Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02 Author(s): Bhuvanbhanusuri Publisher: Divyadarshan Trust View full book textPage 5
________________ અંકુશમાં રાખી શકાય છે. સમી સમજી ગઈ ને એ રીતે મહાન બ્રહ્મચારિણી બની. પિના રાજાના મૃત્યુ પર એને પુત્ર ન હોઈ મંત્રીઓએ રુમીને એને બ્રહ્મચર્યના પ્રભાવના હિસાબે આગ્રહથી રાજા બનાવી. હવે સમી સ્ત્રી-રાજાના દરબારમાં એક વાર એનાં બ્રહ્મચર્યની ખ્યાતિ સાભળી પરદેશી રાજકુમાર એનાં દર્શનાર્થે આવ્યા. પરંતુ રફી કોઈ વખત નહિ ને આ વખતે આ રૂપવાન રાજકુમારને જોતાં મેહી જઈ રાગદષ્ટિથી જુએ છે. રાજકુમારે તરત એની વિકારી દૃષ્ટિ જોઈ એના પર અભાવવાળા બની ત્યાંથી ઊડી ચાલ્યો. એના મનને થયું કે “અહે! ધિક્કાર છે મારા રૂપાળા શરીરને કે જેણે આ બિચારી પ્રસિદ્ધ બ્રહ્મચર્યવાળ બાઈને ભૂલાવી ! માટે એને ત્યાગ કરું; પણ એમ તત્કાલ આત્મહત્યા કરીને નહિ, કિન્તુ વિધિ પૂર્વક સંયમ–તપ–સંલેખના દ્વારા; જેથી મૃત્યુ વખતે સમાધિ રહે, અને જીવનમાં આ શરીરથી શકય આત્મહિત–સાધનાને લાભ ઉઠાવી લેવાય! આ વિચાર કરી બીજા રાજ્યમાં જઈ ગુરુની રાહ જોતે ત્યાંના રાજાને ત્યાં મુકામ કરે છે. રાજા પૂછતાં કે “ક્યાંથી આવે છે ?” એ કહે છે, “આમ તે દૂર દેશથી, પરંતુ હમણું એક એવા રાજાના રાજ્યમાંથી કે જે રાજાનું નામ લેતાં ખાવાનું છે. માટે નામ જાણવા આગ્રહ ન રાખશે.” રાજાએ અખતરે કરવા ભેજન મંગાવ્યું હાથમાં કળિયે લીધે, ને હવે આગ્રહ કરે છે કે “એ રાજાનું નામ બેલેહું જોઉં કે એથી ખાવાનું કેમ લે છે.' કુમાર અનેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 498