Book Title: Sambodhi 2000 Vol 23
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 117
________________ 110 રાહ નીલાંજના સુ. SAMBODHI વર્ણવે છે. પ્રદ્યુમ્ન, શાબ, બલભદ્ર વગેરે અગ્રણી યાદવો છે, વિચક્ષણાનેમિના રથને વર્ણવે છે અને પ્રિયમ્ નામનું સ્ત્રીપાત્ર નેમિના સુંદર દેખાવને વર્ણવે છે, અને અંક પૂરો થાય છે. પાંચમો અંક એક પુરુષપાત્રના પ્રવેરાથી શરૂ થાય છે. તે આવીને રાજીમતીના પિતા ઉગ્રસેનને ખબર આપે છે કે લગ્ન અંગેના જમણ માટે પૂરેલાં પ્રાણીઓના કરુણ આક્રંદ સાંભળી નેમિકમારે પ્રાણીઓને છોડાવ્યાં. આ વાત સાંભળી બંને પક્ષના વડીલોને ખ્યાલ આવી જાય છે કે નેમિ હવે દીક્ષા લેશે. શિવાદેવી નેમિનો પ્રબળ વૈરાગ્યભાવનાને જોઈ ખૂબ નિરાશ થાય છે. નેમિ વડીલોને આશ્વાસન આપે છે અને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કરે છે. કૃષ્ણના પિતા વસુદેવ અને ભાઈ બલભદ્ર વગેરે નેમિને નિર્ણય બદલવા ખૂબ સમજાવે છે, પણ તે મક્કમ રહે છે. એટલામાં રાજીમતી પ્રવેશે છે અને આવો કઠોર નિર્ણય લેવા બદલ નેમિને ઠપકો આપે છે કે મગજળથી આકર્ષાયેલી ને પછી છેતરાયેલી હરિણી જેવી તેની દશા નેમિના પ્રણયમાં પડ્યા પછી થઈ છે. નેમિ તેને આઠ પૂર્વજન્મોના સાહચર્યની યાદ દેવડાવે છે. જે સાંભળતાં તેને જાતિસ્મરણ થાય છે. પોતાને પ્રબુદ્ધ કરવા બદલ તે નેમિનો આભાર માને છે અને તીર્થનો ઉદ્યોત કરવા વીનવે છે. અંતમાં કૃષ્ણ અને નેમિ વડે બોલાતા ભરતવાક્ય સાથે નાટકનું સમાપન થાય છે. નાટકનું મૂળ ‘રાખ.” નાટકની વસ્તુ એટલી પ્રાચીન અને સુપ્રસિદ્ધ છે કે એનું ચોક્કસ મૂળ શોધવું મુકેલ છે. આગમગ્રંથોમાં માત્ર ઉત્તરાધ્યયન સૂત્ર બાવીસમા અધ્યયનમાં નેમિના પૂરા ચરિત્રની રૂપરેખા આપે છે, પણ તે ઉપરાંત ઉત્તરાધ્યયન સૂત્ર પરની નેમિચંદ્રની વૃત્તિ પણ યશશ્ચન્દ્ર સમક્ષ હતી. ‘હરિવંશપુરાણ (ઈ. સ. ૭૪૩), ‘ચઉષ્પન્નમહાપુરિસચરિય” (ઈ.સ. ૮૬૮), ઉત્તરપુરાણ (ઈ.સ. ૮૯૦), મહાપુરાણ (દસમી સદી) – આ જૈનપુરાણગ્રંથોમાં પણ નેમિનાથનું ચરિત્ર વિગતે નિરૂપાયેલું છે. યાશ્ચંદ્રના નાટકને અભ્યાસ કરતાં લાગે છે કે આગમગ્રંથો અને આગમિક વ્યાખ્યાઓ કરતાં આ પુરાણ ગ્રંથોનો યશશ્ચંદ્ર પર વધારે પ્રભાવ પડ્યો જણાય છે. આ નાટકના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : જેમકે નેમિનું વિરક્ત વલણ, તે અંગેની માતાપિતાની ચિંતા, તેમને સંસારમાં પલોટવા કૃષ્ણ રુક્મિણી વગેરેના પ્રયત્નો, વસંતવર્ણન, રાજુમતી સાથેનું વેવિશાળ નેમિનો વરઘોડો, લગ્ન અંગેના જમણ માટે પૂરેલાં પ્રાણીઓનું કરુણ આક્રંદ સાંભળી નેમિનો વૈરાગ્ય અતિ પ્રબળ થવો, તેમનો દીક્ષા લેવાનો મક્કમ નિર્ણય, વડીલોની વ્યર્થ સમજાવટ અને રાજુમતીનું પ્રબોધન. આ બધું જુદી જુદી રીતે પણ ઉપર્યુક્ત પુરાણોમાં વિગતે નિરૂપાયું છે, તેથી સંભવ છે કે યશશ્ચન્ટે આ પુરાણોમાંથી પ્રેરણા ઝીલી હોય. માત્ર બે જ બાબતો પુરાણોમાં કે બીજે ક્યાંય મળતી નથી. બીજા અંકમાં મળતો નેમિ અને ગોપીસંવાદ યશશ્ચન્દ્ર કલ્પેલો છે. તે જ પ્રમાણે રાજાએ રાજીમતીના દેખાવની તપાસ કરવા જુદા જુદા પ્રદેશો માણસોને તેને ત્યાં મોકલ્યા તેવો ‘રાઝ'માં મળતો વૃત્તાંત પણ યશશ્ચન્દ્ર પોતે કલ્પેલો જણાય છે. આ સંદર્ભમાં બીજો એક મુદ્દો પણ નોંધપાત્ર છે. હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિ. માં મળતાનેમિચરિત્ર અ રા' નાટકમાં ઘણી બાબતોમાં સામ્ય નજરે ચડે તેવું જણાય છે, દા.ત., વસંતવર્ણનમાં, લગ્ન પ્રસંગ

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157