________________
૧૭૫
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૨૬ પ્રશ્ન - જો એમ ન હોય, તો મન:પર્યવજ્ઞાનનો વિષય શું? અને ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો કયા જ્ઞાન વડે જણાય છે ? તે ઘટપટાદિ પદાર્થો મન:પર્યવજ્ઞાનવડે ન જણાતા હોય તો કયા જ્ઞાનનો વિષય બને છે ?
ઉત્તર - મUUM= હવે ઉત્તર કહેવાય છે કે ICT નોટ્ટવિષ્યિ ચિંતક જીવ વડે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોની વિચારણા કરવામાં કામે લગાડેલાં મનોવર્ગણાનાં જે પુદ્ગલ દ્રવ્યો છે. જેને પરકીય મન કહેવાય છે. તેને જ આ મન:પર્યવજ્ઞાન જાણે છે. પરંતુ ન પદ્રિયો ગઠ્ઠ = ચિંતક જીવ વડે વિચારાયેલા જે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો છે એ મન:પર્યવજ્ઞાની આત્મા મન:પર્યવજ્ઞાન વડે જાણતા નથી.
મન:પર્યવજ્ઞાની મહાત્મા પુરૂષો મન:પર્યવજ્ઞાન વડે તો માત્ર ચિંતક જીવ વડે ગ્રહણ કરાયેલી અને મનપણે પરિણામ પમાડાયેલી અર્થાત્ વિચારણામાં જોડેલી પુદ્ગલ દ્રવ્યભૂત એવી મનોવર્ગણાને જ (ચિંતક જીવના દ્રવ્યમનને જ) જાણે છે. ચિંતક જીવનું આ દ્રવ્યમન જ મન:પર્યવજ્ઞાનનો વિષય છે. પરંતુ ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોને તે જ્ઞાની મન:પર્યવજ્ઞાન વડે જાણતા નથી. પરંતુ તે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોનું જ્ઞાન “અનુમાન” દ્વારા કરે છે. અનુમાન એ શ્રુતજ્ઞાન છે. ગૃહીતમનોવર્ગણા સાક્ષાત્ દેખાય છે. તેની રચાયેલી આકૃતિ એ લિંગ છે. જેમ ધૂમ લિંગ દ્વારા સાધ્ય એવા વહ્નિનું અનુમાન કરાય છે. નદીપૂર સ્વરૂપ લિંગ દ્વારા ઉપરવાસમાં વરસાદનું અનુમાન કરાય છે. તેમ ચિંતવેલી મનોવગણામાં પડેલી રચના (અર્થાત્ આકૃતિ), એ લિંગ છે. તેના દ્વારા ઘટપટાદિ બાહ્ય પદાર્થોનું અનુમાન આ જ્ઞાની કરે છે. આ અનુમાન પોતાના વિશાળ એવા અનુભવાત્મક શ્રુતજ્ઞાન દ્વારા થાય છે. તેથી હવે સમજાશે કે મન:પર્યવજ્ઞાનનો વિષય ચિંતિત એવી મનોવણા જ માત્ર છે. બાહ્યપદાર્થ નથી, અને બાહ્યપદાર્થનું જ્ઞાન અનુમાનાત્મક શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. મન:પર્યવજ્ઞાન વડે તે બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું નથી. મન:પર્યવજ્ઞાની સૌ પ્રથમ ચિંતક જીવ વડે વિચારણામાં લેવાયેલી મનોવર્ગણાને જ સાક્ષાત્ જાણે છે. ત્યારબાદ તેમાં દેખાયેલી છે તે વિષયોની ભવ્ય આકૃતિ દ્વારા તે તે વિષયો વિચાર્યાનું અનુમાન કરે છે. જેને શ્રુતજ્ઞાન કહેવાય છે.
હવે વિચારો કે જે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો અસ્પૃષ્ટ અને અવિષયભૂત છે. તે મન:પર્યવજ્ઞાનનો વિષય જ નથી. આ મન:પર્યવજ્ઞાન તે વિષયમાં પ્રવર્તતું જ નથી કે જેથી દર્શન શબ્દ કહેવાની આપત્તિ આવે અને ચિંતકજીવ વડે ગ્રહણ કરાયેલી અને મનપણે પરિણમાવેલી મનોવર્ગણા સ્વરૂપ જે મનોદ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્યમાન છે. તે આ જ્ઞાનનો વિષય છે તે મન:પર્યવજ્ઞાની વડે ભલે અસ્પૃષ્ટ છે પરંતુ ચિંતકજીવને તો સ્પષ્ટ જ છે. તેથી મન:પર્યવજ્ઞાની જે પરકીયમનોદ્રવ્યનું જ્ઞાન કરે છે તે ચિંતકજીવને ધૃષ્ટ હોવાથી સર્વથા અસ્પૃષ્ટ નથી પરંતુ કથંચિત્ સ્પષ્ટ છે. એટલે ત્યાં પણ દર્શન શબ્દની વ્યાખ્યા લાગુ પડતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org