Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 208
________________ ભાગ બીજો [ ૧૭૯ પ્રશ્ન ૧૩૨૬ –કમ અને ગ્રહ શી વસ્તુ છે? તેમનો પરસ્પર શે સંબંધ છે અને શું અંતર છે? તિષ જાણનારા કર્મોની દશા જાણુને ચહેના ફળ બતાવે છે શું ? જેમની જન્મ પત્રિકા બરાબર બનેલી હેય અને તે તિષ વિદ્યામાં પ્રવીણ હોય તે સુખ-દુઃખ-લાભ-અલાભ તે એટલે સુધી કે આયુષ્ય પણ બરાબર બતાવી શકે છે, આ કઈ રીતે સંભવિત છે? ઉત્તર :કર્મ એ ચાર સ્પશી પુદ્ગલ છે. મિથ્યાત્વ રૂપ પોતાના ભાવથી જ તે પુદ્ગલ, જીવના પ્રદેશની સાથે સંબંધિત થઈને, યોગ્યતાનુસાર અનુભાગ બતાવીને પુનઃ અલગ પણ થઈ જાય છે. તે ગ્રહ તિષ દેવ છે. કમેને સંબંધ જેવી રીતે અન્ય સંસારી જી સાથે છે તેવી જ રીતે ગ્રહરૂપ તિષી દેવેની સાથે પણ છે. બીજે કઈ ખાસ સંબંધ જાણવામાં નથી. જેમ નેત્ર આદિ અંગ પિતે કાંઈ સમજતું નથી, પરંતુ તેના ફરકવાથી શુભ, અશુભ, લાભ-અલભ વગેરેનું અનુમાન બુદ્ધિમાનોએ કર્યું છે. અને વિશેષ જ્ઞાનીઓએ તે તરૂપ મેળ પણ મેળવ્યું છે, એજ પ્રમાણે છીંક, જાનવરોની બેલી, શસ્ત્રાદિનું શુકન, વિજળી, ધુમ્મસ, માછલી, સમુદ્રમસ્ય, વાંદરાનું હસવું, પ્રકાશના ચિહ્નો, ભૂકમ્પ, અકાળે વૃક્ષનું ફળવું, વગેરે વસ્તુઓ ઉપરથી શુભાશુભ આદિ ફળ બતાવ્યા છે. તેના પરથી સાધારણ તિષી ફલાદેશ આપે છે. જેવું કર્મ ઉદયમાં આવ્યું હોય તે સંગ મળે છે, નહિ તો કઈ પણ પ્રકારે તેમના પર પ્રતિબંધ લાગી જાત. પ્રશ્ન ૧૩૨૭ –પૂર્વના તીર્થકરોના સમયમાં લોગસ કેવો હતો? ઉત્તર –મહાવિદેહ ક્ષેત્રની જે કઈ વિજયમાં, જે તીર્થકરનું શાસન ચાલતું હોય તે તીર્થકરના નામને લેગસ્સ હોય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં વર્તમાન વીસીમાં, એક બે ઈત્યાદિ જેટલા તીર્થકર થયા હોય એટલા તીર્થકરોના નામને લેગસ હોય છે. પ્રશ્ન ૧૩૨૮ –સાધુ-સાધ્વીને કેટલા પાત્રો રાખવાનું ક૯પે છે? આ મર્યાદા કયા શાસ્ત્રના મૂલપાઠમાં કે અર્થમાં છે? વધારે માત્રા રાખવા એ શુ કપની બહાર છે ? અધિક રાખે તે પ્રાયશ્ચિતનું કારણ બને છે? ઉત્તર :–જિનકલ્પી પ્રતિભાધારી વગેરે વિશિષ્ટ અભિગ્રહ વાળા સિવાય, સ્થવિર કલ્પી સાધુ-સાધ્વીને માટે બૃહકલ્પ ઉ. ૩ અને નિશીથ ઉ ૧૪ ના અર્થમાં, ત્રણ પાત્રા (પાત્ર-પાત્રો) બતાવ્યા છે. ભગવતી શ. ૨ ઉ. ૫ માં ઇન્દ્રભૂતિ અણગારના ભિક્ષા જવાના પ્રસંગવાળા પાઠના અર્થમાં પણ ત્રણ પાત્રા બતાવ્યા છે. તથા દશ વિકાલિકના ચોથા અધ્યયનમાં “ઉi aar” પાઠમાં બહારના પાત્ર બતાવ્યા. આ પ્રમાણે પ્રત્યેક સાધુ-સાવી કુલ ચાર પાત્ર રાખી શકે છે. ખાસ કારણ સિવાય વધારે રાખે તો નિશીથ સૂત્રમાં તે માટે લઘુ-ચમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258