________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ - ગાથા-૫
૨૨૩
અસ્તિપણું ન હોય આમ પણ બનતું નથી. કેવલ એકલું ભાવાત્મક કે કેવલ એકલું અભાવાત્મક સ્વરૂપ ઘટમાં કે કોઈ પણ પદાર્થમાં નથી. પરંતુ સ્વસ્વરૂપે ભાવાત્મક અને પરસ્વરૂપે અભાવાત્મક સ્વરૂપ ઘટમાં તથા સર્વ પદાર્થમાં છે. આ પ્રમાણે સર્વે પણ પદાર્થો અસ્તિ-નાસ્તિ એમ ઉભય રૂપ છે.
આ રીતે જગતના સઘળા પણ પદાર્થોનું સ્વરૂપ પોતાના પર્ણ, અમુક પ્રતિનિયત સ્વરૂપે હોવારૂપ છે. ગાય નામનો પદાર્થ ગાય સ્વરૂપે છે. ઈતરસ્વરૂપે નથી, સર્પ નામનો પદાર્થ સર્પ પણે છે ઈતરપણે નથી, અલંકાર નામનો પદાર્થ અલંકારપણાના સ્વરૂપે છે ઈતરસ્વરૂપે નથી. આવા પ્રકારનું પ્રતિનિયત (અમુકપ્રકારનું ચોક્કસ) સ્વરૂપ તેમાં છે આમ સમજીને જ જગતના સર્વે વ્યવહારો થાય છે. બોલનાર, સાંભળનાર, આપનાર, લેનાર વિગેરે જે કોઈ વ્યવહાર કરનારા જીવો છે તે સર્વે પણ જીવો તે તે પદાર્થમાં રહેલા પ્રતિનિયત સ્વરૂપને’ સમજીને વિચારીને માનીને જ તેવા તેવા ઉચિત વ્યવહારો કરે છે. આ જ વાત આ ગાથામાં સમજાવી છે કે - સંસારની પ્રત્યેક વસ્તુમાં અસ્તિ અને નાસ્તિ એમ ઉભયરૂપતા છે.
અરિસામેદિ પરપન્નવેર્દિ = અસદૃશતાને જણાવનારા એવા પરપર્યાયો વડે ખિત્ત્વવિ = સદાકાળ, નિયમેળ નસ્થિ = નક્કી તે વસ્તુ નથી જ. અસદશતા એટલે સમાનતા નહીં અર્થાત્ વિલક્ષણતા, તેથી ઘટની અપેક્ષાએ વિલક્ષણતાવાળી બુદ્ધિના જનક એવા ગોત્વ, સર્પત્વ, તથા અલંકારત્વ ઇત્યાદિ જે કોઈ ઈતર પદાર્થોરૂપ પર્યાયો છે. તે ઘટની અપેક્ષાએ પરપર્યાયો છે આવા પ્રકારની અસદૃશતાની બુદ્ધિના જનક એવા પરપર્યાયો વડે તે ઘટ સદાકાળ અવશ્ય નથી, નથી, અને નથી જ. આ ગાથાના પૂર્વાર્ધ વડે સઘળી વસ્તુમાં · અસદૃશતાજનક પરપર્યાયો દ્વારા જે નાસ્તિપણું છે. તે સમજાવ્યું છે. સ્વસ્વરૂપે રહેલા અસ્તિત્વની ચર્ચા હવે પછીના ઉત્તરાર્ધવડે કરે છે. પૂર્વાર્ધ પદ વડે સર્વે પણ પદાર્થો પર સ્વરૂપે સદાકાળ નાસ્તિ છે. આ વાત સમજાવી છે.
સર્દશતાજનક એવા જે સ્વપર્યાયો છે. તે સ્વપર્યાયો વડે સ્થૂલદૃષ્ટિએ જો કે તે તે વસ્તુ અસ્તિસ્વરૂપ છે જેમ ઘટ એ ઘટપણાના પર્યાય વડે રચનાથી વિનાશ કાલ સુધી છે. છે અને છે જ. તથાપિ તેમાં જો સૂક્ષ્મબુદ્ધિ લગાડાય તો તેમાં પણ વ્યંજનપર્યાયથી અસ્તિ છે અને અર્થપર્યાયથી વળી નાસ્તિ પણ છે સેëિપિ = સર્દશતાબુદ્ધિજનક એવા સ્વપર્યાયો વડે બંનળો અસ્થિ = વ્યંજનપર્યાયની અપેક્ષાએ વસ્તુ અસ્તિ છે. પુળ = પરંતુ ળ અત્ય પદ્માણ = અર્થપર્યાયની અપેક્ષાએ તે વસ્તુ નાસ્તિ છે.
પ્રશ્ન - આ વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એટલે શું ? અને તેની અપેક્ષાએ અનુક્રમે અસ્તિ છે અને નાસ્તિ છે. એટલે શું ? આ કંઈ સમજાતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org