Page #1
--------------------------------------------------------------------------
________________
પુન: પંચાવન વર્ષે–
[૩૬]
પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળતે ગયે અને પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિ તાદશ થવા લાગી. દર્શનશક્તિની સાથે દશ્ય જગત પ પામતાં જે નિરાલખતા આવેલી તેમાં પહેલું અવલંબન મુખ્યપણે શાસ્ત્રોનું મળ્યું. એ શાસ્ત્રો એટલે સંસ્કૃત, પાલિ કે પ્રાકૃત નહિ, પણ મુખ્યપણે કાંઈક જૂની અને કાંઈક નવી એવી મિશ્રિત ગુજરાતી ભાષામાં લખાયેલ જૈન પરંપરાને લગતા કેટલાક વિષયનાં શાસ્ત્રો. પહેલવહેલાં એ અવલંબન પ્રાપ્ત થયાનું વર્ષ વિ. સં. ૧૯૫૪ હતું, એમ યાદ આવે છે.
આજથી પપ વર્ષ પહેલાં જે શાસ્ત્રીય વિષયોએ મનને એક નવી દિશા પૂરી પાડવાનું કામ કર્યું હતું તે વિશ્વમાં એક ગેય વિષય હતો કથા કે ઉપદેશને લગ. આવાં પરંપરાગત કથાઓ કે ઉપદેશે સજઝાયને નામે જેને પરંપરામાં પ્રસિદ્ધ છે. સજઝાયને સંસ્કૃત પર્યાય છે સ્વાધ્યાય. આપણે જાણીએ છીએ કે સમગ્ર આર્ય પરંપરાઓમાં સ્વાધ્યાયનું કેટલું મહત્ત્વ છે. તૈત્તિરીય ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે, તે વસ્તુ એકેએક પરંપરામાં છવતી રહી છે. જૈન પરંપરા, જે મુખ્યપણે તપસ્વી અગર તપઃપ્રધાન સંસ્થા હોઈ બાહ્યત્યાગલક્ષી મનાય છે, તેમાં પણ ખરેખર ભાર તે સ્વાધ્યાય અને ધ્યાન જેવા અન્તસ્તા ઉપર જ આપવામાં આવ્યો છે. એટલે સાધુ અગર ગૃહસ્થ, જેઓ વ્રત, નિયમ આદિ તપના વિવિધ પ્રકામાં રસ લેતા હોય છે, તેઓ પણ સઝાયના પાઠ અને શ્રવણ પ્રત્યે ઊંડી શ્રદ્ધા સેવતા હોય છે ને તેમાં સીધો રસ અનુભવે છે. એટલે જ્યાં ગંભીર શાસ્ત્રાભ્યાસનું વાતાવરણ ન હોય કે તેની સામગ્રી ન હોય ત્યાં પણ સજઝાય નામે જાણીતા ગેય સાહિત્ય દ્વારા લેકે વિદ્યારસ અનુભવે છે અને પરંપરાગત ઉચ્ચ પ્રકારની સાત્ત્વિક ભાવનાઓના સંસ્કાર ઝીલતા રહે છે. આ સજઝાય નામક સાહિત્યવિભાગ એટલો બધો સર્વપ્રિય છે કે ભાગ્યે જ એ કઈ જૈન હશે કે જેને કઈ ને કઈ સઝાય કંઠસ્થ ન હય, અગર બીજી કઈ સઝાય ગાય ત્યારે તેને તેમાં આકર્ષણ ન થાય.
