Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ પપ૮: દર્શન અને ચિંતન આપે ? પણ મુનિ તે તે મુનિ! એમનું મૌન જેટલું વધારે વખત ચાલે છે તેટલું જ ઊંડેથી રાજાનું મન વધારે લેવાય છે. એ વિચારવમળમાં ગોથાં ખાય છે. તેને જે શાપ અને ઠપકાને ભય હતું તેને બદલે તે તે મુનિના મૌનમાં કરુણ વરસતી જુએ છે. મુનિ સંયતિરાજની હિતકામનાને જેમ જેમ ઊંડા વિચાર કરે છે તેમ તેમ એ વિચારના પડઘા, મૌન દ્વારા જ, સંયતિરાજ ઉપર એટલા સખત રીતે પડે છે કે છેવટે તેનું મન પ્રથમની શિકારવૃત્તિને એક છેડેથી સાવ બીજે છેડે જઈ ઊભું રહે છે, અને હિંસાવૃત્તિ એ અહિંસા તેમ જ કરુણાવૃત્તિમાં પલટે ખાય છે. સંયતિરાજ ત્યાં ને ત્યાં મુનિના ચરણમાં હંમેશ માટે અહિંસા અને કરુણને સાક્ષાત કરવા સંકલ્પ કરી લે છે ને રાજવિભવ ત્યજે છે. સંયતિરાજની વીરવૃત્તિ પરલક્ષી મટી જ્યારે સ્વલક્ષી થઈ ત્યારે જ તેનામાં મંગળસૂતિ પ્રગટી. લેખકે આ વાર્તા જૂના ગ્રંથમાંથી લીધી છે, પણ તેની રજૂઆત એટલી સારી રીતે થયેલી છે કે વાચક તે વાંચતાં વાંચતાં પિતાનામાં ઉદ્ભવતી પરસ્પર વિરોધી એવી સામસામેની વૃત્તિઓને પ્રતીતિકર રીતે નિહાળી શકે, ભારતમાં ધર્મ સાધના અનેક રીતે થયેલી છે, પણ તેમાં મુખ્ય સાધના તે અહિંસાની જ છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન બધા જ કથાસાહિત્યમાં અહિંસાનો ભાવ વિકસાવતી કથાઓ મળી આવે છે, તે જ એ બાબતમાં પ્રમાણ છે. આમ તો આવી કથા કાલ્પનિક લાગે, પણ જ્યારે તે કોઈ દાખલામાં વર્તમાન કાળમાં અનુભવાય ત્યારે તે કાલ્પનિક કથાઓ પણ એક વાસ્તવિક સત્ય નિરૂપતી હોય તેવી પ્રતીતિ થાય છે. હમણાં જ હિન્દુસ્તાન ટાઈમ્સ (તા. ૧૪-૧–૫૩) માં આવી એક ઘટના છપાઈ છે? નિવૃત સરસેનાપતિ જનરલ કરિઅપા એક વાર સંયતિરાજની પેઠે શિકારના શોખે સાબર પાછળ પડયા. તેમણે તેને વીંધ્યું અને તે ચીસ પાડીને ઢળી પડ્યું. તેની ચીસ સાંભળતાં જ. કરિઅપ્પાને આત્મા પણ સયંતિરાજની પડે અંદરથી ચીસ પાડી ઊઠ્યો. પેલી શિકારી પરલક્ષી વૃત્તિ તે જ વખતે સ્વલક્ષી બની અને તેમણે તે જ વખતે શિકાર ત્યાગવાનો સંકલ્પ કર્યો એટલું જ નહિ, પણ પિતાના અધિકાર તળેના અમલદારને સૂચવ્યું કે જે શિકાર કરવો જ હોય તો પોતાના જાનનું જોખમ હોય તેવો શિકાર કરો. * આવો જ પ્રસંગ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જીવનમાં આવે છે. જુઓ તેમની આત્મકથાને ગુજરાતી અનુવાદ, ત્રીજી આવૃત્તિ, પૃ. ૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20