________________
Vol. XVIII, "92-93 સ્થાપના વગેરે અંગે ‘ફાગબંધમાં કહેવાનો ઉપક્રમ કર્યો છે?
श्रीशारदां हृदि ध्यात्वा, नत्वा श्रीनाभिनंदनं,
વૉાં, તેવા સ્થાપના.. ઋષભદેવ યૌવનવય પામ્યા તે સમયે ઈદ્ર મહોત્સવ કર્યો પછી એમને તે સિંહાસન પર બીરાજમાન કરે છે, તે પ્રસંગ કવિ સંક્ષિપ્તમાં આલેખે છે.
રાજ સમય જાણી કરી, કરઈ મહોત્સવ ઈદ, બહુ આભરણઈ શોભતાં, સિંહાસણિ જિણચંદ ૫ બિહુ પાસઈ ચામર ઢલઈ, મેઘાડંબર છત્ર,
રાજ કરઈ રલી આમણું, ઋષભદેવ સુપવિત્ર. ૬ વસંતઋતુનો આરંભ થતા પ્રકૃતિમાં જે પરિવર્તન થાય છે. એનું કવિએ ઉચિત સુંદર પ્રાસ અને અનુપ્રાસની સહાય વડે કરેલ વર્ણન રૂચિર બની રહે છે.
એક અવસરિ હિવ હોઈ, ઋતુ મધુ માધવ જોઈ, માધવી મહમહઈએ, મધુકર ગહગઈ. ચંપક બહુલ મંદાર, મહોંય સવિ સહકાર, મલયાચલ તણીએ, સુરભિ પવન ઘણઉએ. ૮ લવંગ તાલ તમાલ, કરણી વેલિ ગુલાલ,
વન રલીઆમણુ એ, એહવે સોહામણું એ. વસંતના પ્રભાવે ક્રીડા કરતા યુગલો અને દેવો, સુમધુર સ્વરે ગાન કરતી કોકિલા, વર્તુલમાં ફરતા યુગલો, જળમાં કેલિ કરતા યુગલો, કુસુમ-સેજ બીછાવતી મૃગનયની ગજગામિની નારીઓ, અંગ પર શણગાર કરતી નાચતી અપ્સરાઓ વગેરે ના પ્રાસાનુપ્રાસની રચનાની સહાયથી કવિએ સુરેખ ચિત્રો ઉપસાવ્યાં છે.
એક ખંડોનેલિ ખેલઈ, ગેલિ કરઈ જલ-કેલિ, એક વિલેપન બાવન, ચંદન મૃગમેદ મિલ. ૧૧ પુષ્પ તણા ઘર કે કરઈ, કે કરઈ કુસુમની સેજ. મૃગ-નયણી ગજગામિની, આણઈ અધિકઈ હેજ. ૧૨ અપછર નાચઈ રગિ, અંગિ કરી સિણગાર,
માદલ ભૂગલ ભરીઅ, તાલ નફેરીઅ એક ૧૩ ઋષભદેવને કેવલજ્ઞાન થયું તે પ્રસંગે ઐરાવત હાથી પર આરોહણ કરી આકાશમાંથી ઉતરી આવેલ ઈદ્ર તથા કનકરથ પર કે અશ્વ પર કે રાજહંસ પર કે ગરુડ કે વૃષભ પર બેસી આવેલા અન્ય ચોવીસ દેવોનું વર્ણન કવિએ સંક્ષિપ્તમાં સુરેખ આલેખ્યું છે તથા એમણે કરેલ સમોસરણ'ની રચનાનું વર્ણન લક્ષપાત્ર છે.
સહસ વરિસ હતું નિરમલ, કેવલનાણ નિણંદ, અમર આકાતિહિં ઊતરઈ, ઊતરઈ અપછર વૃદ, ૧૯ ઈદ્ર ઐરાવણ વારણ, આરોહઈ મનરગિ, એક કનકરથ બઈઠલા, ચઢિઅલા એક તુરંગિ, ૨૦ રાજહંસ સુર કે ચઢયા, કે ચઢિયા ગગુડિ વિમાન, કઈ વૃષભ-વર વાણિ, કે પંચાનણિ જાણિ. ૨૧
જુઓ. જૈન ગૂર્જર કવિઓ, લે.મો.દ. દેસાઈ ૧