________________
ભાગ બીજો
[ ૧૧૩
તત્વ પૃથક થવાને જ ભૂતાંના વિનાશ માનતા હશે? અલગ-અલગ ભૂત (જીવ) તા રહે જ છે.
આત્મા અમૃત છે, તેના નાશ કયારેય પણ થતા નથી. જેમ—મકાન નાશ થવા છતાં પણ તેના આકાશના નાશ થતા નથી. તેમ જ કાના નાશ થવા છતાં જીવ ( ચેતના ) ને નાશ થતે નથી.
જે પદાને જાણવા વાળા છે, તે જ જીવ છે અર્થાત્ જ્ઞાન શક્તિને જ જીવ માનેલ છે. જીવનું ધ્યાન ક્યાંય બીજે હાય અને શરીર ત્યાં જ હાવા છતાં પણ તેને જ્ઞાન થતું નથી કે આ શુ છે, શુ કહી રહ્યો છે આદિ. જીવ કાનથી શબ્દનુ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ રૂપાદિત્તુ નહિ. નેત્રાથી રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ શબ્દ, ગંધાદિનું નહિ. આ જ રીતે નાસિકા આફ્રિ શેષ ઇન્દ્રિયેાંથી પણ ગંધાદિ એક-એકનુ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ જીવને તો શબ્દ આદિ પાંચેયનું જ્ઞાન થાય છે. એથી શરીર અને ઇન્દ્રિયાથી આત્મા ભિન્ન પદ્મા છે. જેમ કહ્યું પણ છે કે—
છે ઇન્દ્રિય પ્રત્યેક ને, પાંચ ઇન્દ્રિયના વિષયનું,
નિજ-નિજ વિષયનું જ્ઞાન । પણ આત્માને ભાન ॥ ૧ ॥
મારૂં શરીર સારૂં, દુબળું, જાડું, વગેરે કહે છે, તો આ શબ્દથી પણ શરીરથી ભિન્નતાના આત્માને બેધ થાય છે. કોઈ દુબળા શરીરમાં બુદ્ધિ વધારે અને સ્થૂળ ( જાડા )માં થાડી હેાય છે. આથી પણ શરીરથી જીવની ભિન્નતા પ્રગટ થાય છે. જેમકે કહ્યુ' પણ છે કે
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ । દેહ હાય જો આત્મા, ઘટે ન એમ વિકલ્પ ।। ૧ ।
આત્માની શંકા કરવા વાળા સ્વયં આત્મા જ છે. અન્ય નહિ. જેમકહ્યું પણ છે કે— આત્માની શકા કરે, આત્મા પોતે આપ ।
શકાના કરનાર તે, અચરજ એહ અમાપ ॥ ૧ ॥
સાપ આદિમાં ક્રોધાદિની તારતમ્યતા, ખીલાડી ઢેઢગરોળી આદિમાં કપટ અને હિંસાદિના ભાવ તથા સદાચારીના અસદાચારી અને અસદાચારીના સદાચારી સંતાન આદિ, આ વિચિત્રતા પૂર્વ-જન્મના સંસ્કારોના કારણે દેખાય છે. જેમકે કહ્યું પણ છે કે ક્રોધાદિ તારતમ્યતા, સર્પાકિની માંય ।
પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય ॥ ૧ ॥
પૂર, ભુક'પ, જવાળામુખી, ટ્રેન, મેટર, હવાઈજહાજ, વિદ્યુતપાત, ઇલેકટ્રીક, આદિની દુર્ઘČટનાઓમાં પણુ કમ અનુસારે અંતર રહ્યા કરે છે. અમુક જીવના જન્મ પછી ઘરનું સંપન્ન—નિધ ન થઈ જવું, તથા આંધળા મહેશ. મુંગા, કઢ આદિ રાગિના દેશ્યથી પણ પૂર્વ સ ંચિત કર્મીનું હાવું સિદ્ધ થાય છે, જેમ કહ્યું પણ છે કે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org