Page #2
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષે –
[ પર
સઝાય કે રાસાએનું પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય
સઝા વિવિધ ઢાળોમાં હોય છે અને એ ઢાળે પણ સુગેય હોઈ ગમે તેને ગાવામાં રસ પડે છે. જેઓ સામાન્ય રીતે પણ ગાઈ ન શકતા હોય તેઓ બીજાઓનું સઝાયગાન સાંભળી તલ્લીન થતા હોય છે. ચોરે અને ઠાકુરદ્વારે શ્રાવણ-ભાદરવામાં રામાયણ કે મહાભારતની કથાઓ વંચાતી. ગામના લોકે બપોરે કથા સાંભળવા મળે. કથાકાર મહારાજ કઈ અનેરી છટાથી કથા કરે અને અર્થ સમજાવે. રસ એટલે બધે જામે તેને સાંભળવા જનાર પંથભેદ ભૂલી જાય. જેમ રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય અનુભવ્યું છે, તેમ જ સજઝાય કે રાસ નામના જૈન ગેય સાહિત્યના લલકાર અને સમજાવટ વખતે પણ પંથભેદ ભૂલી શ્રેતાઓ એકત્ર થયાનું ચિત્ર આજે પણ મન સામે ઉપસ્થિત થાય છે. કેઈ સુકંઠ સાધુ કે સાધ્વી અગર ગૃહસ્થ-શ્રાવક જુદી જુદી સઝા ગાય, રાસની ઢાળે ગાય ત્યારે મોટી મેદની જામતી, અને આ જ ધાર્મિક કે સાંસ્કૃતિક જીવનનું તે વખતે ગામડાંઓમાં અને શહેરમાં પણ એક મહાન પર્વ બની રહેતું.
આ પર્વરસે મને અલંબન પૂરું પાડયું ત્યારે કેટલાંક સુપાત્ર સાધ્વીઓની દ્વારા મોઢેથી અને લખેલ તેમ જ છાપેલ પુસ્તક ઉપરથી પણ મેં કેટલીક સજા કંઠસ્થ કરી. છંદ, સ્તવન આદિ અન્ય ગેય પ્રકારની સાથે સાથે સઝાની ઢાળે યાદ કરવાને, એને ભડાળ વધારવાને અને એને ગાઈ પુનરાવૃતિ કરવાને એક નિત્યક્રમ બની ગયે, જેને હું મારા વિદ્યાવ્યવસાયનું પ્રથમ પગથિયું અને નવી દિશા ઉઘાડવાનું એક કાર કહું છું. સજઝાયોના બે પ્રકાર
તે વખતે મેં જે સઝા કંઠસ્થ કરેલી તેને મોટે ભાગે તે વખતે મુદ્રિત અને ઉપલબ્ધ સઝાયમાળા ” ભાગ પહેલા-બીજામાં હતા. સઝાયે બે પ્રકારની હોય છે. એક અસવૃત્તિઓના દે વર્ણવી સવૃત્તિઓના ગુણ ગાનારી અને બીજી કોઈ જાણતી સુચરિત વ્યક્તિને ટૂંકમાં જીવનપ્રસંગ પૂરે. પાડી તે દ્વારા ત્યાગ કે સંયમનું વાતાવરણ સર્જનારી. જેમાં ક્રોધ અને લેભ જેવી વૃત્તિઓના અવગુણ દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવ્યા હોય ને ક્ષમા તેમ જ સતિષના લાભ વર્ણવવામાં આવ્યા હોય તે પહેલે પ્રકાર. જેમાં ભગવાન મહાવીર કે ગૌતમ જેવા માન્ય પુરુષોના જીવનને કોઈને કોઈ પ્રસંગ ગવાય હોય તે બીજો પ્રકાર,
Page #3
--------------------------------------------------------------------------
________________
૫૫૦ ]
દર્શન અને ચિંતન રાસાઓની પ્રાચીનતા
ઉપર જે રાસને નિર્દેશ કર્યો છે તેનો થોડે ખુલાસો અત્રે આવશ્યક છે. આચાર્ય હેમચંદ્ર સાહિત્યના વિવિધ પ્રકારોમાં “રાસક” પણ એક પ્રકાર ગણાવ્યો છે. ભાગવતમાં રાસપંચાધ્યાયી જાણીતી છે. એ જ રાસકપ્રકાર મધ્ય કાળથી અપભ્રંશ, જૂની ગુજરાતી અને છેક નવા યુગની ગુજરાતીમાં ખેડા આવ્યો છે, અને તે “રાસુ”, “રામ” કે “રાસ' તરીકે જાણીતો છે. કથાપ્રધાન સજઝાય એ આ યુગની વાર્તા કે નવલિકાનું સ્થાન લેતે એક ગેયપ્રકાર છે, જ્યારે રાસ એ આ યુગના નવલસાહિત્યનું સ્થાન લેતો તત્કાલીન કાવ્યું કે મહાકાવ્ય પ્રકાર છે. રાસમાં મુખ્ય પાત્રની સળંગસૂત્ર જીવનકથા ગ્રથિત હેઈને તેની આસપાસ અનેક નાનીમોટી ઉપકથાઓ વર્ણવવામાં આવે છે, જેને લીધે તે એક સુવ ગેયકાવ્ય બની રહે છે.
