Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 410
________________ કાર્ડ-૩ – ગાથા-૬૧ 393 સન્મતિપ્રકરણ (૬)‘માત્મા શ્રોતવ્યો જ્ઞાતિવ્યો માવ્યો નિતિધ્યાસિતવ્ય:",(૭)“સત્તા-દ્રવ્યત્વસમ્બન્થાત્ સન્ દ્રવ્ય વસ્તુ', (૮) “પરત્નોનિોડભાવાત્ પરત્નોમાવ:', (૧) “ચનાત્મક્ષો થર્ષ', (૨૦) “ ધર્મક્ષયરી વીક્ષા' આ સર્વે સૂત્રો એક એક નયાશ્રિત છે. તેનો એકાન્તાગ્રહ પકડીને પરદર્શનકારો પોતાની જાતને “સૂત્રધર” શબ્દ લગાડીને સાચા સૂત્રાર્થને નહી પામ્યા છતા વિદ્વાનપણાના સાચા સામર્થ્યરહિત થયા છતા યથારામ = જે પ્રમાણે સાપેક્ષપણે આગમવાક્યોનો ભાવાર્થ છે. તેનો વિન વિભાગ કર્યા વિના અર્થાત્ વિવેકદ્રુષ્ટિ રાખ્યા વિના પ્રતિપત્તિ = મનફાવે તેમ એકાન્ત આગ્રહપૂર્વક વસ્તુનો સ્વીકાર કરનારા આ વિદ્વાનો સાચે જ અજ્ઞાની છે. જેમ જૈનેતરદર્શનકારો એકાત્ત આગ્રહવાળા હોવાથી અજ્ઞાની છે. તેવી જ રીતે જૈનદર્શનના અભ્યાસી આત્માઓમાં પણ જે એકાન્ત આગ્રહવાળા નયને ગ્રહણ કરે છે. તે પણ આવા જ અજ્ઞાની છે. આ વાત કંઈક ઊંડાણથી સમજીએ. આગમશાસ્ત્રોમાં અને બીજા પ્રકીર્ણકશાસ્ત્રોમાં પણ એકાન્ત એક નયના આગ્રહવાળા જીવને માર્ગે લાવવા માટે, તથા સાચું ઉભયાત્મક સ્વરૂપ સમજાવવા માટે તેના પ્રતિસ્પધી બીજી બાજુના નયને માન્ય વાતને વધારે પ્રધાનપણે કહેનારાં એક એક નયાશ્રિત એટલે કે સાપેક્ષપણે સૂત્રો પણ કોઈ કોઈ વાર આવા પ્રયોજનથી બનાવ્યાં હોય છે. જેમકે (૧) જ્ઞાનયાખ્યાં મોક્ષ (નાઇજિરિયાëિ મોલ્લો) વિશેષાવશ્યક ભાષ્ય. જ્ઞાન અને ક્રિયા એમ ઉભયવડે મોક્ષ થાય છે. તળાવ તરવાની કલા જાણનાર અને તળાવને તરવાની ક્રિયા કરનાર પુરૂષ જ પેલે પાર પહોંચે છે. એમ સંસારસમુદ્રને તરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્ને જરૂરી છે. આમ જાણવું. વિશેષાવશ્યકભાષ્યમાં આમ ઉભય નયની વાત કહેલી છે. છતાં જ્ઞાનના એકાન્તપક્ષપાતીને સમજાવવા ક્રિયાની પ્રધાનતા વાળો પાઠ અને ક્રિયાના એકાન્ત પક્ષપાતીને સમજાવવા માટે જ્ઞાનની પ્રધાનતાવાળો પાઠ અને તેવા તેવા પ્રકારના જીવોના ઉપકાર માટે તેવા તેવા એક નયની પ્રધાનતાવાળા પાઠની જરૂર પણ રહે છે. જેમકે - નીચેના બે શ્લોકોના પાઠો પ્રતિસ્પર્ધી નયવાળા પણ અનુક્રમે જોવા મળે છે. क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् જ્ઞાનસારાષ્ટક ૯૨ जहा खलु चंदन भारवाही, भारस्स भागी न हु चंदणस्स एवं खु नाणी चरणेण हीनो, णाणस्स भागी न हु सग्गइए Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434