીતિ
ભાવના પોષવા યોગ્ય છે. પ્રમાદી જીવો જે નિરંતર ઘર્મ ન કરી શકે તેને જગાડવા માટે આ બાર તિથિઓએ તો ઘર્મ કરવો જ. જો કે ઘર્મ તો નિરંતર કરવા યોગ્ય છે.
મુનિઓને તો બઘા દિવસ ઘર્મ માટે જ છે. “નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે.” (વ.પૃ.૪૫૧) બબ્બે દિવસને આંતરે બીજ, પાંચમ, આઠમ વગેરે મૂક્યાં છે. સંસારના કામ પતાવીને ઘર્મની ભાવના રાખે કે આ તિથિ આવવાની છે. સારી રીતે તિથિ ગાળી હોય તો એની અસર એક દિવસ પણ રહે. બીજા એક દિવસ પછી બીજી તિથિ પાંચમ આવવાની છે, તેથી બીજે દિવસે વળી ભાવના રહે કે તે દિવસ શી રીતે ગાળીશું. એમ બીજો દિવસ પણ ઘર્મધ્યાનમાં જાય. ઘર્મના સંસ્કાર નિરંતર ચાલુ રહે તે માટે આ બાર તિથિઓ રાખી છે.
પરમકૃપાળુદેવે જણાવ્યું કે – “એક વિષયને જીતતાં જીત્યો સહુ સંસાર.” એક સ્પર્શેન્દ્રિયને જીતતાં બધી ઇન્દ્રિયો જિતાય છે. ઇન્દ્રિયો મન બઘાને વશ રાખવાની જરૂર છે. “ઉપમિતિ ભવ પ્રપંચ'' ગ્રંથમાં સ્પર્શેન્દ્રિયને વશ જીવોને કેટલાં બધાં દુઃખ ભોગવવા પડ્યા તેનું વર્ણન છે; તે સ્પર્શેન્દ્રિયને જીતવા માટે કહ્યું છે. ૭. આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ. ને વશ કરવાં.
આહાર સૌથી પહેલો અલ્પ કરવો. આહારની અસર શરીર તથા મન પર થાય છે. વઘારે ખાધું હોય તો પચાવવા માટે ફરવું પડે; નહિં તો આળસ થાય કે નિદ્રા આવે. માટે પહેલાં આહાર સાચવવો જોઈએ. પછી વિહાર કહ્યો. વિહાર પણ વઘારે કરે તો થાકી જાય અને બહુ ઊંઘ આવે. જેને કામ ન હોય અને આળસ હોય તો ઊંઘ પહેલી આવે છે. કામ લઈને બેસે અને આળસ ન હોય તેની પાસેથી ઊંઘને ખસવું પડે. જેમ વૃદ્ધાવસ્થા મરણની આગાહી છે તેમ આળસ, બગાસા ઊંઘના આગાહી છે.
નિદ્રા આદિને આપણે વશ થઈ જઈએ છીએ. તેને બદલે આપણને વશ તે રહે તેમ કરવાની જરૂર છે. જરૂર પડે તો આખી રાત જાગી શકાય. પોતાને વશ આહાર, વિહાર, આળસ, નિદ્રાદિ કર્યા હોય તો પોતાની ઇચ્છા પ્રમાણે વર્તી શકાય. પછી તે વિઘ્ન ન કરે. જેમ આસનનો જય જેને થયો હોય તે બેઠો હોય તો તેની તે સ્થિતિમાં આખી રાત કે કલાકોના કલાકો બેસી શકે કે ઊભો હોય તો ઊભો રહી શકે. તેને આસનફેર કરવાની જરૂર ન પડે. એવી ટેવ પડી ગઈ હોય તેને શરીરની ચિંતા મનમાં પ્રવેશ કરતી નથી. એવા જીવો કાઉસ્સગ્ન કરે તો ચિત્ત, શરીરને કારણે ચંચળ રહેતું નથી પણ સ્થિર રહે છે.
આહાર– ઉપવાસ વગેરે આહાર જય કરવા માટે છે. આહાર ન મળ્યો હોય તો પણ રોજની પેઠે તેનો નિયમિત કાળ જાય. ક્ષુધા (ભૂખ) તેને વિઘ્ન ન કરે. મુનિઓ મહિનાઓ સુધી કે આખું ચોમાસું આહાર લેતા નથી અને ઘર્મધ્યાનમાં લીન હોય છે, કારણ એવો અભ્યાસ કરેલ છે. મહાવીર ભગવાન અનાર્ય-પ્લેચ્છ ભૂમિમાં ગયેલા. ત્યાં અચિત્ત, નિર્દોષ આહાર ન મળે એટલે આહાર વિના એમ ને એમ ચલાવતા અને ઉપસર્ગો પણ વધારે પડતા, કારણ કે તે અનાર્ય લોકો નિર્દયી હતા.
વિહાર - વિહાર પણ વશ જોઈએ. ચાલવું હોય તો ગમે એટલું ચાલી શકાય અને સ્થિર રહેવું હોય તો સ્થિર રહી શકે, શરીર અકડાઈ ન જાય. કેટલાકને એમ હોય છે કે ફર્યા વિના ચાલે નહીં. પણ જ્યારે સ્થિતિ કે વિહાર કોઈ વિદ્ગકારક ન થઈ શકે ત્યારે એ વશ થયા કહેવાય.
આળસ – કરવા યોગ્ય કામમાં અનાદર થાય તે આળસ; પણ આત્મજાગૃતિ રહે તો તે આળસ એટલે પ્રમાદનો જય કર્યો કહેવાય. પરમકૃપાળુદેવે કહ્યું – “હે શિથિલતા!(પ્રમાદ) તમે શા માટે અંતરાય
"હવા હતા.