Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 393
________________ કાઠ-૩ – ગાથા-૫૪-૫૫ * ૩પ૬ સન્મતિપ્રકરણ છે. એકાન્તાગ્રહો જીવને પોતાની આધ્યાત્મિક વિકાસયાત્રામાં ઘણો જ અવરોધ કરનારા છે. આ એકાન્તાગ્રહોમાંથી જ જુદા જુદા ૬ દર્શનોની ઉત્પત્તિ થઈ છે. (૧) “આત્મા જેવું” કોઈ તત્વ જ નથી. આવી માન્યતા તે મિથ્યાત્વનું પ્રથમ સ્થાન છે. આ વિચારસરણીમાંથી જ ચાર્વાક દર્શન પ્રગટ થયું છે. તેઓનું કહેવું છે કે “ચૈતન્ય ગુણ” વાળો એક આત્મા નામનો ઉદેશ્ય અને અરૂપી પદાર્થ છે અને તે પૂર્વભવથી આવે છે. તથા ભવાન્તરમાં જાય છે. આ બધી વાત મિથ્યા છે. કલ્પનામાત્ર છે. વાસ્તવિક નથી. આત્મા જેવું કોઈ દ્રવ્ય છે જ નહીં. પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂત પદાર્થો જ આ સંસારમાં છે. તેના પરસ્પરમીલનથી તેમાં ચેતના પ્રગટે છે. જેથી સુખ-દુઃખહર્ષ-શોકાદિ લાગણીઓ થાય છે. જેમાં તેલ-કોડીયુ, વાટ, માચીસ અને અનુકુળપવન આ પાંચ વસ્તુઓ પરસ્પર મળવાથી દીપક પ્રગટ થાય છે અને ઉપરોક્ત પાંચ પદાર્થોમાંથી તેલ - કે વાટ આદિ કોઈ પણ એક પદાર્થ ખુટી પડતાં તે જ દીપક બુઝાઈ જાય છે. આ દીપક ક્યાંયથી આવતો નથી અને બુઝાઈને ક્યાંય જતો નથી. તેમ પાંચભૂતોના મીલનથી ચેતના પ્રગટ થાય છે અને એક-બે ભૂત ખુટી પડવાથી ચેતના (જ્ઞાનશક્તિ) નાશ પામે છે. આમ જ વસ્તુસ્વરૂપ છે. પરંતુ ચેતનાવાળો આત્મા નામનો દ્રવ્યાત્મક સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. આ માન્યતા બૃહસ્પતિ ઋષિની છે. તેમનાથી થયેલા આ દર્શનને ચાર્વાક દર્શન કહેવાય છે. તેમના વિચારને અનુસરનારો અનુયાયી વર્ગ ચાર્વાકદર્શનવાળો કહેવાય છે. હવે જો આત્મા જ નથી. તો તે નિત્ય છે અને કર્મને કરે છે અને કર્મને ભોગવે છે ઇત્યાદિ કોઈ વાત માનવાની રહેતી જ નથી આ પ્રમાણે “આત્મા નથી” એ નામનું મિથ્યાત્વનું આ પ્રથમ સ્થાન છે. આત્મા નથી” આવું જ જ્યારે માનવામાં આવે છે. ત્યારે તેની શુદ્ધિનો પ્રયત્ન કે આધ્યાત્મિક વિકાસ કરવાનો રહેતો જ નથી. કારણ કે જીવ જેવું જો કોઈ દ્રવ્ય જ નથી. તો પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કંઈ રહેતું જ નથી. કર્મ કે કર્મજન્ય દુઃખ-સુખ પણ રહેતાં જ નથી. તેથી શુદ્ધિ કરવાની અને અશુદ્ધિ ટાળવાની પણ રહેતી જ નથી. આ આગ્રહ આધ્યાત્મિક વિકાસયાત્રાનો સૌથી પ્રથમ બાધક છે. સૌથી મોટુ મિથ્યાત્વ છે. આ જ દર્શનને નાસ્તિકદર્શન પણ કહેવાય છે. (૨) “આત્મા તો છે પણ તે નિત્ય નથી અર્થાત્ ક્ષણિક છે.” આ મિથ્યાત્વનું બીજું સ્થાન છે. આ વિચારસરણીમાંથી જ બૌદ્ધદર્શન પ્રગટ થયું છે. તેઓનું કહેવું છે કે “સર્વ ક્ષણમ્' સંસારની સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તેથી આત્મા પણ ક્ષણિક છે. આત્મા નામનો પદાર્થ તો છે. પણ તે માત્ર ક્ષણજીવી જ છે. હવે જો પ્રત્યેક આત્માને એકક્ષણ માત્ર જ રહેવાનું હોય અને બીજા ક્ષણે નિરન્વયનાશ (સંપૂર્ણપણે નાશ) જ પામવાનું હોય તો બીજા ક્ષણે આ જીવનું અસ્તિત્વ જ રહેતું નથી. ધર્મકાર્યો કરીને આત્મશુદ્ધિ મેળવવા દ્વારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434