Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પુનઃ પંચાવન વર્ષ [ ૫૫૦ એની વ્યાપકતા પણ ઘણી છે. આ બાબત અહીં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓના દાખલાથી જ સ્પષ્ટ કરવી ઠીક લેખાશે. જૈન કથાસાહિત્યમાં કેન્દ્રપરિવર્તનને પડ પ્રસ્તુત સંગ્રહમાં કુલે બાર વાર્તાઓ છે. તેમાંની છેલ્લી ત્રણ વાર્તાઓ મધ્યયુગની છે, જ્યારે બાકીની બધી વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડી વિક્રમની બીજી સદી સુધીનાં લગભગ સાત વર્ષને સ્પર્શે છે. બધી જ વાર્તાઓનું મૂળ જૈન સાહિત્ય જ છે. જૈન સાહિત્ય—ખાસ કરી કથાસાહિત્ય—કઈ એક કાળમાં અને એક જ પ્રદેશમાં કે એક જ હાથે નથી રચાયું. જેમ જેમ જૈન પરંપરાને પ્રાધાન્ય અને પ્રભાવનું ક્ષેત્ર બદલાતું ગયું તેમ તેમ તેના કથાસાહિત્યમાં પણ એ કેન્દ્રપરિવર્તનનું પ્રતિબિંબ પડ્યું છે. જ્યારે વૈશાલી, રાજગૃહ, ચંપા અને પાટલિપુત્ર જેવી નગરીઓ જન પ્રભાવ નાં કેન્દ્રો હતાં ત્યારે રચાયેલ કે તે સ્મૃતિ ઉપરથી રચાયેલ સાહિત્યમાં તે કેન્દ્રોને પડ છે; વળી જ્યારે અવંતી (ઉજ્જયિની) અને મધ્યભારત જૈન પ્રભાવનાં કેન્દ્રો બન્યાં ત્યારે રચાયેલ કેટલીક કથાઓમાં તે કેન્દ્રના પડઘા છે. જ્યારે જૈન પ્રભાવ પશ્ચિમ હિન્દુસ્તાન–ખાસ કરી ગૂજરાત–માં આગળ વળે ત્યારે લખાયેલ સાહિત્યમાં એ કેન્દ્રના પડઘા છે. આ રીતે પરંપરાના પ્રભાવના કેન્દ્રના પરિવર્તન સાથે જ કથાઓએ જૈન સાહિત્યમાં નવા નવા પિશાક ધારણ કર્યા છે. આ વસ્તુ પ્રસ્તુત. સંગ્રહના લેખકે દરેક વાર્તાની માંડણીમાં એને જે પરિચય આપે છે તે ઉપરથી જ વાચક સમજી શકે તેમ છે. પ્રસ્તુત વાર્તાઓનાં પા અને તેને આધાર પ્રસ્તુત સંગ્રહમાંની બાર વાર્તાઓ પૈકી એક વાર્તાઓનાં મુખ્ય પાત્ર એતિહાસિક છે; જેવાં કે, કેણિક, ચેટક, હલ્લ, વિહલ, મૃગાવતી, શકટાળ, આર્ય રક્ષિત, ઉદયન મંત્રી, આમૃભટ જેવાં; અને તેની સાથે સંકળાયેલી હકીકતે કેટલેક અંશે ઐતિહાસિક છે, જ્યારે બીજી વાર્તાઓને અતિહાસિક કહેવા જેટલે આધાર નથી. તેમ છતાં એ વાર્તાઓનું મૂળ વસ્તુ પ્રાચીન જૈન સાહિત્યમાં અત્યારે પણ ઉપલબ્ધ છે. કેટલીક વાર્તાઓનાં મૂળ તો જૈન આગમમાં પણ છે; જેમ કે, નંદિણ, સંયતિરાજ, કપિલકુમાર, ધન્ના-શાલિભદ્ર, શાલ-મહાશાલ; જ્યારે કેટલીકનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20