Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 431
________________ કાડ-૩ – ગાથા-૬૯ ૩૯૪ સન્મતિપ્રકરણ ગાથાર્થ - નિરપેક્ષપણે પ્રવર્તતાં સર્વે મિથ્યાદર્શનોના (સાપેક્ષભાવે) સમૂહાત્મક એવું, અમૃત = મોક્ષને પ્રાપ્ત કરવાના સારવાળું અથવા અમૃત જેવો સાર છે જેમાં એવું, અને સંવિજ્ઞપાક્ષિક જીવો વડે જ સુખે સુખે સમજી શકાય એવું પરમાત્મા વીતરાગદેવશ્રી જિનેશ્વરપ્રભુનું વચન (જિનવાણી) કલ્યાણ પામો. (યાવચંદ્રદિવાકર સુધી જગતના જીવોનું કલ્યાણ કરનારી આ વાણી બનો) | ૭૦ | ટીકાનો પાઠ - મામ્ નિનવરની મસ્તુ તિ સવશ્વ: મિથ્યાતનસમૂહमयस्य । ननु यद् मिथ्यादर्शनसमूहमयं, तत् कथं सम्यग्रूपतामासादयति ?। न हि विषकणिकासमूहमयस्य अमृतरूपतापत्तिः प्रसिद्धा । न, परस्परनिरपेक्षसंग्रहादिनयरूपापन्नसांख्यादिदर्शनानां परस्परसव्यपेक्षतासमासादितानेकान्तरूपाणां विषकणिकासमूहविशेषमयस्य अमृतसंदोहस्येव सम्यक्त्वापत्तेः । વિવેચન - જિનેશ્વર પરમાત્માનું “શુદ્ધ આત્મદ્રવ્ય” તો ઘનઘાતી કર્મ રહિત, સ્ફટિક જેવું અતિશય નિર્મળ, અનંતગુણી જરૂર છે જ. પરંતુ તે આત્મદ્રવ્ય અરૂપી હોવાથી તથા ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી તથા વર્તમાન કાલે મુક્તગત હોવાથી સામાન્ય લોકો વડે જોઈ શકાતું નથી. પરંતુ તેઓ જ્યારે શરીરધારી હતા ત્યારે શરીરધારી હોવાથી શરીરસંબંધી રૂપવડે રૂપી છે. તેથી વાચા દ્વારા પવિત્ર ધર્મદેશના ફરમાવે છે આ ધર્મદેશના વીતરાગતા-સર્વજ્ઞતાનિઃસ્પૃહતા-પરોપકારપરાયણતા આદિ ગુણોમાંથી જન્મ પામતી હોવાથી તથા તીર્થકર નામકર્મના અનુપમ પુણ્યના ઉદયથી જન્ય હોવાના કારણે ૩૫ ગુણોવાળી, પરમકલ્યાણકારી, શ્રોતાના હૈયાને તુરત અસર કરનારી, અમૃત જેવી મીઠી, અને મોક્ષાભિલાષી જીવો વડે સુખે સુખે સમજાય તેવી હોય છે. આ ધર્મદેશના દ્વારા જ પ્રભુ આપણો અનંત-અનંત ઉપકાર કરે છે. આ ધર્મદેશના વડે જ આપણો અને પ્રભુનો નિકટતમ સંબંધ થાય છે. ઉપકાર કરનારી વાણી આપણને પ્રભુએ જે આપી છે. તે જ ઘણું ઘણું આપ્યું છે. તેથી આ ધર્મદેશના કે જેને જિનવાણી પણ કહેવાય છે તેની મંગલકામના ઈચ્છતા ગ્રંથકારશ્રી જણાવે છે કે આ જિનવાણી ત્રણ વિશેષણોવાળી છે. (૧) મિથ્યાદર્શનોના સમૂહાત્મક - સર્વે નયો જ્યારે પરસ્પર નિરપેક્ષ હોય છે. ત્યારે એક બીજાની અવગણના કરવા પૂર્વક પોત પોતાના જ માન્ય વિષયને જ કહેનારા બને છે ત્યારે તે અતિશય છુટા પડેલા માળાના મણકા સમાન હોય છે. તેથી તે સર્વે નયો મિથ્યા દ્રષ્ટિ છે. સર્વે પણ નયો આવા પ્રકારના એકાન્તવાદને જ કહેનારા હોય છે. પરંતુ કોઈ પણ એક નયના એકાન્તવાદના કથન પ્રમાણેનું એકાન્ત સ્વરૂપવાળું આ જગત નથી. તેથી તે સઘળા નો એકાન્તવાદી હોવાથી મિથ્યાદર્શન સ્વરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434