મેં જે સજઝાયોને એક સાથે સરખે સંગ્રહ યાદ કરેલે તેમાં કેટલી સજઝા એવી હતી, જેમાં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ વણાયેલી છે. દા. ત. નંદિણ, સંયતિરાજ, ધજાશાલિભદ્ર, મૃગાવતી, કપિલકુમાર, કણિક -ચેટક આદિ. તેથી જ્યારે પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળવા લાગે ત્યારે એ લગભગ પંચાવન વર્ષ પહેલાંની માનસિક ભૂતાવળના સંસ્કારે જાગ્રત થયા, અને જાણે એ પંચાવન વર્ષના પડદાને સાવ સેરવી તેણે મને એ ભૂતકાળમાં બેસાડી દીધે ! એ જ ભૂતકાળના સંસ્કારવશ હું આજે કાંઈક લખવા પ્રેરા છું
અને તેથી જ મેં પુનઃ પંચાવન વર્ષે—-' એવું મથાળું પસંદ કર્યું છે. સઝાયસાહિત્યની વ્યાપકતા
ભરદરિયે વહાણુ ભાંગે અને ડૂબતે મુસાફર કઈ નાનકડાશા ખોખરા પાટિયાને મેળવી તેને ટેકે ટેકે કિનારા સુધી પહોંચે અગર તેને આધારે દરિયા વચ્ચે જ બીજા કોઈ સાબૂત વહાણને મેળવી લે તેના જેવી જ, “સંજઝાય” નામના સાહિત્યપ્રકારથી મળેલ ટેકાને લીધે મારી સ્થિતિ થઈ છે, એમ કહી શકાય.
તે કાળે એ “સજઝાય” સાહિત્યનું ગૌરવ મારે માટે નિરાશામાં એકમાત્ર ટકા પૂરતું અને બહુ તે વખત વિતાડવા પૂરતું હતું, પણ એ ટેકાએ ત્યારબાદનાં પંચાવન વર્ષોમાં જે જે વિદ્યાનાં ક્ષેત્રે ખેડવાની વૃત્તિ જગવી અને જે જે અનેકવિધ સંસ્કાર મેળવવાની તક પૂરી પાડી તે બધાને સળંગ વિચાર કરતાં એમ લાગે છે કે તે વખતે જે સજઝાય” સાહિત્યને હું સામાન્ય લેખતે તેવું એ સામાન્ય નથી. જેમ એને ભૂતકાળ ઘણે છે તેમ
Page #4
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષ
[ ૫૫૦
એની વ્યાપકતા પણ ઘણી છે. આ બાબત અહીં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓના દાખલાથી જ સ્પષ્ટ કરવી ઠીક લેખાશે.
જૈન કથાસાહિત્યમાં કેન્દ્રપરિવર્તનને પડ
પ્રસ્તુત સંગ્રહમાં કુલે બાર વાર્તાઓ છે. તેમાંની છેલ્લી ત્રણ વાર્તાઓ મધ્યયુગની છે, જ્યારે બાકીની બધી વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડી વિક્રમની બીજી સદી સુધીનાં લગભગ સાત વર્ષને સ્પર્શે છે. બધી જ વાર્તાઓનું મૂળ જૈન સાહિત્ય જ છે. જૈન સાહિત્ય—ખાસ કરી કથાસાહિત્ય—કઈ એક કાળમાં અને એક જ પ્રદેશમાં કે એક જ હાથે નથી રચાયું. જેમ જેમ જૈન પરંપરાને પ્રાધાન્ય અને પ્રભાવનું ક્ષેત્ર બદલાતું ગયું તેમ તેમ તેના કથાસાહિત્યમાં પણ એ કેન્દ્રપરિવર્તનનું પ્રતિબિંબ પડ્યું છે.
