________________
14 શાહ નીલાંજના સુ.
SAMBOI રાજીમતીના પ્રબોધનમાં પરિણમે છે.
સંત નાટ્યશાસ્ત્રીઓમાં, નાટકમાં મુખ્ય રસ શાન્ત હોઈ શકે કે કેમ એ બાબતમાં વિવાદ પ્રવર્તે હકીક્તમાં શાન્તરસપ્રધાન નાટકના નમૂના પણ સંસ્કૃત સાહિત્યમાં ઘણા ઓછા મળે છે, જેમકે નાગ વગેરે. યશશ્ચન્દ્ર આ નાટક રચીને સંસ્કૃત સાહિત્યના સાન્તરસપ્રધાન નાટકોમાં એકનો ઉમેરો ર્યો છે પ્રદાન તો મહત્ત્વનું છે જ, પણ તે ઉપરાંત નાટકમાં મુખ્ય રસ તરીકે શાન્તરસનું સારી રીતે નિરૂપણ શકે છે તે પણ દર્શાવી દીધું છે. વર્ણનો ?
મુફ”માં મળતાં વર્ણનોની સરખામણીમાં ‘રાખ.'માં મળતાં વર્ણનો રસપ્રદ, અલંકૃત અને વ જીવંત હોય તે સ્વાભાવિક છે કારણ કે મુકુ’નો વિષય ધાર્મિક વાદવિવાદને લગતો છે, જ્યારે રાષ્ટ્ર વિષય નેમિ અને રાજુમતીને લગતો છે. આ વર્ણનોને વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે યશશ્ચ કવિપ્રતિભાને આ નાટકમાં પૂરેપૂરો અવકાશ સાંપડ્યો છે. પ્રાકૃતિક દશ્યોના વર્ણનમાં માન મનોભાવોને વણી લેતાં તેમને સરસ આવડે છે. તે બીજા અંકમાં આપેલા વસંત વર્ણનથી જણાય જુદાંજુદાં પાત્રો પોતપોતાના દષ્ટિકોણથી રાજીમતીના સૌંદર્યનું વર્ણન આપે છે. સ્ત્રી શરીરનાં આ વર્ણન તેમણે સહેજ પણ અશ્લીલતામાં સરી પડ્યા વગર ભાષામાં જે સંયમ જાળવીને, શિષ્ટ અને સરસ વા આપ્યાં છે, તે ખરેખર પ્રશસ્ય છે.
ચોથા અંકમાં, નેમિના રથનું તથા વરઘોડાનું જે આબેહૂબ વર્ણન આપ્યું છે તે પણ નોંધપાત્ર ૬
રથનું વર્ણન પ્રાકૃતમાં શ્લિષ્ટ વિશેષણોની મદદથી એવી રીતે આપ્યું છે કે તે રથને અને તેમાં બિરા નેમિકુમારને બંનેને એકસાથે લાગુ પડે છે.
चतुमणहररयणो सुहओ सच्चकानंदणो विमलचित्तो।
अक्खय-अक्खयविलासो नेमिकुमारुव्व एसो रहो ॥ (श्लो. ६२) રાના બીજા એક શ્લોક(૩૪)માં પણ તેમણે શ્લેષ અલંકાર એવી રીતે યોજ્યો છે કે રાજી વર્ણન દીક્ષાને પણ લાગુ પડી શકે. આ વર્ણનો તેમની શ્લેષ અલંકાર પરની પક્કને દર્શાવે છે.
આ ઉપરાંત નેમિકુમારના વરઘોડામાં બલભદ્ર, સાંબ, પ્રદ્યુમ્ન વગેરે યાદવવીરોમાંના પ્રત્યેકનું એક શ્લોકમાં એવી રીતે વર્ણવ્યું છે કે દરેકના જીવનની મહત્ત્વની ઘટનાનો નિર્દેશ તેમાં થઈ જાય. લગ્ન શણગારાયેલી દ્વારકાનું વર્ણન પણ એવું જ રસ સરસ છે. સંસ્કૃત સાહિત્યમાં ભાગ્યે જ રાત્રિનું આવું સુંદર વર્ણન મળે છે ?
कस्तूरीस्तबकांङ्कितेव ककुभां पङ्क्तिः पिकप्रेयसी मालामांसलितेव काननमहीद्यौर्मेदुरेवाम्बुदैः । क्रीडत्केकिशिखण्डमण्डनवतीवाधित्यका क्ष्माभृतां