Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 429
________________ * ૩૯૨ કારડ-૩ - ગાથા-૬૯ સન્મતિપ્રકરણ 'जेण विणा लोगस्स वि, ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरुणो, नमो अणेगंतवायस्स ।। ६९ ॥ येन विना लोकस्यापि, व्यवहारो सर्वथा न निपतति । तस्मै भुवनैकगुरवे, नमोऽनेकान्तवादाय ।। ६९ ॥ ગાથાર્થ - જે (અનેકાન્તદૃષ્ટિ) સ્વીકાર્યા વિના લોકના પણ સઘળા વ્યવહારો ઘટતા નથી. તેથી ઉપર સમજાવ્યા પ્રમાણે સઘળા ત્રણે ભુવનના એકગુરૂતુલ્ય એવા તે અનેકાન્તવાદને અમારા નમસ્કાર હોજો. || ૬૯ છે. વિવેચન - અનેકાન્તવાદ એ જૈનોનો સિદ્ધાન્ત છે એમ દર્શનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પરંતુ વાસ્તવિક તેમ નથી. કારણ કે જગતના સઘળા પણ પદાર્થોના સઘળા પણ વ્યવહારો સહજપણે અનેકાન્તમય છે. દાખલા તરીકે સુરત શહેર કઈ દિશામાં આવ્યું? પાર્શ્વનાથ પ્રભુ આગળ થયા કે પાછળ થયા ? આ ગામ (સુરત) નાનું કે મોટું દૂધ પીવા જેવું કે ત્યજવા જેવું? આવા પ્રકારનાં અનેક વાક્યોમાં કેવળ એકતરફી કોઈ જવાબ આપી શકાશે નહીં. કારણ કે વસ્તુ સ્વરૂપ જ ઉભયાત્મક (સાપેક્ષમય) છે. - સુરત શહેર અમદાવાદની અપેક્ષાએ દક્ષિણમાં, મુંબઈની અપેક્ષાએ ઉત્તરમાં, બારડોલીની અપેક્ષાએ પશ્ચિમમાં અને અરબી સમુદ્રની અપેક્ષાએ ઉત્તરમાં આવેલ છે. આમ સાપેક્ષ પણે જ ઉત્તર આપી શકાય ? આવી સાપેક્ષતા વિના સાચો ઉત્તર જ ન મળે. એવી જ રીતે પાર્શ્વનાથ પ્રભુ મહાવીર પ્રભુની અપેક્ષાએ પહેલાં થયા અને તેમનાથ પ્રભુની અપેક્ષાએ પછી થયા. સુરત શહેર અમદાવાદ શહેરની અપેક્ષાએ નાનું છે પણ ભરૂચ શહેરની અપેક્ષાએ મોટું છે. દૂધ ઘણા પરિશ્રમથી અશક્ત બનેલા માટે પેય છે. પરંતુ સંઘણી આદિના રોગવાળા માટે અપય છે. આમ સર્વ લોકવ્યવહારમાં સ્વતઃ જ સાપેક્ષવાદ જ રહેલો છે. અનેકાન્તવાદ વિના લોક આખાના કોઈ પણ વ્યવહારો સંગત થતા નથી. તેથી સંપૂર્ણ જગત પોતે જ સ્વાભાવિક પણે જ અનેકાન્તાત્મક છે. તીર્થકર ભગવંતો તો કેવલ જ્ઞાનથી જોયેલા અને જગતમાં સ્વતઃ રહેલા એવા અનેકાન્તવાદના માત્ર પ્રરૂપક છે. તે સંપૂર્ણ કેવલ જ્ઞાની છે. વીતરાગી છે. પરિપૂર્ણજ્ઞાનવાળા છે. જગત જેવું છે તેવું જ સ્વરૂપ સાક્ષાત જોનારા છે અને જોઈને તેવું જ કહેનારા છે. રાગપ-ભય-અજ્ઞાનતા આદિ દોષો ન હોવાથી અલ્પાંશે પણ અસત્ય બોલતા નથી. તેમના ૧. આ ગાથા મૂલગ્રંથકારશ્રીની ન હોય અને પાછળથી પ્રષિત કરાઈ હોય એમ લાગે છે. પરંતુ વિ. સંવત ૧૮૨૮ માં લખાયેલી અને હાલ કોબાના ભંડારમાં રહેલી હસ્તલેખિત પ્રતમાં આ ગાથા છે. એટલે અમે પણ લખી છે. પૂ. અભયદેવસૂરિજીકૃત ટીકામાં પણ આ ગાથા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434