Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 418
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૬૪ ૩૮૧ તો જ શરીરશોભા અને તે જીવનું માનપાન વધે છે. તેમ સદ્ગુરૂ પાસેથી શાસ્ત્રોના અર્થોનું જ્ઞાન મેળવ્યા પછી પણ કયા અવસરે શાસ્ત્રનો કેવો અર્થ કરવો? ક્યાં કયો વિષય ઉપકારક બને? કયા કયા નયને આશ્રયી આ સૂત્રપાઠો લખાયા છે. તે વિધિ પણ જાણવી જોઈએ. શાસ્ત્રોના અર્થોનો બોધ જુદા જુદા નયવાદને આધીન છે અને તેથી જ ઘણો ગહન છે. દુઃખે દુઃખે સમજાય તેવો છે. જ્યાં સુધી આ જીવનો સ્વછંદ ટળે નહી. અહંભાવ મટે નહી. મને બધું જ આવડે છે એવી કુબુદ્ધિ દૂર થાય નહીં. નમ્રતા-સરળતા પ્રગટે નહી. ગીતાર્થ-અનુભવી એવા જ્ઞાનીની નિશ્રા સ્વીકારાય નહીં. નિરંકુશપણે ચાલવાની વૃત્તિ દબાય નહી. માન-માયા આદિ મોહના ઉછાળા શમે નહીં. વિકારીભાવો શાન્ત થાય નહીં. સ્વપ્રશંસા કરવાની આદત જાય નહીં તથા અનાદિનો જે સ્વચ્છેદ ભાવ છે. તે ટળે નહીં ત્યાં સુધી નયવાદ સમજાતો નથી. અને નયસાપેક્ષ અર્થબોધ પણ થતો નથી. જેમ મહાવીર પ્રભુના જીવને (૧) મરીચિના ભવમાં ષષદેવપ્રભુએ તીર્થકર કહ્યા, (૨) નન્દનઋષિના ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું એટલે સદંશ આવવાથી તીર્થકર કહેવાયા, (૩) દેવાનંદા કે ત્રિશલામાતાની કુક્ષિમાં આવ્યા અને ચૌદ સ્વપ્નાદિ જોયાં ત્યારે તીર્થકર કહેવાયા, (૪) જન્મ્યા, મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ થયો, નિશાળે ગયા, ઈદ્રમહારાજાએ આવી ઘટસ્ફોટ કર્યો ત્યારે તીર્થકર તરીકે વધારે પ્રસિદ્ધ થયા. (૫) સંસારના સર્વથા ત્યાગી થઈ, નિઃસ્પૃહ પણે જ્ઞાનધ્યાનમાં ૧૨ વર્ષ વિચર્યા અને ઘનઘાતી કર્મોને ખપાવવા ઉદ્યમશીલ બન્યા ત્યારે તીર્થકર કહેવાયા. (૬) કેવલજ્ઞાન પામ્યા, તીર્થકર નામ કર્મના ઉદયવાળા બન્યા ત્યારે તીર્થકર કહેવાયા, (૭) ધર્મદેશના આપી, પ્રતિબોધ પામેલાને સર્વવિરતિ-દેશવિરતિ ઉચ્ચરાવી તીર્થની અનુમતિ આપી વાસક્ષેપપ્રદાન કરવા દ્વારા તીર્થની સ્થાપના કરી ત્યારે તીર્થકર કહેવાયા. ઉપરોક્ત ઉદાહરણમાં પરમાત્મા મહાવીરપ્રભુ સર્વત્ર તીર્થકર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરંતુ દરેક સ્થળે જુદા જુદા નયની અપેક્ષાએ ઘણી ઘણી ભિન્નતા છે. આ વાત નયવાદના અભ્યાસ વિના સમજાય તેમ નથી. (૧) મરીચીના ભવમાં દૂર દૂરવતી થનારા ભાવ નિક્ષપાનું દૂરતરવર્તી કારણ હોવાથી ઉપચારે તીર્થકરપણું કહેવાય છે. જે ગમનયનો વિષય છે. (૨) નન્દનઋષિના ભવમાં પરંપરાએ કારણતા હોવા છતાં તીર્થંકર નામકર્મના બંધાત્મક સદંશ અંદર પ્રગટ થયો છે. માટે તીર્થકર કહેવાય છે. તેથી સંગ્રહનય છે. (૩) માતાની કુક્ષિના કાલે ચૌદસ્વાદિ તીર્થંકરપણાનાં પ્રતીકો જણાય છે. આ પ્રતીકોથી લોકવ્યવહારના જીવો પણ આ તીર્થકર થવાના છે આમ જાણે છે તેથી વ્યવહારનયથી તીર્થકર છે. (૪) બાલ્યાવસ્થાયુવાવસ્થા-મુનિ અવસ્થા આદિમાં દ્રવ્યથી તીર્થકરપણાનો વર્તમાનકાલ વર્તે છે તેથી જુસૂત્રનયથી તીર્થકર છે (૫) છદ્મસ્થાવસ્થાના અંતે ક્ષપકશ્રેણીના કાલે ભાવનિક્ષેપો પ્રગટ થઈ રહ્યો છે તેથી ભાવનિપાને માનનારા શબ્દનયથી પ્રભુ તીર્થકર છે. (૬) કેવલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434