Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ૫૨ ]. દર્શન અને ચિંતન ચથી દશમી અને અગિયારમી—એ ત્રણ વાર્તાઓ રાજ્યભક્ત મંત્રીની ક્ષાત્રવટવાળી વીરવૃત્તિને દાખવે છે. ત્રીજીનું મુખ્ય પાત્ર શકટાળે છે. તે છેલ્લા ધનનંદને બ્રાહ્મણ મંત્રી છે. રાજ્યલક્ષ્મીને વેડફાતી અટકાવવા અને પ્રજાહિતનાં કાર્યો સુયોગ્ય રીતે ચાલુ રાખવા ખાતર જ રાજકારણું દાવપેચ રમવા જતાં છેવટે તે પિતાને હાથે પોતાનું બલિદાન આપે છે, અને રાજ્યતંત્રને નબળું પડતું બચાવી લે છે. ઉદયન મંત્રી એ ગુજરાતના ચૌલુકયરાજ જયસિંહ સિદ્ધરાજને સુવિખ્યાત ઉદ મંત્રી છે. તે પણ ગુર્જરરાષ્ટ્રની તેજેરક્ષા કરવા અને તેના વિરોધીઓને નાથવા ધરડેધડપણુ પણ રણાંગણમાં શૌર્ય દાખવી વીરમૃત્યુને વરે છે અને પિતાનું ધારેલ લક્ષ્ય સિદ્ધ કરે છે. પ્રજાજીવનને શ્રેમમાં પિષે એવા ગુર્જર રાજ્યને ટકાવવા ને તેને પાકે પાયે મૂકવા એ મંત્રીએ પ્રાણની પણ પરવા ન કરી, એ જ તેની ક્ષાત્રવટ છે. અગિયારમી વાર્તાને નાયક છે રાજપિતામહ આમ્રભટ. તે ચૌલુક્યરાજ કુમારપાળને એક મુખ્ય મંત્રી અને આચાર્ય હેમચંદ્રને અનન્ય ગુણજ્ઞ હતા. જ્યારે એણે જોયું કે કુમારપાળના ઉત્તરાધિકારી અજયપાળે ગુર્જરરાજ્યલક્ષ્મીને હીણપત લાગે એવી પ્રવૃત્તિ માંડી છે, ને પાટણના અભ્યદયને વણસાડવા માંડયો છે, ત્યારે તેણે પ્રાણની પણ પરવા કર્યા સિવાય સામી છાતીએ જઈ તુમાખી અજયપાળને લલકાર્યો અને એની સાન ઠેકાણે લાવવા પ્રાણાર્પણનું જોખમ પણ ખેડવું. એ એક અસાધારણ બહાદુરી અને ક્ષાત્રવટની ઐતિહાસિક વાર્તા છે. ઉપરની ત્રણે વાર્તાઓને લેખકે અત્યારની ઢબે એવી રીતે વિકસાવી છે કે વાંચનારની સુષુપ્ત વીરવૃત્તિ જાગે અને સાથે સાથે પ્રાચીન કાળનું તાદશ ચિત્ર તેની સમક્ષ રજૂ થાય. આ વાર્તાઓ આપણને કહી જાય છે કે ક્ષાત્રવટ એ કઈ એક જાતિને જ વારસો નથી; તે વિદ્યાછવી લેખાતા બ્રાહ્મણમાં પણ પ્રગટે અને ગણતરીબાજ લેખાતા વૈશ્યમાં પણ પ્રગટે. પાંચમી ભિક્ષા નામની વાર્તાનું મુખ્ય પાત્ર શાલિભદ્ર છે. જેને કથાઓમાં શાલિભદ્ર સાથે ધન્નાનું નામ સંકળાયેલું હેઈ ધન્ના-શાલિભદ્ર એમ જોડકું સાથે જ તવાય–ગવાય છે. ધન્નો એ શાલિભદ્રનો બનેવી થાય છે, અને શ્રેષ્ઠીપત્રો છે ને સાથે જ ત્યાગી બને છે. ધર્માચાર કે કર્માચારને નિરૂપતી કોઈ પણ ભારતીય કથા એવી ભાગ્યે જ હશે, જેમાં પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20