જ્યારે વૈશાલી, રાજગૃહ, ચંપા અને પાટલિપુત્ર જેવી નગરીઓ જન પ્રભાવ નાં કેન્દ્રો હતાં ત્યારે રચાયેલ કે તે સ્મૃતિ ઉપરથી રચાયેલ સાહિત્યમાં તે કેન્દ્રોને પડ છે; વળી જ્યારે અવંતી (ઉજ્જયિની) અને મધ્યભારત જૈન પ્રભાવનાં કેન્દ્રો બન્યાં ત્યારે રચાયેલ કેટલીક કથાઓમાં તે કેન્દ્રના પડઘા છે.
જ્યારે જૈન પ્રભાવ પશ્ચિમ હિન્દુસ્તાન–ખાસ કરી ગૂજરાત–માં આગળ વળે ત્યારે લખાયેલ સાહિત્યમાં એ કેન્દ્રના પડઘા છે. આ રીતે પરંપરાના પ્રભાવના કેન્દ્રના પરિવર્તન સાથે જ કથાઓએ જૈન સાહિત્યમાં નવા નવા પિશાક ધારણ કર્યા છે. આ વસ્તુ પ્રસ્તુત. સંગ્રહના લેખકે દરેક વાર્તાની માંડણીમાં એને જે પરિચય આપે છે તે ઉપરથી જ વાચક સમજી શકે તેમ છે. પ્રસ્તુત વાર્તાઓનાં પા અને તેને આધાર
પ્રસ્તુત સંગ્રહમાંની બાર વાર્તાઓ પૈકી એક વાર્તાઓનાં મુખ્ય પાત્ર એતિહાસિક છે; જેવાં કે, કેણિક, ચેટક, હલ્લ, વિહલ, મૃગાવતી, શકટાળ, આર્ય રક્ષિત, ઉદયન મંત્રી, આમૃભટ જેવાં; અને તેની સાથે સંકળાયેલી હકીકતે કેટલેક અંશે ઐતિહાસિક છે, જ્યારે બીજી વાર્તાઓને અતિહાસિક કહેવા જેટલે આધાર નથી. તેમ છતાં એ વાર્તાઓનું મૂળ વસ્તુ પ્રાચીન જૈન સાહિત્યમાં અત્યારે પણ ઉપલબ્ધ છે.
કેટલીક વાર્તાઓનાં મૂળ તો જૈન આગમમાં પણ છે; જેમ કે, નંદિણ, સંયતિરાજ, કપિલકુમાર, ધન્ના-શાલિભદ્ર, શાલ-મહાશાલ; જ્યારે કેટલીકનાં
Page #5
--------------------------------------------------------------------------
________________
પેપર 3
દર્શન અને ચિંતન મૂળ નિર્યુક્તિ અને શૂર્ણિ આદિમાં છે, તે બીજી કેટલીકનાં મૂળ ગૂજરાતમાં લખાયેલ પ્રબન્ધસાહિત્યમાં છે; જેમ કે, ઉદયન મંત્રી, આમ્રભટ અને ભૂયરાજ.*
જૈન પરંપરા બૌદ્ધ જેવી અન્ય શ્રમણ પરંપરાઓની પેઠે જ, બ્રાહ્મણવર્ગ પ્રધાન નથી. એમાં ક્ષત્રિય અને ગૃહપતિ વૈશ્યનું પ્રાધાન્ય રહેતું આવ્યું છે. તેથી જ આપણે પ્રસ્તુત વાર્તાઓનાં મુખ્ય પાત્રોમાં મોટે ભાગે ક્ષત્રિય અને વૈશ્ય વર્ણ નિહાળીએ છીએ. બ્રાહ્મણોએ જૈન પરંપરા સ્વીકાર્યાના દાખલા વિરલ છે, એ હકીકત જૈન ઇતિહાસમાં જાણીતી છે. આર્ય રક્ષિત બ્રાહ્મણ હતા અને જૈન ભિક્ષુ બન્યા તે એ વિરલતા જ સૂચવે છે.
