________________
Vol. XXIII, 2000 રાજીમતીપ્રબોધ નાટક : એક અવલોકન
109 રપ્ર.’ નાટકનો ટૂંક સાર
આ નાટક નાન્દી શ્લોકથી શરૂ થાય છે. નાન્દી શ્લોકમાં નેમિકુમારને વંદના છે અને તેમના વિરક્ત સ્વભાવનું સૂચન છે. તે પછી પ્રસ્તાવનામાં “રા. નાટક યશશ્ચન્દ્ર કવિએ રચેલું છે એમ જણાવી પારિપાર્થક અને સૂત્રધાર વચ્ચેની વાતચીત નેમિનાં પરાક્રમોનો નિર્દેશ કરે છે. તેને ‘વાગર્થહાટક' કહી તેની પ્રશંસા કરી છે. સૂત્રધાર અને નટી વચ્ચેના સંવાદથી સૂચવાય છે કે રાજીમતીના લગ્નમાં કંઈક વિધ્ય આવશે. પ્રસ્તાવના પછી પ્રથમ અંકના પ્રારંભમાં કદંબ અને વેત્રવતીનો વાર્તાલાપ આવે છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે નેમિકુમારની માતા શિવાદેવી પુત્રના વિષયવિમુખ વલણથી ખૂબ ચિંતિત છે. તેથી તેમણે નેમિને લગ્ન કરવા માટે સમજાવવાનું કામ કૃષ્ણને સૂચવેલું છે અને કૃષ્ણ એ કામ પોતાની રાણીઓને-ખાસ કરીને રુકિમણીને સોંપેલ છે.
રુકિમણી અનેક શૃંગારિક યુક્તિઓ વડે નેમિને વિષયો તરફ અભિમુખ કરવા મથે છે, પણ તેના પ્રયત્નો વિફળ જતા જણાય છે એટલામાં રાજા કૃષ્ણ અને નેમિ પ્રવેરો છે. વેત્રવતી કૃષ્ણને સમાચાર આપે છે. રાધાનો વેશ ધારણ કરી એક ગોપી આવી છે. કૃષ્ણ પોતાની બાળપણની સખી તરીકે એને ઓળખી કાઢે છે. પ્રથમ અંક અહીં પૂરો થાય છે.
બીજો અંક અધૂરો અને સાવ ટૂંકો જણાય છે. વસંત નામના પાત્રના મુખમાં વસંત વર્ણનના શ્લોકો મૂક્યા છે અને ત્યારબાદ ગોપી અને નેમિનો ટૂંકો સંવાદ આપ્યો છે. જેમાં નેમિ ગોપીને સમજાવે છે કે કૃષ્ણને અનેક વલ્લભાઓ છે તેથી કૃષ્ણના બીજી ગોપી સાથેના પ્રેમભર્યા વાર્તાલાપથી તેણે દુભાવું ન જોઈએ. રાત્રિના વર્ણન સાથે આ અંક પૂરો થાય છે.
ત્રીજા અંકની શરૂઆતમાં આવતા વિષ્કમ્પકમાં કોઈ પાત્રની પ્રાકૃત ઉક્તિ છે, જેમાં નેમિને વિષયો પ્રત્યે ખેંચવાના પ્રયત્નો સફળ ન થતાં રુકિમણી વગેરેના પ્રત્યાઘાતો આપેલા છે. પછીથી બકુ અને ચમ્પ નામનાં બે પાત્રોના વાર્તાલાપ પરથી ખબર પડે છે કે નેમિ અને રુકિમણી વચ્ચે નેમિના લગ્ન અંગે ચર્ચા થઈ છે. એમાં રુકિમણીએ નેમિને સમજાવવા ઘણી તપૂર્ણ દલીલો કરી. શરૂઆતમાં નેમિ લગ્ન ન કરવાના નિશ્ચયમાં અડગ રહ્યા, પણ અંતે તે માટે સંમતિ આપી. સત્યભામાએ, સૂચવ્યું કે મારી બહેન રાજીમતી એમને માટે અનુકૂળ રહેશે. તેથી રાજાએ વિચક્ષણા અને બીજા કેટલાક લોકોને રામતીના દેખાવ વિશે તપાસ કરવા મોકલ્યા. અહીં વિષ્કમ્મક પૂરો થાય છે.
ત્યારબાદ રાજા અને બલભદ્ર વગેરે નેમિચરિતનો વિચાર કરતાં બેઠા હોય છે. એટલામાં ગૌડ, મારવ, મહારાષ્ટ્રિક ચતુર વગેરે પ્રવેશે છે અને રાજુમતીના સૌંદર્યનાં વખાણ કરે છે. મહારાષ્ટ્રિકમરાઠી ભાષામાં તેના રૂપની પ્રશંસા કરે છે. એ વખતે નેમિ મનોમન બોલે છે કે આઠ ભવના પરિચયથી પ્રેમપરવશ બનેલી આ સ્ત્રી હવે મુક્તિ પામશે. રાજાને આ બધાએ આપેલા હેવાલથી સંતોષ થાય છે.
ચોથા અંકની શરૂઆતમાં કુન્દ અને મચકુન્દ નામનાં બે પાત્રો નેમિના લગ્નનિમિત્તે શણગારાયેલી દ્વારકા નગરીનું વર્ણન કરે છે. પછી કુન્દ આશાભરી રાજીમતીને પ્રવેશ કરાવે છે અને નેમિકુમારના વરઘોડાને