________________
148
SAMBODHI
સંગ્રહસ્થાનમાં પ્રદર્શિત ચીજોનું આવકાર્ય સચિત્ર-સૂચિ પ્રકાશન જૈન ધર્મ અને સંસ્કૃતિના વિકાસમાં પાલિતાણા નગરનું અને વિરોષતઃ શેત્રુજ્યની ગિરિમાળાનું દાયિત્વસભર મહત્ત્વ પ્રસ્થાપિત થયેલું છે. આવા વિકાસમાં એક તરફ શ્રમણ સંઘના પ્રેરણા અને જ્ઞાન તથા બીજી બાજુ શ્રાવક સંઘનાં ઔદાર્ય અને આર્થિક સહયોગ અવિસ્મરણીય બની રહે છે. તનમનના શુદ્ધિકરણ માટે માનવજીવનમાં તીર્થોનું માહામ્ય પ્રત્યેક ધર્મ સ્વીકાર્યું છે. આથી માનવ સંસ્કૃતિના ઇતિહાસને જાણવા મિષે તીર્થોનો અભ્યાસ ઉપયોગી નીવડે છે. પાલિતાણા અનેરું તીર્થસ્થાન જૈન સમાજ માટે અભિભૂત થયેલું છે; અને શેત્રુજ્ય મંદિર નગર તરીકે મખ્યાકર્ષણસમં છે. આપણે જાણીએ છીએ કે તીર્થસ્થાન હંમેશાં વિકસતી પ્રક્રિયા છે. આ તીર્થસ્થાન અને મંદિર નગર વિરોના ગ્રંથો ઘણા બધા હાથવગા છે. પરંતુ તીર્થસ્થાનો બધી વખત સંગ્રહાલયોથી મંડિત હોતાં નથી. પાલિતાણા આ બાબતે અપવાદરૂપ છે.
આ ભૂમિકા સંદર્ભે આજે અહીં શેત્રુંજ્યની તળેટીમાં સ્થિત “શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન” નામક સંગ્રહાલય અંતર્ગત માયાભાઈ-માણેકબહેન સ્મૃતિખંડમાં પ્રકાશિત પ્રતિમાઓ, પ્રતિકૃતિઓ, ફોટાઓની હૂબહૂ ઓળખ આપતું એક સચિત્ર સૂચિપત્ર તાજેતરમાં પ્રકાશિત થયું છે. પ્રકાશન કર્યું સંગ્રહાલયના સ્થાપક માયાભાઈ ઠાકરશ્રી શાહના પરિવારે, ખાસ તો એમના વિદ્યમાન મોભી શ્રી રાજેન્દ્રભાઈ માયાભાઈ શાહે એમનાં માતાપિતાની
સ્મૃતિમાં તો આ સંગ્રહાલયના નિર્માણમાં પ્રેરણાસ્ત્રોત રહ્યા પ્રાચ્યવિદ્યાના અભ્યાસી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિશાલસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબ. આથી સંગ્રહાલય સાથે એમનું નામ અનુસ્મૃત થયેલું છે. અવલોકન હેઠળના સચિત્ર પુસ્તકનું મુખપૃષ્ઠ આ બાબતની સાહેદી પૂરે છે. આમ મુનિજીની પ્રેરણા અને માયાભાઈ પરિવારની સંકલ્પતાનો સુભગ સમન્વય અહીં પ્રત્યક્ષ અનુભવી શકાય છે. આ અવલોકનકારને 'વિશાલ જૈન કલા સંસ્થાન” અંતર્ગત માયાભાઈ ઠાકરશી શાહ અને શ્રીમતી માણેકબહેન માયાભાઈ શાહ સ્મૃતિખંડના ઉદ્ઘાટક તરીકે ૨૭-૪-૧૯૯૮ના રોજ પ્રસ્તુત કલાસંસ્થાન જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શેઠશ્રી માયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટ તરફથી પણ માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. ઉપરાંત જ્ઞાન વિસ્તરણની પ્રવૃત્તિઓ પણ થાય છે, જે આપણે પ્રસ્તુત કલા સંસ્થાનથી જાણી શકાય છે. શ્રાવકસંઘની સંખ્યાધિક પ્રવૃત્તિઓમાં પુસ્તક સંગ્રહ અને પ્રકાશન એ બે પ્રવૃત્તિઓ જ્ઞાન વિસ્તરણ ક્ષેત્રે ધ્યાનાર્હ ગણાય છે. માયાભાઈ શાહના પરિવાર તરફથી આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન થતું રહે છે. તે સંદર્ભે એમના તરફથી પ્રકાશિત સચિત્ર કેટલૉગનું અવલોકન અહીં પ્રસ્તુત છે.
આશરે ૮૦ જેટલાં રંગીન ચિત્રો આ પ્રકારનમાં સામેલ છે; જેમાં કેટલાંક ચિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા જેટલાં છે તો વિરોષ પ્રમાણમાં પૂર્ણકદનાં ચિત્રો છે. થોડાંક તો બે પૃષ્ઠના વિસ્તારને આવરી લે છે. સુંદર ચકચકિત આર્ટ પેપર ઉપર છાપેલા આ બધા જ ફોટાઓ ખરેખર સુંદર છે અને નયનરમ્ય તો છે જ. પણ તે સાથે આ ચિત્રો ઉપરથી લાંબા સમય સુધી મજર હઠાવવી ના ગમે તેવાં છે. પ્રત્યેક ચિત્ર સુંદર રીતે અભિવ્યક્ત થયું છે. આ અભિવ્યક્તિ એટલી તો સૂક્ષ્મ અને પારદર્શક છે કે જાણે આપણે પ્રત્યક્ષ રીતે સંગ્રહાલયમાં પ્રદર્શિત પ્રતિમા અને પ્રતિકૃતિને કે ચિત્રને નિહાળતા હોઈએ એવો સુખદ અને અભ્યાસુ અનુભવ થાય છે. આ સમગ્ર સંગ્રહખંડ અને આ પ્રકારાનને મઢવામાં જે ચિત્રકારોએ સહયોગ પ્રદાન કર્યો છે એવા ૧૭ ચિત્રકારોનો સચિત્ર પરિચય પણ આપ્યો છે. સામાન્ય રીતે સૌજન્યનો ઔપચારિક વિવેક પ્રસ્તાવનામાં એક કકરા મારફતે રજૂ થાય છે. અહીં તો પ્રકાશકો પરદા પાછળ રહ્યા છે અને આ સન્માનીય ચિત્રકારોનો, અલબત્ત સંક્ષિપ્ત પણ પ્રભાવક, પરિચય ચાર પૃષ્ઠની જગ્યા રોકે છે. તે સાથે ક્યા ક્યા કલાકારે આ સંગ્રહ ખંડને મઢવામાં કેવા પ્રકારનો સહકાર આપ્યો છે તેની નોંધ લીધી છે. મહત્ત્વનું તો એ છે કે આ બધા કલાકારો સમાજના વિવિધ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે; કેવળ જૈન કલાકારો નથી.