________________
115
Vol. XXIII, 2000 રાજીમતીપ્રબોધ નાટક - એક અવલોકન
ધાત્રી નીપટાવૃતવ તમwા પ્રવડે મૂતા (. રર) સંવાદો ,
સંવાદ એ નાટકનું પ્રાણભૂત તત્ત્વ છે. ‘મુકુ'માં એક ધાર્મિક મુદ્દા પરના વાદવિવાદને સંવાદની મદદથી જ ર્તાએ નાટકરૂપે રજૂ કર્યો છે. તેમણે આ નાટકમાં થોડા પણ વેધક અને જુસ્સાવાળા સંવાદો આપ્યા છે. આ સંવાદોમાં ત્રીજા અંકના વિષુમ્મમાં બકુ અને ચમ્પ વચ્ચે દર્શાવેલા સંવાદ, રુકિમણી અને નેમિનો સંવાદ, નેમિ અને તેમના વડીલો વચ્ચેનો સંવાદ તથા ખાસ કરીને નેમિ અને રાજમતી વચ્ચેનો ટૂંકો સંવાદ ખાસ નોંધપાત્ર છે. અલંકારો અને છંદો :
આ શાંતરસપ્રધાન નાટકમાં યશશ્ચન્દ્ર નાટકની મુખ્ય વસ્તુ સાથે બંધબેસે તેવા અલંકારો યોજ્યા છે તે બાબત ખાસ પ્રશસ્ય છે. આ અલંકારો નાટકના શાંત રસને પોષક બને છે.
યશશ્ચન્દ્ર કવિનો અનુપ્રાસનો શોખ બંને નાટકોમાં ઠેકઠેકાણે જણાઈ આવે છે. તેમણે ઉપમા અલંકાર પણ સરસ રીતે પ્રયોજ્યો છે જેમકે -
ध्वनिरिव कविभणितीनां हरिणदृशां तरुणिमावतार इव ।
હૃદયાર્ષવિદ્યામુદ્યાનમુવાં મધુત્તે . (શો. ર૬) લેષયુક્ત અપ્રસ્તુતપ્રશંસા અલંકાર નીચેના શ્લોકમાં કર્તાએ પ્રયોજ્યો છે :
दुद्धेण वि सित्ताणं उवलाणं न होइ पल्लवुल्लासो।
पयईइ सामलाणं उप्पज्जइ कहवि न हु राओ ॥ (श्लो. २९) બધા અલંકારોમાં ઉ~ક્ષા અલંકાર પ્રત્યે તેમનો પક્ષપાત જણાઈ આવે છે. આ અલંકારના નિરૂપણમાં તેમની ઊંચા પ્રકારની કલ્પનાશક્તિનો પરિચય થાય છે. આ બાબતની પ્રતીતિ કરાવવા માટે તે અલંકારનો એક નમૂનો પર્યાપ્ત થશે.
तद्वक्त्रस्य सितांशुरङ्किततया दास्यं दधन्मोदते तन्नेत्रद्युतिदूषिता कमलिनी झम्पामदाद्वारिणि । तद्बिम्बाधरबन्धुतामलिरुतैर्बन्धूकमाभाषते
नाहं वर्णयितुं क्षमः क्षितिपते ! तामुग्रसेनात्मजाम् ॥ (श्लो. ५०) ઉપર્યુક્ત અલંકાર ઉપરાંત તેમણે દષ્ટાંત, નિદર્શના, પ્રતિવસ્તૃપમા, યમક, રૂપક, વિષમ, શ્લેષ, સ્વભાવોક્તિ વગેરે અલંકારોને યથોચિત સ્થાને પ્રયોજ્યા છે.
આ નાટકમાં તેમણે અનુરુપ, આર્યા, ઉપજાતિ, પૃથ્વી, માલિની, વસંતતિલક, શાર્દૂલવિક્રીડિ શાલિની, શિખરિણી, સોરઠ, સધરા, સવિણી અને હરિણી એમ – ૧૩ છંદો પ્રયોજ્યા છે. શ્લોકોમાંયે ૩૮ આર્યામાં અને ૨૭ શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયા છે. તેથી તે બંને છંદો તરફ તેમનો પક્ષપાત જણાય છે.