________________
૧૪૬ ]
સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૨૧૨ –સૂક્ષ્મજીવ અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડુબે નહિ, મારવાથી મરે નહિ, તેમનામાં તથા અપર્યાપ્તામાં શું અંતર છે? શું સૂક્ષ્મ જીવોને આયુષ્યકમ નથી બંધાતું? જે તેમનું આયુષ્ય છે તો તે કેટલું?
ઉત્તર –સૂક્ષમ જીવ તે તે ભવમાં સૂફમ જ રહે છે, પરંતુ કેટલાક સમય પછી અપર્યાપ્તમાંથી પર્યાપ્ત, એ જ ભવમાં થઈ શકે છે. સૂક્ષ્મ જીવના શરીર અતિ સૂક્ષમ હેવાથી, બીજાં શસ્ત્રો તેમને આઘાત પહોંચાડી શક્તા નથી, તેમનું જ ઉ૦ આયુષ્ય અંતમુહૂર્તનું પન્નવણ સૂત્રના ચેથા પદમાં બતાવ્યું છે.
પ્રશ્ન ૧૨૧૩ સમુર્ણિમ અને પર્યાપ્તિમાં શું ફેર છે ?
ઉત્તર :–દેવ, નારકી, સ્ત્રી અને પુરુષના સંગથી ઉત્પન્ન થનારાને બાકી રાખીને, બાકીના બધા સંસારી જીવે સંમૂઈિમ કહેવાય છે. અપર્યાપ્તા તે એ બધામાં હોય છે.
પ્રશ્ન ૧૨૧૪ રતિ-અરતિ પાપનું શું સ્વરૂપ છે? તેને કેવી રીતે બચાવી શકાય ?
ઉત્તર :–મનેશ વિષય પર રાગ અને સંયમ-વિરુદ્ધ કાર્યોમાં આનંદ માનવામાં રતિ” તથા અમનેઝ વિષયે પર દ્વેષ અને સંયમ સંબંધી કાર્યોમાં ઉદાસીનતા–તેને અરતિ” કહે છે.
પગલે તેમજ છે તથા તેમની પર્યાનું સાચું સ્વરૂપ જાણીને અશુદ્ધ તથા પર-પર્યાયે પ્રત્યે અરૂચિ ઉત્પન્ન કરવી અને સ્વ-શુદ્ધ પર્યાયે તરફ આકર્ષિત થવું એ જ પાપથી બચવાને ઉપાય છે.
પ્રશ્ન ૧૨૧૫ –-ઉપાદાન અને નિમિત્તનું સરલ સ્પષ્ટીકરણ બતાવશે.
ઉત્તર :–ઉપાદાન–જે આગળ જતાં કાર્યરૂપે પરિણત થઈ જાય અને નિમિત્ત, કાર્યની સંપન્નતામાં સહાયક બનીને અલગ થઈ જાય.
જેમકે, આત્માનું મુક્ત થવું તે કાર્ય છે, સંસારી આત્મા ઉપાદાન કારણ છે, અને મનુષ્ય શરીર, દક્ષાવિધિનું પાલન, બાહ્યશ, તપશ્ચર્યા વગેરેનું નિમિત્ત કારણ છે. તે સંસારી આત્મા (જે ઉપાદાન કારણ છે) એ જ આગળ જતાં, મુક્તાત્મા બની જાય છે. અને મનુષ્ય શરીર, દીક્ષાવિધિનું પાલન, બાધવેશ, તપશ્ચર્યા ઈત્યાદિ જે નિમિત્ત કારણ છે તે સંસારી આત્માને મુક્ત આત્મા બનવામાં સહાયતા આપીને અલગ થઈ જાય છે.
અથવા–ઘડે કાર્ય છે. માટી તેનું ઉપાદાન કારણ છે અને કુંભાર વગેરે નિમિત્ત કારણ છે. માટી જે ઉપાદાન કારણ છે તે જ આગળ જતાં ઘડો બની જાય છે અને કુંભાર આદિ જે નિમિત્ત કારણ છે તે માટીને ઘડો બનવામાં સહાયતા આપીને અલગ થઈ જાય છે.
પ્રશ્ન ૧૨૧૬ –ઉપાદાનમાં નિમિત્તની શી આવશ્યકતા છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org