Book Title: Sambodhi 1993 Vol 18
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 109
________________ 102 SAMBODHI કમરબંધ અને ચુસ્ત અધોવસ્ત્રને રેખાઓ દ્વારા વ્યક્ત કરેલ છે. બે પગ વચ્ચે ઢીંચણ સુધી લટકતી વસ્ત્રની પાટલી અને પગમાં કલ્લાં છે. પ્રત્યેક માતૃકાના ડાબા પગ પાસે પોતાનું વાહન દ્રષ્ટિગોચર થાય છે. સળંગ હરોળમાં ઊભેલ માતૃકાઓમાં માહેશ્વરી, બ્રાહી, વૈષ્ણવી, વારાહી, ઐન્દ્રી, કીબેરી અને ચામુંડાની પ્રતિમાઓ જોઈ શકાય છે. (૧) માહેશ્વરીના મસ્તકે જટા મુકુટ છે. ચાર હાથમાં વરદ, ત્રિશૂલ, નાગ અને બાળક ધારણ કરેલ છે. ડાબા પગ પાસે વાહનની ઘસાયેલી આકતિ નજરે પડે છે. (૨) બાલીના મસ્તકે ત્રિકુટ મૂકટ અને ચર્તુભુજમાં અનુક્રમે વરદ, પુસ્તક, પદ્મ અને બાળક જોઈ શકાય છે. ડાબા પગ પાસે વાહન હંસ છે. (૩) વૈષ્ણવીના મસ્તકે અલંકૃત કરંડમુકુટ, ચાર હાથમાં વરદ, ગદા, ચક્ર અને બાળક ધારણ કરેલ નિહાળાય છે. ડાબા પગ પાસે વાહન ગરુડનમસ્કાર મુદ્રામાં બેઠેલ છે. (૪) વારાહીના વરાહ મુખનો આગળનો ભાગ ખંડિત છે. મસ્તકે ત્રિકૂટ મુકુટ છે. ચાર હાથમાં પરિક્રમાક્રમે જતા બાળક, પદ્મ, ખવાંગ અને ઘંટા કે મસ્તક જણાય છે. પગ પાસે વાહન મહિષ બેઠેલ છે. (૫) ઐન્દ્રી ચાર હાથમાં વરદુ, શક્તિ, અંકુશ અને બાળકને ધારણ કરેલ છે. હાથીનું વાહન જોઈ શકાય છે. (૬) કૌબેરીના મસ્તકે ત્રિકૂટ મુકુટ છે. ચારહાથ પૈકી જમણો નીચલો હાથ વરદમુદ્રામાં અને ડાબા નીચલા હાથથી બાળકને તેડેલ છે. ઉપલા બંને હાથમાં દ્રવ્યની થેલી ધારણ કરેલ છે. માતૃકાના પગ પાછળ હરણની આકૃતિ નજરે પડે છે. (૭) ચામુંડા ના મસ્તકે જટાભાર છે. હાડપિંજર જેવી કાયા, જમણો પગ ઢીંચણથી વાળી પગની આંગળીઓ પર ટેકવેલ છે. દેવીના ચાર હાથ પૈકી ઉપલા બંને હાથમાં ત્રિશુલ અને ખટ્વાંગ છે. જ્યારે નીચલા ડાબા હાથમાં કપાલ અને જમણા હાથમાં કપાલમાંનું માંસ ધારણ કરેલ છે. પગ પાછળ માનવ શબ પડેલું છે. આ નોંધપાત્ર માતૃકાપટ્ટને લગતાં ઉપર્યુક્ત અભ્યાસને આધારે આ માતૃકાઓની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ તારવી શકાય. (૧) આ શિલાપટ્ટમાં ગણેશ અને વીરભદ્રની પ્રતિમાઓ મૂકેલી નથી. અહીં પ્રથમ સ્થાને માહેશ્વરી છે. મોટાભાગના પટ્ટોમાં બાહ્યી પ્રથમ હોય છે. (૨) અહીં પ્રથમ વખત જ સપ્તમાતૃકામાં કીબેરીને માતૃકા તરીકે જોઈ શકાય છે. શાસ્ત્રોમાં માતૃકા તરીકે કૌબેરીનું વર્ણન કયાંય મળતું નથી. અગાઉ ગુજરાતમાંથી પ્રાપ્ત અન્ય માતૃકા પટ્ટમાં કૌબેરીની માતૃકા તરીકેની પ્રતિમા હજુ સુધી જોવામાં આવી નથી. કૌબેરીની સ્વતંત્ર કે કુબેરની પત્ની તરીકે યુગલ પ્રતિમાઓ પણ જ્વલ્લે જ મળે છે. (૩) વારાહી પ્રતિમાનું આલેખન અહીં વિશિષ્ટ રીતે જોઈ શકાય છે. અન્ય માતૃકા પ્રતિમાઓમાં બાળક ડાબા નીચલા હાથમાં ધારણ કરેલ છે. જયારે વારાહીએ ભણા નીચલા હાથથી બાળક તેડલ છે. વળી આયુધ તરીકે ડાબા. ઉપલા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. જે નોંધપાત્ર છે. ઉત્તર ગુજરાતના મહડી-કોટ્યર્કમાંથી મળેલ વારાહી પ્રતિમાના જમણા હાથમાં ખરુવાંગ જોઈ શકાય છે. અન્ય કોઈ વારાહી પ્રતિમાના હાથમાં આયુધ તરીકે ખવાંગ જોવા મળતું નથી. આયુધ તરીકે ખવાંગ આ પ્રતિમાની ખાસ વિશેષતા ગણી શકાય. (૪) દરેક માતૃકાએ ધારણ કરેલ બાળકને માતાના સ્તન સાથે રમત કરતું અથવા સ્તનપાન કરવા ઉત્સુક બતાવ્યું છે. પ્રત્યેક માતૃકાની બાળક તરફની પ્રેમાળ દ્રષ્ટિ શિલાપટ્ટને વિશેષ ધ્યાનાકર્ષક બનાવે છે. આમ સમગ્ર રીતે આ શિલાપટ્ટની માતૃકાઓના ઉપસેલા નેત્રો, ગોળમુખ, ઉન્નત સ્તન, ઢળતું ઉદર, સપ્રમાણ દેહ અને અલંકરણની રચના અને કલા શૈલીની દ્રષ્ટિએ આ માતૃકા પદ ઈ.સ. ૧૧ મી સદી જેટલો પ્રાચીન જણાય છે. પાદ ટીપ ૧. વધુ વિગતો માટે જુઓ આર.ટી. સાવલિયા, “ગુજરાતમાંની માતૃકાઓનું મૂતિવિધાન, ૧૯૯૩, અમદાવાદ, ૨. એજન, પૃ. પર, ચિત્ર - પટ્ટ૪

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172