પ્રાચીન આગમમાં કે તે ઉપરના ભાષ્ય, નિર્યુકિત કે ચૂણિ જેવા ટીકાગ્રંથમાં જે નાનીમોટી કથાઓ આવે છે તેમાંથી કેટલાંક પાત્રોનાં નામ, પ્રાતઃસ્મરણીય સ્મૃતિસંગ્રહરૂપે રચાયેલ “ભરફેસરબાહુબલિનામની એક
* આ સંગ્રતુમાંની વાર્તાઓનાં પ્રાચીન મૂળ નીચે મુજબ મળે છે?
પહેલી વાર્તાના મુખ્ય પાત્ર નંદિણનો ઉલ્લેખ આવશ્યકર્ણિના ચોથા અધ્યચનમાં તથા નંદીસૂત્રમાં ઔત્પત્તિકી બુદ્ધિના વર્ણન પ્રસંગે મળે છે.
બીજી વાર્તાના નાયક સંયતિરાજ અને છઠ્ઠી વાર્તાના કપિલકુમાર ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે.
ત્રીજી વાર્તામાંનાં દ્રોમાં અને આર્ય રક્ષિતને ઉલેખ આવશ્યક નિર્યુકિત, ચર્ણિ અને દશવૈશાલિકની અગત્યસિંહની ચૂર્ણિમાં છે. આ સર્ણિ મુ. શ્રી. પુણ્યવિજયજીને સર્વથા નવી જ મળી છે, ને તે બીજી બધી ચણિઓ કરતાં ઘણી જૂની છે.
ચોથી વાર્તામાંના શકરાળ મંત્રીનો ઉલ્લેખ આવશ્યકનિકુંતિમાં તેમ જ બહ૫માં છે.
પાંચમી વાર્તામાંના ધના-શાલિભદ્રને ઉલ્લેખ ઠાણાંગસૂત્રના દશમા સ્થાનકની ટીકામાં છે.
સાતમી શાલ-મહાશાલની વાર્તાનું મૂળ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની ટીકામાં છે.
આઠમી મૃગાવતીની તથા નવમી કણિકટિકની વાર્તાનું મૂળ મહાવીરચરિત્રમાં છે. એમાંના હુલ-વિહુદ્ધનો ઉલ્લેખ ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશમાં છે.
દસમી ઉદયન મંત્રી, અગિયારમી આમ્રભટ અને બારમી ભૂયાજની વાર્તાને આધાર “પ્રબંધચિંતામણિ છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષ
[ ૫૫૩
પદબંધ પ્રાકૃત સજઝાયમાં મળી આવે છે. એ સક્ઝાયની સંસ્કૃત ટીકામાં ટીકાકારે તે તે સૂચિત પાત્રોની વિસ્તૃત જીવનરેખા આપેલી છે. પ્રસ્તુત વાર્તાના લેખકે એ ટકાગત જીવનરેખાઓને આધારે કેટલીક વાર્તાઓમાં લીધે છે, તે કેટલીક વાર્તાઓના આધાર તરીકે એમણે પ્રબંધચિંતામણિ જેવા મધ્યકાલીન પ્રબંધસાહિત્યને ઉપયોગ કર્યો છે.
