________________ પુનઃ પંચાવન વર્ષ [ 567 લગી હું એ ન જાણુતે કે તેમણે વાર્તાઓ પણ લખી છે. 1937 થી 1951 સુધીમાં લખાયેલી આ વાર્તાઓની જાણ મને થઈ અને તે સાંભળી ત્યારે હું મારા અજાણપણાથી અને લેખકની આત્મા પનવૃત્તિથી નવાઈ પામ્યો. જેમ જેમ એ વાર્તાઓ સાંભળો ગયો તેમ તેમ મને જણાતું ગયું કે લેખકની શક્તિ વ્યાપારી ક્ષેત્રના સંકુલ વર્તેલમાં કેદ થઈ ન હેત અથવા તેને સ્વસ્થ લેખન માટે જોઈતી સગવડ અને છૂટ મળે તે એ શક્તિ એના પૂર્ણ રૂપમાં જુદું જ દર્શન કરાવે. લેખકની ભાષા કેટલી પ્રવાહબદ્ધ છે, કેટલી સરલ અને રુચિકર છે, તેમ જ લખાણમાં કેટલું માનસિક, સામાજિક અને સાંપ્રદાયિક ભાવનું–કવચિત્ કવચિત્ કાવ્યમય અને છટાબંધ–વિશ્લેષણ છે તે તે પરીક્ષક વાચકોના ધ્યાનમાં આવ્યા સિવાય રહેવાનું નથી. ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી અને મારા ચિરપરિચિત શ્રીયુત જેઠાલાલ ગાંધીએ જ મને પ્રસ્તુત સંગ્રહથી પરિચિત કર્યો, ને તેથી જ હું એ સાંભળી જવા અને તે વિશે મારા છૂટાછવાયા વિચારે લખવા પ્રેરા છું. એ બધા મિત્રો એવા સુપરિચિત છે કે તેમને વિશે કાંઈ પણ કહું તે તે આત્મપ્રશંસા જ લેખાય. અહીં તે એટલું જ કહેવું બસ થશે કે આ વાર્તાસંગ્રહ સાંભળતાં જ પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિનાં સ્મરણોથી જેમ મારું મન ઊભરાઈ ગયું તેમ, એણે સીચેલા રસથી એ મન વધારે સરળ બન્યું. 1 1, શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રડ બિકીની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org