Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ પુનઃ પંચાવન વર્ષે { પંચ એના અર્થ એ છે કે નિર્દોષ અને ગરીબડાં પ્રાણીઓને શિકાર કરી તેમાં પુરુષાર્થ ચરિતાર્થ થયાના ગવ ન લેશો. આ પણ એક હિંસામાંથી અહિંસા ભણી પગલાં માંડવાની શરૂઆત છે. લેખકે વાર્તામાં કહ્યું છે તેમ જે કર્મોંમાં એટલે ાઈ તે પજવવાના કર્મમાં શૂરા હોય તે જ વૃત્તિચક્ર બદલાતાં ધર્માંમાં એટલે સહુનું હિત સાધવાના કાર્યોમાં શૌય લેખતા થઈ જાય છે. સતિરાજની કથામાં હિ ંસાવૃત્તિમાંથી અહિંસાને સાવ બીજે છેડે જઈ બેસવાનો જે ધ્વનિ છે તે પ્રત્યેક સમજદાર માણસના મનમાં ઓછેવત્તે અશે કયારેક રણકાર કરે જ છે. આ વાર્તામાં સતિરાજ અને મુનિ એ બન્નેના મૌન મિલનપ્રસંગનુ જે ચિત્ર લેખકે આલેખ્યું છે તે વાંચતાં એમ થઈ આવે છે કે જાણે બન્નેની મનોવૃત્તિની છી જ ન પડી હાય ! ત્રીજી વાર્તા છે સામાની. એ દૃશપુર ( વર્તમાન મંદસાર )ના એક રાજપુરાહિતની પત્ની છે. જનમે અને સ્વભાવે પણ એ બ્રાહ્મણી છે. એના વંશ અને કુટુંબમાં બ્રાહ્મણપરંપરાના વિદ્યાસંસ્કાર જ ઉત્તરાત્તર વિકસત ચાલ્યા આવે છે. તે વારસા પોતાના જ્યેષ્ઠ પુત્રને મળે અને તેને તે વિકસાવે એ દ્રષ્ટિ એ પુરાહિત અને પુરાહિતપત્નીની રહી છે. જ્યેષ્ઠ પુત્ર રક્ષિત તે સમયમાં વિદ્યાધામ તરીકે જાણીતા પાટલિપુત્રમાં આર વર્ષ લગી વિદ્યાભ્યાસ કરી જ્યારે વતનમાં પાછા કરે છે ત્યારે તેને રાજ્ય તરફથી ભારે આદર થાય છે. રક્ષિત શાસ્ત્રીય વિદ્યા ભણીને આવ્યા છે, પણ તે માતૃભક્ત હાઈ માતાનું દર્શન કરવા તે તેનું વાત્સલ્ય ઝીલવા તલસી રહ્યો છે. માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય પણ જેવું તેવું નથી. તે પુત્રની વિદ્યાસમૃદ્ધિથી પ્રસન્ન છે ખરી, પણ તેના મનમાં ઊંડા અને વાસ્તવિક સંàોષ નથી. સામાન્ય માતા સંતતિની જે વિદ્યા અને જે સમૃદ્ધિથી સંતોષાય તે કરતાં સામાનું ઘડતર મૂળે જ જુદુ છું. તેથી જ્યારે રક્ષિત માતાના પગમાં જઈ પડે છે ત્યારે તેને માતા જોઈએ તેટલી પ્રસન્ન નથી જણાતી. છેવટે ઘટસ્ફોટ થાય છે અને રક્ષિત જાણવા પામે છે કે 'જે અને જેટલી શાઔય વિદ્યાઓ શીખ્યો હું તેમ જ જે સરસ્વતી ઉપાસના કરી છે, તેટલામાત્રથી મારી માતાને પૂ સતાષ નથી. હુ. અપરા વિદ્યા ( લૌકિક વિદ્યાએ) ઉપરાંત પરા વિદ્યા ( આધ્યાત્મિક વિદ્યા ) પણ મેળવું તે સાચે બ્રાહ્મણ થાઉં એવી માતાની તીવ્ર ઝંખના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20