Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 413
________________ ૩૭૬ કાઠ-૩ – ગાથા-૬૨ સન્મતિપ્રકરણ તો તે સાચા અનેકાન્તવાદના જ્ઞાતા નથી. સાચી પંડિતાઈ વાળા નથી. ઉસૂત્રના પ્રરૂપક છે. માત્ર આગમને શબ્દથી જ સ્પર્શનારા છે. જૈનશાસનમાં આવા પ્રકારના એકાન્તવાદીની કોઈ કિંમત નથી. પોતે પણ સંસારમાં ડુબે છે અને બીજાને પણ ડુબાડે છે. તેથી શાસ્ત્રોના ભાવાર્થોને અનેકાન્તદૃષ્ટિથી જ જાણવા-ભણવા-ભણાવવા જોઈએ. અને પ્રયોજનને અનુસાર સ્વ-પરના કલ્યાણ માટે ઉપકારક એવા એકનયને પ્રધાન અને બીજાનયને ગૌણ કરીને બન્ને નયોની હૃદયમાં સાપેક્ષતા રાખવા પૂર્વક જ શાસ્ત્રોની પ્રરૂપણા કરવી જોઈએ. / ૬૧ / सम्मइंसणमिणमो, सयलसमत्त वयणिज्जणिद्दोसं । अत्तुक्कोसविणट्ठा, सलाहमाणा विणासेंति ॥ ६२ ॥ सम्यग्दर्शनमिदं, सकलसमस्तवचनीयनिर्दोषम् । आत्मोत्कर्षविनष्टाः श्लाघ्यमाणा विनाशयन्ति ।। ६२ ।। ગાથાર્થ પોતાનો જ ઉત્કર્ષ ગાવા વડે મૂલમાર્ગથી ભ્રષ્ટ થયેલા અને માત્ર આત્મપ્રશંસા જ કરતા કેટલાક આત્માઓ સમસ્ત પણે સકલ ભરેલા છે વક્તવ્યભાવો જેમાં એવા અને તેનાથી જ નિર્દોષ બનેલા એવા આ સમ્યગ્દર્શનનો પોતાના આત્મામાંથી પોતેજ વિનાશ કરે છે. દુરા ટીકાનો પાઠ - સ નખેતન્ પરસ્પરવિપાપરિત્યાપ્રવૃત્તાને નામ, તંત્ર "स्यान्नित्यः" "इत्यादि सकलधर्मपरिसमाप्तवचनीयतया निर्दोषम्, एकनयवादिनस्त्वविषये सूत्रव्यवस्थापनेन आत्मोत्कर्षेण विनष्टाः, स्याद्वादाभिगमं प्रति अनाद्रियमाणा "वयं सूत्रधराः" इत्यात्मानं श्लाघमानाः सम्यग्दर्शनं विनाशयन्ति-तदात्मनि न व्यवस्थापयन्तीति यावत् । વિવેચન - એકાન્ત કોઈ પણ એકનયના વિચારો વાળી દૃષ્ટિની પક્કડ વધતાં, અને તેને જ પોષક સૂત્રપાઠોનો ટેકો મળતાં, અહંકારમાં આવી ગયેલા આત્માઓ જ્યાં ત્યાં પોતાના જ ઉત્કર્ષને ગાતા ફરે છે. પોતાની વિદ્વત્તાની જ બડાઈ મારે છે. શાસ્ત્ર આમ કહે છે. અમે તો શાસ્ત્ર પ્રમાણે જ કહીએ છીએ શાસ્ત્રને છોડીને કેમ ચલાય ? અમે તો શાસ્ત્રો ભણીને આમ કહીએ છીએ. આમ શાસ્ત્રોના અજાણ સામે શાસ્ત્રનાં જ ગાણાં ગાતા ગાતા થોડુ જાણતા છતા અલ્પમાં ઘણું જ અધિક માની લઈ ફુલાઈ જાય છે. સર્વત્ર પોતાની જ પ્રશંસા કરતા ફરે છે. આવા પ્રકારના આ આત્માઓ સાચા-યથાર્થ એવા સમ્યગ્દર્શનનો (અનેકાન્તભાવવાળી દૃષ્ટિનો) વિનાશ કરે છે. કારણ કે સામાન્ય-વિશેષ, નિત્ય-અનિત્ય, અસ્તિ-નાસ્તિ, નિશ્ચય-વ્યવહાર, ભેદ-અભેદ આમ સર્વભાવો ઉભયાત્મકસ્વરૂપે જે સમ્યગ્દર્શનમાં સમાયેલા છે. એટલે સર્વભાવોને સમજાવનારા નયો જેમાં સમાયેલા છે એવા પ્રકારના અનુપમ આ સમ્યગ્દર્શનનો આ એકાન્તદૃષ્ટિવાળા, આત્મોત્કર્ષને ગાનારા અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434