વાર્તાઓને સામાન્ય સૂર લેખકે પ્રત્યેક વાર્તા દ્વારા જે રહસ્ય સૂચિત કરવા ધાર્યું છે તેને સ્ફોટ કરતાં પહેલાં, સમગ્ર વાર્તાસંગ્રહને એકંદર અને સામાન્ય સૂર શો છે તે જાણવું એગ્ય લેખાશે. બધી વાર્તાઓને એકંદર અને સામાન્ય સૂર છે વીરવૃત્તિ દર્શાવવાનો. ભલે એ વૃત્તિ જુદી જુદી રીતે, અને જુદે જુદે માર્ગે તેમ જ જુદે જુદે પ્રસંગે તીવ્ર કે તીવ્રતમ રૂપે અવિર્ભાવ પામતી હોય, પણ સંગ્રહમાંની એવી એકે વાર્તા નથી કે જેમાં વીરવૃત્તિને ઉદ્દે ક સૂચવાત ન હોય. વીરતાનું મૂળ ઉત્સાહમાં છે. ઉત્સાહ એ એક ચાલુ જીવનક્રમના સામાન્ય વહેણમાંથી છલાંગ મારી છૂટવાને અને કેટલીક વાર તે આ છેડેથી તદ્દન
સામે છેડે જઈ ઊભા રહેવાને વીર્યપ્રધાન ઉલ્લાસ છે. પક્ષી અને સ્વલક્ષી વીરવૃત્તિ
આલે ઉલ્લાસ એ જ મનુષ્યને ઈતર પ્રાણુઓથી જુદા પાડે છે. વાઘ, સિંહ જેવાં ક્રર અને તેફાની પ્રાણીઓમાં શક્તિને ઊભરો દેખાય છે; કેટલીક વાર તે વીરવૃત્તિનું રૂપ પણ ધારણ કરે છે, પણ એ વૃત્તિ મનુષ્યની વીરવૃત્તિ કરતાં નાખી છે. પ્રચંડ બળશાળી અને આવેગી ઇતર પ્રાણીઓને જુસ્સો છેવટે પરલક્ષી હોય છે; એને કોઈ વિરોધી હોય તેની સામે જ તે લવાય છે. ઈતર પ્રાણીઓને જુસ્સો કદી સ્વલક્ષી બની જ નથી શકત; પિતાના વિરોધી કે દુશ્મનને મારી કે ફાડી ખાવામાં જ એ પરિણમે છે. જ્યારે મનુષ્યને વર્ષોલ્લાસ અગર જુસ્સે એ પરલક્ષી હોય છતાં તે સ્વલક્ષી પણ બને છે. મનુષ્ય વધારેમાં વધારે જ્યારે આગમાં તણાતે હોય અને પિતાના વિધીની સામે સમગ્ર શક્તિ અજમાવતા હોય ત્યારે પણ એનામાં એવી
એક શકયતા રહેલી છે કે તેને એ પરલક્ષી જુસ્સા સાવ દિશા બદલી સ્વલક્ષી બની જાય છે અને તે જ વખતે તેને પિતાની જાત ઉપર પિતાને ગુસ્સે કે આવેગ ઠાલવવાને પ્રસંગ ઉભો થાય છે. એ જ સ્વલક્ષી વીરવૃત્તિ છે અને એ જ માનવતાની માંગલિક ભૂમિકા છે;
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
દર્શન અને ચિંતન મનોવૃત્તિના અભ્યાસ ઉપરથી એમ લાગે છે કે મનુષ્ય જાતિમાં શક્યતા ગમે તેટલી હોય છતાં, સામાન્ય ધોરણ તે એવું જ દેખાય છે કે, ભાણસ જે પ્રવાહમાં જનમે હોય કે જે વહેણમાં તણાતા હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે અને અનુકૂળ સંગેની વાત તો બાજુએ રહી, પણ પ્રતિકૂળ સંગ સુધ્ધાંમાં તે મોટી ફાળ ભરી શકતા નથી; છતાં એવા પણ અસંખ્ય દાખલાઓ દરેક દેશ અને દરેક કાળમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃતિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ બેસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તે માણસ પાછો પ્રથમ છેડે આવી ઊભો રહે છે. આવું સામસામેના છેડા ઉપર પહોંચી જવાનું લેલક જેવું મનોવૃત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લોલક જેવું યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહોંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાછું જ ફરે. જ્યાં લગી માણસને જુસ્સો, ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હોય ત્યાં લગી તે તે લેલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે, અને વિવેકપૂર્વક કેઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળસૂતિ સર્જે છે. તેમાંથી જ આત્મશોધનના અને તે દ્વારા સગુણોના સ્ત્રોતના ફુવારા ફૂટે છે. અસાધરણ વેગની જરૂરઃ વીરવૃત્તિનાં વિવિધ પાસાં
