Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 375
________________ ૩૩૮ કાડ-૩ – ગાથા-૪૬ સન્મતિપ્રકરણ સુધારવા માટે આ અનેકાન્ત દ્રષ્ટિ જ ઘણી ઘણી ઉપકારક છે. આવા પ્રકારના ઉત્તમ શાસ્ત્રોના અભ્યાસથી હૃદયને સરળ અને ઉદાર બનાવીએ. . ૪૫ / હવે “નયવાદ"માં પણ અનેકા દેષ્ટિ જ ઉપકારક છે. તે સમજાવે છે - परिसुद्धो नयवाओ, आगममेत्तत्थसाहओ होइ । सो चेव दुण्णिगिण्णो, दोण्णि वि पक्खे विहम्मेइ ॥ ४६ ॥ परिशुद्धो नयवादः, आगममात्रार्थसाधको भवति । स चैव दुर्निर्गीर्णः, द्वावपि पक्षौ विहन्ति ।। ४६ ॥ ગાથાર્થ - અતિશય શુદ્ધ એવો (એટલે કે પરસ્પર સાપેક્ષ એવો) કોઈ પણ નયવાદ હોય તો તે આગમમાં કહેલા સઘળા અર્થમાત્રને સમજાવવામાં સાધક બને છે. પરંતુ તે જ નયવાદ જો દુષ્ટ રીતે (પરસ્પરની અપેક્ષા વિના - નિરપેક્ષપણે) રજુ કરાયો હોય તો તે નય બન્ને પક્ષોનો નાશ કરે છે. / ૪૬ / વિવેચન - નય એટલે વસ્તુતત્ત્વ સમજવા માટેની એક દૃષ્ટિ. સર્વે વસ્તુઓ અનંતધર્માત્મક તો સ્વયં છે જ. તેમાંથી જ્યાં જે ધર્મ જરૂરી હોય, જ્યાં જે ધર્મ ઉપકારક હોય ત્યાં તે અંશને (ધર્મને) પ્રધાનપણે સમજાવનારી જે દૃષ્ટિ તે નય કહેવાય છે. આ નયને કહેનારાં-પ્રગટ કરનારાં જે વચનો તે નયવાદ કહેવાય છે. આ નયવાદ બે પ્રકારનો છે એક પરિશુદ્ધ નયવાદ અને બીજી અપરિશુદ્ધ નયવાદ. નયષ્ટિ હંમેશાં વસ્તુસ્વરૂપના એક અંશને ગ્રહણ કરનાર હોય છે. વસ્તુનુ પરિપૂર્ણ સ્વરૂપ તો પ્રમાણ જ બતાવી શકે છે. આ રીતે નય વસ્તુના એકાંશનો પ્રતિપાદક હોવા છતાં બીજા અવિવક્ષિત અંશ પ્રત્યે તે નય ઉદાસીન હોય એટલે કે તે ઈતરાંશનું નિરસન ન કરતો હોય, નિરસન કરવાનો આગ્રહ પણ ન રાખતો હોય તો તે નયવાદ “પરિશુદ્ધ નયવાદ” કહેવાય છે. વાંશમ્રાહી રૂતરાંશાનપત્તાપ નથ: સુનય, તેનાથી ઉલટો જે નય, પોતાના ગૃહીત અંશને જ વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ માની લઈ તેનું જ પ્રતિપાદન કરવા સાથે ઈતર અંશોનું નિરસન કરવા લાગે અને એકાન્ત એકપક્ષની જ વાત જોર શોરથી રજુ કરે તો તે અપરિશુદ્ધ નયવાદ કહેવાય છે. આત્મા” પ્રત્યેક ભવે જન્મ-મરણ પામતો હોવા છતાં, તથા એકભવમાં પણ બાલ્યાદિ અનેક અવસ્થારૂપે પરિવર્તન પામતો હોવા છતાં દ્રવ્યરૂપે અનાદિ-અનંત” છે. આમ દ્રવ્યદૃષ્ટિએ રહેલી નિત્યતાને એવી સમજાવીએ કે ભવની પરાવૃત્તિથી થતી અને - અવસ્થા આદિની પરાવૃત્તિથી થતી અનિત્યતાનું નિરસન તેમાં થઈ ન જાય તો તે પરિશુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434