Book Title: Sambodhi 2000 Vol 23
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 118
________________ Vol.XXIII, 2000 રાજીમતીપ્રબોધ નાટક - એક અવલોકન 111 શોભાયમાન દ્વારકાના વર્ણનમાં વડીલોની નેમિને દીક્ષા ન લેવા માટેની કરેલી દલીલોમાં અને નેમિનો દીક્ષા લેવાનો નિર્ણય જાણ્યા પછી રાજીમતીએ આપેલા પ્રત્યાઘાતોમાં. એ શક્ય છે કે યશશ્ચન્દ્ર હેમચંદ્રાચાર્ય રચેલા ત્રિષષ્ટિગ્રંથનો અભ્યાસ ક્ય હોય અને તેથી તેની ઠીક ઠીક અસર આ નાટક પર પડી હોય. આ નાટકમાં નેમિ ઉજ્જયંત પર દીક્ષા લેવાના છે તેમ જણાવ્યું છે. પ્રાચીન જૈન આગમો નેમિનાથની દીક્ષા રૈવતક પર્વત પર અને કેવલ અને નિર્વાણ ઉજજયંત પર્વત પર દર્શાવે છે. સમય જતાં રેવતક અને ઉજ્જયંત પર્વત એક મનાવા લાગ્યા. અને તેથી જૈન પુરાણ ગ્રંથો પણ નેમિની દીક્ષા ઉજ્જયંત પર્વત પર થઈ એમ દર્શાવે છે. તેમને અનુસરીને યશશ્ચંદ્ર પણ નાટકમાં દીક્ષાના સ્થાન તરીકે ઉજ્જયંતને દર્શાવ્યા છે. આ બધું જોતાં આ નાટકનો મુખ્ય આધાર જૈન પુરાણગ્રંથો લાગે છે. નાટક તરીકે “રાપ્ર.નું મૂલ્યાંકન આ કૃતિની પ્રસ્તાવનામાં ‘રાખ.” રૂપકને તેમણે રાખ. નાટક’ એમ કહ્યું છે. તેથી એમ માની શકાય કે આ નાટક પ્રકારનું રૂપક છે તેમ એમને ઉદ્દિષ્ટ છે. એમણે “મુકુ.” રૂપકને ‘મુકુપ્રકરણ’ કહ્યું છે તે બાબતથી આ અનુમાનને સમર્થન મળે છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓએ “નાટક’ પ્રકારના રૂપના બાહ્ય ક્લેવર માટે નક્કી કરેલા મોટા ભાગના નિયમો આ રચનાને લાગુ પડે છે. આ નાટકમાં પાંચ અંકો છે. નાટકની શરૂઆત નાન્દી શ્લોકથી થાય છે અને તેમાં નેમિના વિરક્ત સ્વભાવનું સૂચન મળે છે. સૂત્રધારના નટી સાથેના સંવાદથી રાજીમતીના લગ્નમાં આવનારા વિદ્ધનો પણ અણસાર મળે છે. આ નાટકની પ્રસ્તાવના થોદ્ધાત પ્રકારની ગણાય, કારણ કે પ્રસ્તાવનાના અંતે કુશીલ વડે બોલાયેલા શ્લોકને ગણગણતાં કદમ્બ અને વેત્રવતી પ્રથમ અંકમાં પ્રવેશ કરે છે. આ નાટકમાં પ્રવેશક નથી. ત્રીજા અંકના આરંભમાં વિષ્કમ્બક છે, જેમાં બકુ અને ચમ્પ નામનાં પાત્રોનો સંવાદ છે. ઈ.સ.ની દસમી-અગિયારમી સદી પછી રચાયેલાં અને ખાસ કરીને ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોમાં વિષ્કમ્પક વધારે લાંબો હોય છે. એ લાક્ષણિક્તા આ નાટમાં પણ છે. ત્રીજા અંકના મુખ્ય દશ્ય કરતાં વિષ્કમ્પકનો વિસ્તાર વધારે છે. વિષ્કમ્મક પરથી ખ્યાલ આવે છે કે નેમિએ લગ્ન કરવા સંમતિ દર્શાવી છે. આ નાટકમાં અંતે કૃષ્ણ અને નેમિ વડે બોલાયેલું ભરતવાક્ય આવે છે, જે યશશ્ચંદ્રની ઊંચી આધ્યાત્મિક દષ્ટિનો ખ્યાલ આપે છે : उन्मीलदुज्ज्वलविवेककलाविलासा दूरीभयद्गाहनमोहतमः प्रपञ्चा। नाम्ना सुखे विषयजे परमार्थदुःखे મા મૂતિઃ શુવિધિયામમનાપૂમિઃ II (જ. ૧૦) આ નાટકનો સાર જોતાં સ્પષ્ટ થાય છે કે તેની વસ્તુસંકલના એવી છે કે પ્રથમ ચાર અંકો પાંચમા અંક માટેની પૂર્વભૂમિકા બની રહે છે. આ ચાર અંકોમાં નેમિની વિરક્ત પ્રકૃતિ પર ભાર દેવાયો છે. ને બીજી બાજુ રુકિમણી વગેરેના નેમિને સંસાર પ્રત્યે ખેંચવાના પ્રયત્નો પણ ઉપસાવાયા છે. નાટકની પરાકાષ્ઠા પાંચમા અંકમાં આવે છે, જ્યારે નેમિ પરણવા જતી વખતે પ્રાણીઓ માટેની કરુણાથી પ્રેરાઈને દીક્ષાનો

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157