________________
Vol. XXIII, 2000 રાજીમતીપ્રબોધ નાટક - એક અવલોકન
113 પણ રાજીમતી પોતે તો ચોથા અને પાંચમા અંકમાં જ દેખાય છે. આ પાત્રનું વ્યક્તિત્વ એવું નિરાળા પ્રકારનું છે કે, સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલી એકે નાયિકાના પ્રકારમાં તે બંધબેસે તેમ નથી. નેમિનો સંસારત્યાગનો નિર્ણય જાણતાં પોતાના પ્રત્યાઘાતો એવા ગૌરવપૂર્વક તેણે આપ્યા છે કે કૃષ્ણ પણ તેનાં વખાણ કરે છે :
મરો પ્રેમામૃતતfoળી વાળી ધારિણીસુતાયા: I (શો. ૮ર પછીની લાઈન) જીવનની કટોકટીભરી ક્ષણે પણ તેણે સ્વસ્થતા જાળવીને નેમિને જે રીતે ઠપકો આપ્યો છે, તે તેની વ્યથાને બરાબર રીતે પ્રકટ કરે છે. અંતે નેમિ તેમના પૂર્વભવોની યાદ કરાવે છે, ત્યારે તે પ્રબુદ્ધ થઈ, નેમિને દીક્ષા લેવા સંમતિ આપે છે.
કૃષ્ણ અને તેમની પટરાણી રુકિમણી પણ આ નાટકમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમણે નેમિને સંસારમાં આકર્ષવા અનેકાનેક પ્રયુક્તિઓ અજમાવી. તેમાં ન ફાવતાં, રુકિમણીએ સજ્જડ દલીલો કરી, છેવટે નેમિને લગ્ન માટે હા પડાવી, કૃષ્ણનું પાત્ર આ નાટકમાં મહત્ત્વનું છે તેનો ખ્યાલ તેમના અને નેમિના મુખમાં ભરતવાક્ય મુકાયું છે તેના પરથી પણ આવે છે.
બીજાં પુરુષ પાત્રોમાં રાજા, સમુદ્રવિજય, ઉગ્રસેન, બલભદ્ર, વસુદેવ, કદંબ, બકુ, ચતુર, કુન્ડ, ગૌડ, મહારાષ્ટ્રિક, મારવ, કોંકણી વગેરે છે.
યશશ્ચંદ્ર આ નાટકમાં પાત્રોના પૌરાણિક સંબંધોને પણ જૈન પૌરાણિક પરંપરા અનુસાર દર્શાવે છે. તેમણે રાજીમતી અને સત્યભામાને ઉગ્રસેનની પુત્રીઓ તરીકે દર્શાવી છે. તો સમુદ્રવિજય અને વસુદેવને સગા ભાઈઓ તરીકે દર્શાવ્યા છે. આમ નેમિ અને કૃષ્ણ નજીકના પિતરાઈ ભાઈ થાય છે, જ્યારે ભાગવત, પુરાણ વગેરે પુરાણોમાં સત્યભામાને સત્રાજિતની પુત્રી દર્શાવવામાં આવી છે, તે પરંપરામાં રાજીમતી અને સમુદ્રવિજયનું નામ નથી અને કૃષ્ણ અને નેમિને તેમાં ખૂબ દૂરના પિતરાઈ દર્શાવ્યા છે.
આ સંદર્ભમાં બીજો પણ એક મુદ્દો નોધવા લાયક છે. રાજીમતીનો દેખાવ કેવો છે એની તપાસ કરવા રાજાએ એક ગૌડ (બંગાળી)ને, એક મહારાષ્ટ્રિક (મરાઠી)ને, એક મારવ (મારવાડી)ને, સૌવિકલ્લ (કંચુકી)ને અને એક કોંક (કોકણી) વગેરેને મોકલ્યા હતા. આ મુદ્દો એતિહાસિક દષ્ટિએ એ રીતે મહત્ત્વનો છે કે ગૌડ, મહારાષ્ટ્ર, મારવ અને કોંકણ વગેરે પ્રદેશો ઈ.સ.ની બારમી સદીમાં પણ આજે ઓળખાય છે એ નામે ઓળખાતા હતા અને ગુજરાતના સોલંકી રાજાઓ આ પ્રદેશો સાથે સંપર્ક ધરાવતા હતા
રસ :
આ નાટનો મુખ્ય રસ રાન છે તે સ્પષ્ટ છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે નાટક પ્રકારના રૂપકમાં મુખ્ય રસ વીર અથવા શૃંગાર હોય. આ નાટક તે બાબતમાં જુદું પડે છે. તેમાં નેમિનાં પરાક્રમોના વર્ણનમાં વીર રસ સૂચવાય છે, ગોપી અને કૃષ્ણના પ્રસંગમાં શૃંગાર રસનો આછો અણસાર છે, નેમિનો દીક્ષાનો નિર્ણય જાણતાં બંને બાજુના વડીલોના તેમજ રાજીમતીના પ્રત્યાઘાતો કરુણ રસનું નિરૂપણ કરે છે.
નેમિનો વિષય તરફનો વૈરાગ્ય, સાંસારિક સુખો પ્રત્યે ઉદાસીનતા, દીક્ષા લેવાનો અફર નિર્ણય, મોક્ષ માટેની અદમ્ય આકાંક્ષા – આ બધું શાન્ત રસને નિરૂપે છે. વીર, શૃંગાર અને કરુણ એ ત્રણે રસો પણ ગૌણ બનીને શાન્ત રસને જ પુષ્ટ કરે છે, કારણ કે બધા જ પ્રસંગો છેવટે નેમિની દીક્ષાને સૂચવે છે અને