________________
ચેાથી આવૃત્તિનું નિવેદન
ગત બે વર્ષોંથી પુસ્તકો સ્લિક ન હોવાથી, પુસ્તકની દિવસે દિવસે સતત વધતી જતી માંગણી ન સ ંતોષી શકવાથી મન ખિન્નતા અનુભવતું હતું. અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રચ્યા પચ્યા અને આસક્ત હાવાથી, ચોથી આવૃત્તિની તૈયારીઓ માટે સમય કાઢવા તે અત્યંત અશક અને અસંભવિત ભાસતું હતું. તેનેા ખેદ પણ વર્તાતા હતા, પણ અતિ ત્વરાથી વધતા જતા દ્રવ્યના ઢગલા, અને યરા કીતિના ઉપાર્જનના મોહપાશમાંથી છૂટવું... મારી શક્તિ બહાર હેાય તેમ લાગતું હતું.
આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં ભાઈખીજને દિવસે મારા એકને એક પુત્ર અને સંતાન, ૨૭ વષઁની વયે, સંપૂર્ણ યૌવનમાં, અચાનક, નિઃસંતાન આ દુનિયા છેડી દેવલાક ચાલી ગયા.
દેવાધિદેવનું દીધેલ દેવરત્ન, મુઠ્ઠી ફાડીને ચાલી ગયું; સ`સ્વ લૂંટાઈ ગયું, રહી ગયાં ફક્ત આંસુ. તાત્કાલિક તો જિં`દુગી અથ`વિહીન, દિશાશૂન્ય
અને ધ્યેય વગરની લાગવા માંડી. જો વર્ષાના ધના અભ્યાસ ન હોત તો જીવવુ અશક્ય હતું. આધાતથી મને હાર્ટ એટેક આવી ગયા.
ધંધાકીય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધી, અને ચોથી આવૃત્તિનું કાય શરૂ કર્યું. પણ તે કા` વિલ ંબમાં પડયું કારણ કે બાયપાસ સર્જરી માટે મારે અમેરિકા જવું પડયું અને તા. ૧૧-૧-૧૯૮૮ના રાજ મારાં પરમ પૂજ્ય માતુશ્રી સરસ્વતીમેન ઉર્ફે શશીએનનું અવસાન થયું. ચોથી આવૃત્તિમાં સૌથી વધારે નવા પ્રશ્નોના સમાવેરા કર્યાં છે. તદ્ઉપરાંત નવાં ત્રણ પરિશિષ્ટો, (૧) ભેદ સંગ્રહ (૨) અર્થસંગ્રહ અર્થાત્ શબ્દકોષ, અને (૩) વિષયસૂચિ ઉમેર્યાં છે; જે વાચકગણુને અત્યંત ઉપયોગી થશે તેમ માનુ છેં.
નવાં પરિશિષ્ટો તૈયાર કરવામાં થાણા-મુંબઈના શ્રી દિનેશભાઈ વકીલને અથાગ પરિશ્રમ છે. તે નિઃસ્વાથ" કાય બદલ તેમને જેટલા ઉપકાર માનુ તેટલા આઠે છે. છાપકામના કાર્ય માટે અમદાવાદના શ્રી પ્રભાકરભાઈ કામદાર અને શ્રી ભીખાભાઈ પટેલના આભારી છું.
સ્વાધીન સદન,
ચ`ગેટ, મુબઈ ૩૧-૩-૧૯૮૮
Jain Education International
દિનેશ માદી
ચૈત્ર સુદ તેરસ (મહાવીર જ્ય’તિ)
સંવત ૨૦૪૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org