Book Title: Rajvallabha athwa Shilpashastra Author(s): Narayanbharati Yashwantabharti Gosai Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad View full book textPage 6
________________ રાજલબ, પ્રાસાદ” અને જુઓ મુંઢેરામાં સૂર્યપ્રાસાદ ની અદભૂત કારીગરી હોવાથી તેની પ્રતિકૃતિ ( Malil) વિલાયતમાં મોકલાઈ હશે, એટલું જ નહિ પણ કેક, ધારવાડ અને મદ્રાસ ઈત્યાદિ દેશમાં પ્રાચીન વબતમાં બનેલા પ્રાસાદમાં કરેલા શિપકામ પ્રમાણે તેની નકલ કરવા આજ કોણ શિપકાર હિમ્મત ભરે છે? માત્ર ફોટોગ્રાફર્યા વડે નકલ કરવામાં આવે તેજ તે અસલ પ્રમાણે થાય છે. શિલ્પશાસ્ત્રરૂપી સમુદ્રમાં અનેક પ્રકારની કારીગરીના કોઠારે ભરેલા છે, તેના ઉપર પાણી ફરી વળવે અદશ્ય થઈ ગયા છે ! ! પાણી એટલે (પીવાનું નહિ પણ ભારતવર્ષની માલકીપણાનો અભિમાન ધરનાર પ્રચંડ ભુજદંડવાળા શુરવીર ક્ષત્રીઓમાં કુસંપરૂપી વૃક્ષે અંકુર પ્રકટ કરવાથી હું મૂતિને તેડનાર છું પણ તેને વેપાર કરનાર નથી, તથા અન્ય ધર્મને નાશ કરી દીનમાં લાવવાથી મને મોટું પુન્ય થાય છે, એવું માનનારા મહમદ વંશીની સદ્ભૂતનતના જુલમી ઝપાટામાં અને વટલાવતા અને મુસલમાની ધર્મ સ્વીકારે તેને જીવતદાન પણ આપતા હતા; એટલેથી બસ નથી પણ એક વાઘ બકરાને કહે કે હું પાણી પીતો હતો તે વખતે તે પાણી શામાટે ડાળી નાખ્યું ? બકરું કહે, મેં તે પાણીમાં હજી પગ પણ મુજ નથી, વાઘે કહ્યું ત્યારે દૂરથી મને દેખી તું ગાળો કેમ બોલતે હતો? બકરું કહ, સ્વમામાં પણ તેમ થયું નથી. વાઘે કહ્યું, તું નહિ બોલ્યો હોય તો તારા બાપે મને ગાળો દીધી હતી તેનું વેર વાળવું જોઈએ એમ કહી બકરાને મારી નાખ્યું. એ રીતે મુસલમાનો પણ આની છેડતી શોધી વિના અપરાધે ધારાતીર્થમાં સ્નાન કરાવતા હતા તથા જેના માટે લાખો રૂપિયા ખરચી અનેક દુખે સહન કરેલાં એવા પ્રાસાદના કટકેકટકા કરી નાંખે અને તેવાં બનાવવા પણ ન દે, તેથી શિલ્પશાસ્ત્રના અભ્યાસની જરૂર નહિ રહેવાથી કેટલાક છે ઉધઈનો ભંગ થઈ પડ્યા અને કેટલાક ગ્રંથ મુસલમાનોને હાથે આવ્યા તેને તે અગ્નિમાં આહુતિ આપી દીધી, તો પણ કોઈ પાસે રહી ગયા હશે તો ભીતિના કારણે તે કોઈને બતાવે નહિ. વળી કારીગરો પણ થોડા જ રહ્યા એટલે એકબીજાથી ચોરી રાખવા લાગ્યા ( તેથી જ ભારતમાં ભીખ માગતા થયા) અગર માટે પ્રયાસ કેઇના પાસેથી મુહેરાના દેવળની નકલ મહેરબાન એ. કેલીવી સાહેબે મારી મારફતે પાટના સલ . ગગપતના હાથે પાવ: પ થરમાં માતાની હતી તે વિલાયત મોકલાવી છે એમ સાહેબ માશુક કહેતા હતા. એ ગણપત સલાટ જે હવે પાટણમાં કારીગર નથી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 350