Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 385
________________ ૩૪૮ કાડ-૩ – ગાથા-૫૧ સન્મતિપ્રકરણ માનેલા સત્કાર્યવાદમાં બૌદ્ધો અને વૈશેષિકો આવા પ્રકારના દોષો આપે છે કે જો કારણમાં કાર્ય પોતાની ઉત્પત્તિની પૂર્વે પણ સત્ જ છે. તો તેને ઉત્પન્ન કરવાનો પુરુષાર્થ કરવાની શી જરૂર ? તથા ઉત્પાદક એવી દંડચક્રાદિ સામગ્રી લાવવાની શી જરૂર ? માટી કાલે જ જલાધારાદિ ઘટકાર્ય થઈ જવું જોઈએ કારણ કે તમારા મતે તો પ્રથમથી જ કાર્ય ત્યાં છે જ. પણ આમ થતું નથી. માટે તે સાંખ્ય ! તારો માનેલો સત્કાર્યવાદ મિથ્યા છે. આમ માનવામાં તમને આવા પ્રકારના અનેક દોષો આવે છે. એવી જ રીતે બૌદ્ધોને અને વૈશેષિકોને સાંખ્યો કહે છે કે હે બૌદ્ધ તથા વૈશેષિક ! જો કારણમાં કાર્ય અસત્ હોય અવિદ્યમાન હોય અને થતું હોય તો ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય થવું જોઈએ, જો માટીમાં ઘટ નથી અને થતો હોય તો માટીની જેમ તજુમાંથી પણ ઘટ બનવો જોઈએ, તજુમાં જો પટ ન હોય અને થતો હોય તો તનુની જેમ માટીમાંથી પણ પટ બનવો જોઈએ. સુવર્ણમાં જો અલંકારો સત્ ન હોય અને થતા હોય તો સુવર્ણની જેમ પત્થરમાંથી પણ અલંકારો બનવા જોઈએ. તલમાં તેલ ન હોય અને નીકળતું હોય તો રેતીમાંથી પણ તેલ નીકળવું જોઈએ કારણ કે વિવક્ષિત કારણમાં જેમ કાર્ય નથી અને થાય છે તો તેનાથી ઇતરમાંથી પણ કાર્ય થવું જોઈએ. કારણ કે ત્યાં તો કાર્ય નથી જ. તેથી ત્યાં પણ થવું જોઈએ. પણ આખા જગતમાં ક્યાંય આમ દેખાતું નથી. માટે જે જે કારણમાંથી જે જે કાર્ય થાય છે તે તે કાર્ય તે તે કારણમાં અસત્ નથી. પણ સત્ છે. અને સત્ છે તો જ થાય છે. આમ સાંખ્યો બૌદ્ધોને અને વૈશેષિકોને કહે છે. આ પ્રમાણે બૌદ્ધો તથા વૈશેષિકો સાંખ્યોને સાંખ્યોના માનેલા સત્કાર્યવાદમાં જે જે દોષો આપે છે. તથા સાંખ્યો બૌદ્ધોને અને વૈશેષિકોને તેઓએ માનેલા અસત્કાર્યવાદમાં જે જે દોષો આપે છે તે સર્વે પણ દોષો સાચા છે. કારણ કે આ સર્વે વાદીઓ એકાન્ત વાદીઓ છે. અને એકાન્ત સત્ અથવા એકાન્ત સત્ માનતા હોવાથી આવા દોષો આવે જ છે. તેઓએ કાર્યને એકાન્ત સત્ તથા એકાન્ત અસત્ માન્યું છે તેથી જ તેઓને દોષો આવે છે. ISOI પ્રશ્ન - જો એકાન્ત સત્ અથવા એકાન્ત સત્ એવું કાર્ય માનવામાં દોષો જ આવે છે. તો શું માનીએ તો કોઈ દોષ ન આવે ? અને તમે જેમ કહો તેમ માનવામાં કેમ દોષો ન આવે ? ઉત્તર - આ બાબત હવે પછીની ૫૧મી ગાથામાં કહેવાય છે. // ૫૦ / ते उ भयणोवणीया, सम्मइंसणमणुत्तरं होति । जं भवदुक्खविमोक्खं, दोवि न पुरंति पाडिक्कं ॥ ५१ ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434