________________
116
શાહ નીલાંજના સુ.
SAMBODHI સોરઠ નામના વિશિષ્ટ છંદને પણ તેમણે ત્રણ શ્લોકોમાં (૮૬-૮૮) પ્રયોજ્યો છે તે નોંધપાત્ર છે. ભાષા અને શૈલી
આ નાટકમાં સ્ત્રીપાત્રો પ્રાકૃત ભાષામાં બોલે છે અને પુરુષ પાત્રો સંસ્કૃતમાં બોલે છે. નેમિના મુખમાં મુકાયેલા શ્લોકો પાંડિત્યપૂર્ણ શૈલીમાં રચાયેલા છે. જ્યારે બાકીનાં પાત્રો સરળ સંસ્કૃત ભાષામાં બોલે છે. આ નાટકમાં કેટલાક સંસ્કૃત શ્લોકો દીર્ધસમાસયુક્ત છે, સંસ્કૃત ગદ્ય પ્રમાણમાં સરળ જણાય છે. આ નાટકની શૈલી પાંચાલી રોલીને ઘણી મળતી આવે છે. ‘મુકુ' નાટક પણ પાંચાલી શૈલીમાં રચાયેલું છે.
આ નાટકમાં પ્રયોજાયેલી પ્રાકૃત ભાષા મોટેભાગે મહારાષ્ટ્ર પ્રાકૃત છે. વેત્રવતી વગેરે ગૌણ પાત્રોની ભાષામાં રૌરસેની પ્રાકૃતની છાંટ જણાય છે. આ નાટકની પ્રાકૃત ભાષા પર જૈન પ્રાકૃતની અસર પણ સ્પષ્ટ જણાય છે. નેમિકુમારની દીક્ષાનો નિર્ણય સાંભળીને રાજીમતી તેને જે શબ્દોમાં ઠપકો આપે છે, તેમાંનો એક શ્લોક અપભ્રંશમાં છે ?
जिम करुणारसपोसु पसुअहं बापुडलाहं पइं।
सामिय ! हुं तु कु दोसु तिम्ह अम्हाडं उवरि जइ ।। (श्लो. ८५) યશશ્ચંદ્ર કવિ, પોતે પણ પ્રાકૃત ભાષાની મીઠારાનો ઉલ્લેખ નાટકમાં એક જગ્યાએ કરે છે ?
असंस्कृतपदाऽप्यहो सुकविभारती शोभते ॥ આ જ વિધાન તેમના આ નાટકમાંના પ્રાકૃત શ્લોકોને લાગુ પાડીને કહી શકાય તેમ છે કે તેમણે રચેલા પ્રાકૃત શ્લોકો મધુર છે.
ત્રીજા અંકમાં તેમણે રાજીમતીનું વર્ણન મહારાષ્ટ્રિક પાસે મરાઠી ભાષામાં કરાવ્યું છે. તે મરાઠી ભાષા જૂની મરાઠી અને અપભ્રંશના મિશ્રણ સમી છે. ઈ.સ.ની બારમી સદીની મરાઠી ભાષાનો નમૂનો આ નાટકમાં જળવાયો છે એ દષ્ટિએ પણ આ નાટક મહત્ત્વનું છે. મર્યાદાઓ
બાહ્ય દષ્ટિએ જોઈએ તો નાટક પ્રકારના રૂપક માટે જરૂરી એવા બધા નિયમો આ કૃતિને લગભગ લાગુ પડે છે. પણ એની કેટલીક મર્યાદાઓને લીધે આ નાટક પૂરું જામતું નથી.
પ્રથમ તો તેનો બીજો અંક સાવ ટૂંકો ને અધૂરો જણાય છે. નાટકના મુખ્ય વિષય સાથે બીજા અંકમાં મળતો નેમિને ગોપીનો સંવાદ એકદમ સંકળાતો નથી. એમ પણ બની શકે કે લેખકે લખેલો બીજા અંકનો અમુક ભાગ લહિયાઓ લખવાનું ચૂકી ગયા હોય. - આ ઉપરાંત પાત્રોના પ્રવેશ અને નિષ્કમ વિશેની સુચનાઓ નાટકમાં ઘણે ઠેકાણે મળતી નથી. નાટકમાં ઘણી જગ્યાએ પાત્રની ઉક્તિ પહેલાં તેનું નામ હસ્તપ્રતમાં આપેલું નથી, તેથી સંદર્ભ પ્રમાણે વિચારીને પાત્રનું નામ આપણે લ્પવું પડે છે. “રાજા” નામનું પાત્ર નાટકના પ્રથમ અને ત્રીજા અંકમાં આવે છે. ત્રીજા અંકમાં આ “રાજા” જે રીતે રાજીમતીને જોવા માટે મહારાષ્ટ્રિક વગેરેને મોકલે છે તે જોતાં તે નેમિકુમાર સાથે નજીકથી