જે વ્યક્તિમાં આ અસાધરણ વેગ નથી જનમતો તે કેઈ ક્ષેત્રમાં બહુ લીલું કે નવું નથી કરી શકતો. ઈતિહાસમાં જે જે પા અમર થયાં છે તે આવા કોઈ સ્વલલી જુસ્સાને લીધે જ. એને આપણે એક વીરવૃત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તે એ એગ્ય લેખાશે. વીરત્તિનાં પાસાં તે અનેક છે. ક્યારેક એ વૃત્તિ રણગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તે ક્યારેક દાન અને ત્યાગને માર્ગે; વળી ક્યારેક પ્રેમ અને પરીણને રસ્તે, તે ક્યારેક બીજા સ દ્વારા. આમ એને આવિર્ભાવ ભલે, ભિન્ન ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતો હોવાથી જુદા દેખાય, છતાં મૂળમાં તે એ આવિર્ભાવ સ્વલક્ષી જ બનેલે હાઈ એને સાત્વિક ઉત્સાહ કે સાત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંની દરેક વાતનું મુખ્ય પાત્ર એ આવા કોઈને કોઈ પ્રકારના સાત્વિક વીરરસનું જ પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તે સમજી શકાશે.
આ છે આ વાર્તાઓનો સામાન્ય સૂર. હવે આપણે એક એક વાર્તા લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ –
Page #8
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષે –
[ પપપ.
પ્રત્યેક વાર્તાને સૂરી પ્રથમ વાર્તા ઉપર જે વીરવૃત્તિને નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિયપ્રકૃતિના પાત્રમાં જે રીતે આવિર્ભાવ પામતી દેખાય છે તે કરતાં બ્રાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે આવિર્ભાવ પામતી દેખાય છે. ક્ષત્રિયપ્રકૃતિ એટલે પરંપરાગત રજોગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ વાર્તાના મુખ્ય પાત્ર નંદિષેણમાં લેખકે વ્યક્ત કરી છે. નંદિણ એ રાજગૃહીના ક્ષત્રિય નરેશ બિંબિસાર અપર નામ શ્રેણિકને પુત્ર છે. લધુ વયે ભગવાન મહાવીરના ત્યાગ–તપસ્યામય સાત્વિક વાતાવરણથી આકર્ષાઈ ત્યાગીજીવન સ્વીકારવા તે તૈયાર થાય છે. ભગવાન એની ક્ષત્રિય પ્રકૃતિ અને કુમારવૃત્તિનો દીર્ધદષ્ટિથી વિચાર કરી તેને સંપૂર્ણ ત્યાગનું સાહસ ખેડતાં રોકે છે, પણ નંદિણ છેવટ તે રો રાજપુત્ર અને ક્ષત્રિય પ્રકૃતિને, એટલે એ પિતાના ત્યાગલક્ષી આવેગને રોકી શકતો નથી. તે ત્યાગી તે બને છે, પણ તેનું મન જેમ જેમ વધારે ને વધારે તારુણ્યમાં પ્રવેશ કરે છે તેમ તેમ તેની ભેગવાસનાઓ વધારે અને વધારે ઉત્પાદક બનતી જાય છે. નંદિ એને શમાવવા અને કાબૂમાં લેવા અનેકવિધ દેહદમન કરે છે, પણ એ દમન છેવટે તે દેહશેષણમાં જ પરિણમે છે. નંદિષેણ રહ્યો સ્વમાની, એટલે તેને પિતાની સાધના ભેગત્તિનું ઉપશમન કરતી ન જણાઈ કે તરત જ તે આવેગને સામે છેડે જઈ નિર્ણય કરે છે કે જે દેહદમન ભગવાસનાનું શમન નથી કરતું તે એવા દેહદમનથી શો લાભ? અને ભોગમાં પડી અપજશ મેળવવાથી, પણ શું લાભ?——આ વિચાર તેને આત્મઘાત કરવા પ્રેરે છે, પણ આમવાતની છેલ્લી ક્ષણે વળી તેનું મનલેલક સામે છેડે જઈ થોભે છે અને વિચાર કરે છે કે દેહપાત એ કોઈ કાયમી ઉકેલ નથી.
