________________
112 શાહ નીલાંજના સુ.
SAMBODHI નિર્ણય જાહેર કરે છે. રાજમતીના પ્રત્યાઘાતોને અને પછી નેમિની દીક્ષા માટેની તેની સંમતિ દર્શાવતો નાટકનો અંતિમ ભાગ તેના શીર્ષકને સાર્થક કરે છે.
પાત્રો
આ નાટકના નાયક નેમિકુમાર છે, જે પાછળથી જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ તરીકે જાણીતા થયા. એમના પાત્રને કવિએ એમના ગૌરવને છાજે તે રીતે આલેખ્યું. સંસ્કૃત નાટ્યશાસે દર્શાવેલા નાયકના ચાર પ્રકારોમાંથી નેમિને કયા પ્રકારના ગણવા તે બાબત ચિત્ય છે, કારણ કે એમની કક્ષા એટલી ઊંચી છે કે કોઈપણ પ્રકારમાં એ બંધ બેસે નહીં, તેમ છતાં એમનો પ્રકાર નક્કી કરવો હોય તે એમને, ધનિકને અનુસરીને ધીરોદાત્ત નાયક ગણવા પડે. “દશરૂપક ટીકાકાર ધનિકે ધીરાદાત્તના લક્ષણ (દ.રૂ. ૨.૪-૫) પર ચર્ચા કરતાં સ્પષ્ટ કર્યું છે કે, ધીરોદાત્ત નાયકમાં જે ઔઠાત્ય અભિપ્રેત છે. તે માત્ર વિજિગીષ નાયકમાં જ હોય તેવું નથી. ઔદાચ તે તો સર્વોત્કૃષ્ટ વૃત્તિ છે, અને તે વૃત્તિની જીમૂતવાહન વગેરેમાં સહેજે ઊણપ નથી. જે કોઈપણ શૌર્ય, ત્યાગ, દયા વગેરે ગુણોથી બીજા કરતાં ચઢિયાતો હોય તે ધીરાદાત્ત કહેવાય. આ જ દલીલ લાગુ પાડીને આપણે નેમિને ધીરોદાત્ત નાયક ગણાવી શકીએ. નેમિના મુખમાં કર્તાએ ગૃહસ્થાશ્રમનાં અનિષ્ટો વિશે અને ઉપશમપ્રધાન વૈરાગી જીવનનાં સુખો વિશે જે વિચાર મૂક્યા છે તે નોંધવા જેવા છે.
क्रोधोद्बोधसमुद्धरेन्धनचिताधूमध्वजश्यामले गर्वाखर्वतराक्षराक्षसकुले मायासृगालीमये । तृष्णादुस्तटिनीतटान्तविकटाक्रन्दैकदुःखाकरे સંતરે દરિવિન્તરિ ! તિં વુર્વીત ઃ વિઃ II (૪ો. ૩૮) उपशमसुधासिन्धुस्निग्धे महाव्रतपादपे समितिहरिणश्रेणीरम्ये विवेकतपोवने मधुकरकलाभिक्षाहार-प्रकल्पितवृतयः
પહૃતફાવેશવનેશ: પ વિનો વિ . (Aો. ૩૬) નેમિનું માનવું એમ છે કે પરિણીત માણસ સ્ત્રીરૂપી જાળમાં ફસાયેલો છે. સ્ત્રીઓના મોહપાશમાં જક્કાવું, તેને તેઓ નરકમાં પ્રવેશ કરવા સમાન માને છે. નેમિના વિષયવિમુખ સ્વભાવનો પરિચય પામવા માટે નીચેનો એક જ શ્લોક પૂરતો છે :
विषयविमुखीभूतस्वान्ताः श्रयन्ति वनानि ये विरलविरलास्ते क्वापि स्फुरन्ति विवेकिनः । अपि गृहजुषो ये ताप्यन्ते न कामकृशानुना
ગતિ સવાજો તે શોપમ વસ્તુ કુર્તમ છે (જે. ૧૩) આ નાટકની નાયિકા ઉગ્રસેનની પુત્રી રાજીમતી છે. નાટકના પ્રથમ બે અંકોમાં તેનો પ્રવેરા તો નથી જ પણ ઉલ્લેખ સુદ્ધાં નથી. ત્રીજા અંકમાં તેના, અનુપમ સૌંદર્યનું વર્ણન જુદાં જુદાં પાત્રોને મુખે અપાયું છે,