Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
View full book text
________________
ભાગ બીજે
[ ૨૨૩ શાક વહેરાવ્યું હતું, તે આ વાત તેમણે પ્રગટ કેમ કરી? જો તેઓ પ્રગટ ન કરતા તે નાગશ્રીના કુટુંબીઓ તેને કષ્ટ ન આપત, અને તે તેની કરણના ફળ ભોગવત
ઉત્તર :–નાગશ્રીને પ્રગટ કરનાર ધર્મ ઘેષ આચાર્ય મ. પૂર્વધારી તથા આગમવ્યવહારી મુનિ હતા. આગમ-વ્યવહારીઓની પ્રવૃત્તિનું ખંડન સૂત્ર પ્રમાણુથી થઈ શકતું નથી. તેઓએ કઈ વિશેષતા જોઈને આમ કહ્યું તે તે જ્ઞાની જ જાણી શકે કહી શકે.
પ્રશ્ન ૧૪૫૦ –પહેલી બીજી નરકમાં માત્ર કાપત લેશ્યા જ હોય છે અને છઠા દેવકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી શુક્લ લેશ્યા હોય છે, તો શું નરક તથા દેના મનના પરિણામ હંમેશાં એક જ રહે છે?
ઉત્તર પ્રત્યેક દેવ અને નારકીમાં જીવનપર્યત દ્રવ્યલેશ્યા એક જ હોય છે. ત્રીજી અને પાંચમી નરકમાં જે, બે લેચ્છા બતાવી છે તે ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ બતાવી છે, એમ સમજવું, પરંતુ એક નારકીમાં તો જીવન પર્યંત કહેલી બે લેશ્યાઓમાંની એક દ્રવ્ય લેશ્યા જ હોય છે. અધિક નહિ. એ જ પ્રમાણે ભવનપતિ અને વ્યંતર દેવામાં પણ જે ચાર લેસ્યા બનાવી છે ત્યાં પણ ભિન્ન ભિન્ન દેવની અપેક્ષાએ બતાવી છે. પરંતુ એક-એક દેવમાં તે એક–એક દ્રવ્ય લેહ્યા જ હોય છે.
દેવ અને નારકીમાં જીવનપર્યત દ્રવ્ય લેશ્યા ન બદલાતી હોવા છતાં, પણ ભાવલેક્ષાનું પરિવર્તન થાય છે.
આ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, એક, એક વેશ્યાનું સ્થાન (દરજજો) અસંખ્યાત બતાવેલ છે, અર્થાત્ એક એક વેશ્યા અસંખ્ય પ્રકારની હોય છે, તેથી થોડાક સમયને માટે એક જ વેશ્યા રહેતી હોવા છતાં, તે લેસ્થાનું સ્થાન બદલાતાં, મનનાં પરિણામો બદલાઈ જાય છે. તેમના પરિણામ સદૈવ એક જ રહેતા નથી. ઉપરોક્ત બાબતે પ્રજ્ઞાપનાના ૧૭ મા પદથી સ્પષ્ટ છે.
પ્રશ્ન ૧૪૫૧ –યુગલિયાના ક્ષેત્રમાં જે રીંછ તથા વાઘ એકાક દ્વીપમાં રહે છે, તેઓ શું શાન્ત પ્રકૃતિથી રહે છે? તેઓ શું ખાય છે ? શું કહપવૃક્ષ તેમની ઈચ્છા પૂરી કરે છે? તેઓ આયુષ્ય પૂરું કરીને કયાં
જાય છે?
ઉત્તર –એકારૂક દ્વીપમાં જે સિંહ, વાઘ, વગેરે ધાપદ પ્રાણીઓ છે તેઓ પ્રકૃતિના ભદ્ર હોવાથી, પરસ્પર કે મનુષ્યને કશી પણ હાનિ કરતા નથી. તેમને મુખ્યત્વે એકેન્દ્રિય અને આહાર હોય છે. અર્થાત્ કલ્પવૃક્ષોને તથા અન્ય વૃક્ષાદિને આહાર કરીને તેઓ પિતાનું જીવન આનંદપૂર્વક વ્યતીત કરે છે.
પાંચ જાતિના તીયામાંથી કેવળ સ્થળચર અને ખેચર તીર્થમાં જ યુગલિયા હોય છે, જે યુગલિયા હેય છે તે માંસાહારી હેતા નથી, અને મરીને દેવગતિમાં જ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258