Book Title: Samdarshi Acharya Haribhadra Author(s): Sukhlal Sanghvi Publisher: Mumbai UniversityPage 14
________________ વ્યાખ્યાન પહેલું આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા મુંબઈ યુનિવર્સિટીના કાર્યવાહકોએ મને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આમંચો, એ બદલ આભાર માનો કે ભાર અનુભવો એવી એક મિશ્ર લાગણું મારા મનમાં ઉદ્ભવી. હું જ્યારે ચિંતન-મનન અને લેખનના ભારથી બને તેટલો છૂટવા ઈચ્છતો હોઉં, ત્યારે એ જ કામની જવાબદારી સ્વીકારવામાં ભાર અનુભવાય એ સાહજિક છે; પરંતુ યુનિવર્સિટી જેવી સંસ્થાના આમંત્રણે, મિત્રોના સહૃદય અનુરોધે અને આવા વિષયના પરિશીલનના મનમાં પડેલા લાંબા વખતના સંસ્કાએ મારે એ ભાર એક રીતે હળવો કર્યો અને હું પાછો ચિંતન-મનન-લેખનની આનંદપર્યવસાયી પ્રવૃત્તિમાં લાગી ગયો. આમ થતાં જ એ શરૂઆતમાં ભાસ ભાર આભાર-ઈષભારમાં પર્યવસાન પામ્યો; એ જ મારે આભાર-નિવેદન. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં કેટલાક એવા ધુરંધર વિદ્વાનો વ્યાખ્યાન આપી ગયા છે કે તેમના નામ અને કામ જોતાં મારું મને તેમની હરોળમાં બેસવા તૈયાર ન થાય; પણ જ્યારે વ્યાખ્યાનમાળાના સંચાલકોએ એ હરોળમાં મને મૂક્યો ત્યારે હું એક રીતે ગૌરવ અનુભવું છું, જેમાં ખરી રીતે લાઘવવૃત્તિ મુખ્ય રહેલી છે. આજ સુધીમાં થયેલાં વ્યાખ્યાનોનાં વિષયો તરફ નજર કરતાં મને એમ પણ લાગે છે કે હું એ પૂર્વ સૂરિઓના ચીલાથી કાંઈક ફંટાઉં છું. બહુશ્રુત, ઇતિહાસવિદ એવા બ્રાહ્મણવૃત્તિના શ્રી દુર્ગાશંકરભાઈના “ભારતીય સંસ્કારનું ગુજરાતમાં અવતરણ” એ વિષયPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 182