________________
૧૭૪
કાણ્ડ-૨ – ગાથા-૨૬
સન્મતિપ્રકરણ
અને નહી અનુભવેલી ગ્રંથકારશ્રીએ કરેલી વ્યાખ્યા સાંભળીને પ્રાથમિક અભ્યાસીઓને તો ઘણું જ આશ્ચર્ય થાય તેમ છે. પણ તર્કથી આમ જ સિદ્ધ થાય છે એટલે સ્વીકારવાનું પણ રહે છે જ, આ વ્યાખ્યા જાણીને જિજ્ઞાસુ જીવોને અહીં એક આવી શંકા થાય છે કે
આ વ્યાખ્યા પ્રમાણે તો જે મન:પર્યવજ્ઞાન છે તે પણ દર્શનપણાને પામશે, એટલે અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સંશી પંચેન્દ્રિય જીવોએ મનમાં જે ઘટ-પટ આદિ પદાર્થોનો વિચાર કર્યો હોય છે. તે ઘટ-પટ આદિ પદાર્થો મન:પર્યવજ્ઞાનથી જણાય છે. આ ઘટ-પટ આદિ પદાર્થો મનઃપર્યવજ્ઞાનીને કે (વિચારણા કરનારા એવા) ચિંતક જીવને એમ કોઈને પણ સ્પર્શેલા નથી, એટલે અસ્પૃષ્ટ પણ છે. તથા વિચારણામાં આવેલા તે ઘટ-પટ આદિ પદાર્થો દૂર-દૂર ક્ષેત્રમાં અને દૂર-દૂર કાળમાં સંભવી શકે છે એટલે બાહ્યઇન્દ્રિયનો અવિષય પણ છે જ, તથા જ્ઞાનીને મનઃપર્યવજ્ઞાન દ્વારા સાક્ષાત્ દેખાય પણ છે જ, તેથી અસ્પૃષ્ટ, અગ્રાહ્ય વિષયભૂત ઘટ-પટાદિનું આ સાક્ષાત્ જ્ઞાન હોવાથી આ જ્ઞાનને ઉપરની વ્યાખ્યા પ્રમાણે દર્શન માનવું પડશે. મળપ વળાળ હંસનું ત્તિ તેોહ્ન સ્રોડ્ = તે વ્યાખ્યા (લક્ષણ) પ્રમાણે ફદ = અહીં જે મન:પર્યવજ્ઞાન છે તે જ દર્શન થશે. કારણ કે મનઃપર્યવજ્ઞાન વડે તે વિષયો જણાય છે કે જે ઘટ-પટાદિ પદાર્થો ચિંતક જીવ વડે વિચારાયા છે. અને તે વિષયો સ્પર્શાયેલા નથી
કે અન્ય ઇન્દ્રિયોના વિષયભૂત પણ નથી. માટે આ જ્ઞાનને તમારે દર્શન માનવું પડશે, આથી
તમને અતિવ્યાપ્તિ આવવાની આપત્તિ આવશે. આવા પ્રકારનો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે.
હે ગ્રન્થકારશ્રી ! કદાચ તમે એમ કહો કે બહુ જ સારૂં, અમે મન:પર્યવજ્ઞાનને પણ દર્શન કહેવાય છે એમ માની લઈશું અમને તો આ ઈષ્ટાપત્તિ છે. અમારે જે માનવું છે તે તમે જ સિદ્ધ કરી આપ્યું, તો આમ ઈષ્ટાપત્તિ માની લઈ મનઃપર્યવજ્ઞાનને દર્શન માનવું. તે ય નુત્ત ઉચિત નથી, કારણ કે કોઈ પણ જૈનશાસ્ત્રોમાં મન:પર્યવજ્ઞાનને દર્શન માનવામાં આવ્યું જ નથી, મન:પર્યવની સાથે દર્શન શબ્દનો વ્યવહાર ક્યાંય જોવાયો જ નથી. તમે પણ શાસ્ત્રોમાં જે ન હોય, તે કેમ માની શકો ? તે કેમ કહી શકો ?
=
આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે તમારો આ પ્રશ્ન જ ખોટો છે. શંકા જ અનુચિત છે. કારણ કે તમે જે એમ કહ્યું કે ચિંતકજીવે જે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો મનમાં વિચાર્યા, તે મન:પર્યવજ્ઞાનીએ જાણ્યા અને જોયા, તે પદાર્થો અસ્પષ્ટ અને અવિષયભૂત છે. આ જે કંઈ તમે (પ્રશ્નકારે) કહ્યું તે મિથ્યા છે. કારણ કે ઘટ-પટ આદિ ગ્રાહ્ય એવા જે બાહ્ય પદાર્થો છે. તે મનઃપર્યવજ્ઞાનનો વિષય જ નથી, મન:પર્યવજ્ઞાન વડે તે બાહ્ય પદાર્થો જણાતા જ નથી. ચિંતક જીવે મન દ્વારા જે ઘટ-પટ આદિ પદાર્થો વિચાર્યા છે. તે ઘટ-પટ આદિ પદાર્થો તો મનઃપર્યવજ્ઞાનનો વિષય જ બનતો નથી તેથી તમારો આ પ્રશ્ન મિથ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org