Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પુન: પંચાવન વર્ષે– [૩૬] પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળતે ગયે અને પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિ તાદશ થવા લાગી. દર્શનશક્તિની સાથે દશ્ય જગત પ પામતાં જે નિરાલખતા આવેલી તેમાં પહેલું અવલંબન મુખ્યપણે શાસ્ત્રોનું મળ્યું. એ શાસ્ત્રો એટલે સંસ્કૃત, પાલિ કે પ્રાકૃત નહિ, પણ મુખ્યપણે કાંઈક જૂની અને કાંઈક નવી એવી મિશ્રિત ગુજરાતી ભાષામાં લખાયેલ જૈન પરંપરાને લગતા કેટલાક વિષયનાં શાસ્ત્રો. પહેલવહેલાં એ અવલંબન પ્રાપ્ત થયાનું વર્ષ વિ. સં. ૧૯૫૪ હતું, એમ યાદ આવે છે. આજથી પપ વર્ષ પહેલાં જે શાસ્ત્રીય વિષયોએ મનને એક નવી દિશા પૂરી પાડવાનું કામ કર્યું હતું તે વિશ્વમાં એક ગેય વિષય હતો કથા કે ઉપદેશને લગ. આવાં પરંપરાગત કથાઓ કે ઉપદેશે સજઝાયને નામે જેને પરંપરામાં પ્રસિદ્ધ છે. સજઝાયને સંસ્કૃત પર્યાય છે સ્વાધ્યાય. આપણે જાણીએ છીએ કે સમગ્ર આર્ય પરંપરાઓમાં સ્વાધ્યાયનું કેટલું મહત્ત્વ છે. તૈત્તિરીય ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે, તે વસ્તુ એકેએક પરંપરામાં છવતી રહી છે. જૈન પરંપરા, જે મુખ્યપણે તપસ્વી અગર તપઃપ્રધાન સંસ્થા હોઈ બાહ્યત્યાગલક્ષી મનાય છે, તેમાં પણ ખરેખર ભાર તે સ્વાધ્યાય અને ધ્યાન જેવા અન્તસ્તા ઉપર જ આપવામાં આવ્યો છે. એટલે સાધુ અગર ગૃહસ્થ, જેઓ વ્રત, નિયમ આદિ તપના વિવિધ પ્રકામાં રસ લેતા હોય છે, તેઓ પણ સઝાયના પાઠ અને શ્રવણ પ્રત્યે ઊંડી શ્રદ્ધા સેવતા હોય છે ને તેમાં સીધો રસ અનુભવે છે. એટલે જ્યાં ગંભીર શાસ્ત્રાભ્યાસનું વાતાવરણ ન હોય કે તેની સામગ્રી ન હોય ત્યાં પણ સજઝાય નામે જાણીતા ગેય સાહિત્ય દ્વારા લેકે વિદ્યારસ અનુભવે છે અને પરંપરાગત ઉચ્ચ પ્રકારની સાત્ત્વિક ભાવનાઓના સંસ્કાર ઝીલતા રહે છે. આ સજઝાય નામક સાહિત્યવિભાગ એટલો બધો સર્વપ્રિય છે કે ભાગ્યે જ એ કઈ જૈન હશે કે જેને કઈ ને કઈ સઝાય કંઠસ્થ ન હય, અગર બીજી કઈ સઝાય ગાય ત્યારે તેને તેમાં આકર્ષણ ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20