Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 433
________________ ૩૯૬ કાઠ-૩ – ગાથા-૬૯ સન્મતિપ્રકરણ છે. તેવા જીવો વડે જ આ જૈનદર્શન સુખે સુખે સમજાય તેવું છે. જો કે આ સઘળા નો જુદી જુદી વાતોને કહેનારા, પરસ્પર વિરૂદ્ધ ભાષણ કરનારા છે. એટલે ઉપરછલ્લી દૃષ્ટિથી જોતાં વ્યામોહ થાય, ભ્રમ થાય, આશ્ચર્ય થાય તેવા આ નયો છે અને તેથી જ સમજવામાં જટિલ અને દુર્ગમ લાગે છે. પરંતુ “સ્યાદ્વાદ” એટલે અનેકાન્ત દષ્ટિ જો વિકસી જાય તો તે દૃષ્ટિરૂપી દોરામાં પરસ્પર વિરોધી દેખાતા બધા જ નયો યથાસ્થાને ગોઠવાઈ જતાં દુર્ગમતા ચાલી જવાથી દુર્ગમ દેખાતા એવા પણ આ નવો અતિશય સુગમ બની જાય છે. દુર્ગમ દેખાતું કોઈ ગણિત તેની ચાવી મળી જતાં જેમ સુગમ બની જાય છે. તેમ અહીં સમજવું. પોત પોતાના પક્ષ તરફ એકાન્ત ખેંચનારી, તેથી જ એકબીજાની અવગણના કરનારી ખોટા જેવી લાગતી અનેક વિચારસરણીઓ અનેકાન્તદૃષ્ટિરૂપી દોરામાં યથાસ્થાને યોગ્ય રીતે ગોઠવાઈ છતી, અનુપમ જૈનદર્શન બને છે. આ સર્વે નયોનું જ સાપેક્ષભાવે બનેલું જે દર્શન થાય છે તે જ આ અનુપમ દર્શન છે. તેને જ જૈનદર્શન કહેવાય છે. આ ત્રણે વિશેષણોથી જૈનદર્શનનું માહાસ્ય સમજાવ્યું છે. આવા સુંદર, ઉત્તમોત્તમ, નિષ્પક્ષપાતે તત્ત્વપ્રતિપાદક, એવા ગ્રંથોનો ચીવટપૂર્વક અભ્યાસ કરીને આપણે પણ શુદ્ધ સ્યાદ્વાદમય જૈનદર્શનના પરમ અનુયાયી બનીએ. એકાન્તાગ્રાહાત્મક વિષમય દૃષ્ટિ ત્યજીને સાપેક્ષભાવવાળી અમૃતતુલ્ય અનેકાન્તાત્મક દૃષ્ટિવાળા બનીએ જેથી ક્લેશ-કડવાશ અને કષાયોનો નાશ થાય અને પરમશાન્તિ પ્રગટ થાય - માનવજીવનની સાચી આ જ સફળતા છે. ૭૦ || इति विततमोहतिमिरतरतिरस्करण तरुणतरणिसम श्री सिद्धसेन दिवाकरसूरीश्वर विरचितं सन्मतिप्रकरणं समाप्तम् આ પ્રમાણે વિશાળ મોહ રૂપી ગાઢ અંધકારનો નાશ કરવામાં મધ્યદિવસના જાજ્વલ્યમાન સૂર્યસમાન એવા પરમપૂજ્ય, આરાધ્ધપાદ, વિવિધ ગુણગણાલંકૃત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. શ્રી વિરચિત સન્મતિપ્રકરણ નામનો આ ગ્રંથ, સમાપ્ત થયો. તેનું સરળ ગુજરાતી વિવેચન પણ અહીં સમાપ્ત થયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434