Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 424
________________ ૩૮૭ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૬-૬૭ પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિ દ્વારા આર્ત-રૌદ્ર ધ્યાન વધતાં, આવા જીવો બહિરાત્મભાવને પામે છે. મિથ્યાત્વદશા તરફ જાય છે. ઉત્સુત્રપ્રરૂપણા વધી જાય છે અને જીવનમાં સ્વચ્છંદતા વધી જતાં કોઈ રોકનાર કે કોઈ ટોકનાર ન રહેતાં મન માની બાહ્ય પ્રવૃત્તિ વધતાં આંતરિક શુદ્ધિ ઘટતાં આવા જીવો નવા નવા પ્રવાહો ચલાવતાં જૈન શાસનને છિન્ન ભિન્ન કરે છે. નિર્મોહી આત્માર્થી જીવને આ ત્રણે બાહ્ય વિભૂતિઓ વધે, તો પણ તે તરફ નિઃસ્પૃહભાવ હોવાથી આ વિભૂતિઓ સંવેગ-નિર્વેદમાં વૃદ્ધિ કરનારી બને છે. તેથી જ આવા જીવો નિરંતર શાસ્ત્રાભ્યાસની વાચના લેવા-દેવામાં જ પ્રવૃત્તિશીલ રહે છે. તેઓ શિષ્ય પરિવાર દ્વારા કરાતી સેવાથી નિરપેક્ષ રહીને શિષ્ય પરિવારને સતત વાચના આપવા દ્વારા, હિતશિક્ષા આપવા દ્વારા તથા સાયણા-વાયણા આદિ કરવા દ્વારા શિષ્યોનું પણ પરમહિત કરીને પરમાત્માના શાસનની પ્રભાવના કરનારા બને છે અને શાસ્ત્રોનું ચિંતન-મનન ત્યજી દેનારા જીવો બાહ્યભાવમાં જ મસ્ત થઈને તેના દ્વારા પોતાની જ મહત્તા વધારીને તે મહત્તામાં અંજાઈને તેને જ પ્રભાવનાનું અંગ માની લઈ તેમાં જ દોટ મુકે છે. ઘણા ઘણા પુણ્યોદયે મળેલી આટલી બધી ઉંચી પરિસ્થિતિ, મોહ અને અજ્ઞાનદશાના કારણે ક્ષુલ્લક એવી સ્વપ્રશંસાના પ્રપંચમાં આવા જીવો હારી જાય છે. ગ્રંથકારશ્રીએ તો “જૈનશાસનનો દુશ્મન-વૈરી” કહીને ઘણું ઘણું કહી દીધું છે આનું વિવેચન લખતાં ઘણું લખી શકાય તેમ છે.પણ લખાણમાં અમારી મર્યાદા રહે છે. અમારી મર્યાદાને ઉચિત જ અમારાથી લખાય. એટલે વધારે પડતું હું કંઈ લખતો નથી. જો કોઈ ગીતાર્થ આચાર્ય મહારાજશ્રી આ ૮/૧૦ ગાથાઓનું વિવેચન લખે તો તેઓશ્રી આ ગાથાઓમાં ઘણું કહી શકે છે. તથા ઉત્તમ આત્માથી મુમુક્ષુ મહાત્માઓ પોતે જ બીજા કોઈના અર્થ ઉપર આધાર રાખ્યા વિના ગ્રંથકારશ્રીની ગાથાઓના પદોનું ભાવથી જો ચિંતન-મનન અને નિદિધ્યાસન કરે તો પણ પોતાના જીવનમાં ઘણો ઘણો પલટો લાવી શકે છે. વળાંક બદલી શકે છે. અને પરદ્રવ્યનાં મોહનાં તોફાનો, સ્વચ્છંદતા અને ઉશ્રુંખલતા ઇત્યાદિ જે કોઈ દુષણો જીવનમાં આવ્યાં હોય તે પોતે જ સમજી શોચીને દૂર કરી શકે તેમ છે. અને સુંદરતમ એવા કલ્યાણના માર્ગે વળી શકે તેમ છે. ઉપરની વાતને અનુસરનારી વાતો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ૧૨૫-૧૫૦૩૫૦ ગાથાના સ્તવનોમાં, તથા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ ૧૫-૧૬ માં ઘણી યુક્તિપ્રયુક્તિ પૂર્વક કહી છે. વિશેષાથીએ ત્યાંથી અભ્યાસ કરવા જેવો છે. જિમ જિમ બહુશ્રુત, બહુજનસમ્મત, બહુશિષ્ય પરિવરિયો ! તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરીઓ / સાડા-ત્રણસો ગાથાનું સ્તવન ઢાળા ૧/૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434