જાણે કે તેના મનમાં ભગવાન મહાવીરે ભાખેલ ભાવીને પડો ન પડી રહ્યો હોય તેમ એ પાછો ઉત્કટ તપ અને ધ્યાનમાં જ લીન થે. એને તપયોગથી લબ્ધિ કે વિભૂતિ સાધી. તે ભિક્ષાપર્યટનમાં અચાનક એક ગણિકાને ત્યાં પહોંચે છે; ધર્મલાભ આપી ઊભો રહે ત્યાં તો ગણિકા એને એમ કહીને મેહપાશમાં પાડે છે કે અહીં તે ધર્મલાભ નહિ પણ અર્થલાભ જોઈએ! નંદિષેણ રોગપ્રાપ્ત વિભૂતિબળથી ધનવર્ષ કરાવે છે ને છેવટે એ જ ધન ને એ જ વેશ્યાના ભેગપભોગમાં પડી આવેગની બીજી જ દિશામાં તણાય છે.. આમ ભગવાનની આગાહી સાચી પડે છે, પણ નદિષણ એ કાંઈ માત્ર ચંચળતાની જ મૂર્તિ નથી. કાંચન અને કામિનીના વશીકરણમાં પડ્યા છતાં
Page #9
--------------------------------------------------------------------------
________________
૫૫૬ ]
દન અને ચિંતન તેના મનના ઊંડા પ્રદેશમાં ધમભાવનાનાં અને સયમનાં બીજ તા વવાઈ ચૂકથાં છે. તે ત્યાગી મટી પૂરા ભાગી બન્યા, પણ એની ત્યાગરુચિ કાયમ છે. તે રાજ કાઈ ને કાઈ વ્યક્તિને ત્યાગ તરફ વાળે છે અને અનેક જણને ત્યાગી બનાવવાનું જાણે વ્રત લીધુ હોય તેમ તે વેશ્યાના ધરમાં રહ્યા છતાં, નિયમિતપણે પોતાના ઉદ્યોગ ચાલુ રાખે છે. વળી નદિષણ એ કાઈ સામાન્ય માટીના માનવ નથી. એની ભાગવાસનાને! પરિપાક થયેા છે તે યેાગ્ય નિમિત્ત પણ મળી જાય છે, એણે કરેલ સકલ્પ પ્રમાણે જે દિવસે તેને ત્યાગ સ્વીકારનાર નવી વ્યક્તિ નથી મળતી અને ભાજન વગેરેના દૈનિક ક્રમમાં મોડું થાય છે ત્યારે પેલી ગણિકા મીઠું મેણું મારે છે કે કાઈ ખીજો ત્યાગ લેનાર ન મળે તે! તમે જ કાં નથી તૈયાર થતા ? ગણુકાએ મેણું તે માયું. મફૅરીમાં, પણુ એ જાણીતી ન હતી કે એની મશ્કરી અંતે ભારે પડશે ! એ કયાં જાણીતી હતી કે આ નદિ કાઈ ના વચ્ચે રહે તેમ નથી ? નદિષણની સિંહવૃત્તિને એટલું જ જોઈતું હતું. અને તે પાછો ચાલી નીકળ્યો. દેહદમનથી ઉપશાંત નહિ થયેલ ભાગવાસના ભાગથી ઉપશાંત ખેતી અને સાથે જ ધ-આરાધને જે બીજો વાવ્યાં હતાં તેના પણ સાત્ત્વિક કરા સ્વાભાવિક રીતે ઊગ્યા. આમ ભગવાસનાના ઉપરામ અને ત્યાગસયમના વિવેકી સસ્કારો એ ખતે સુમેળ થતાં જ પોતાના ધર્મગુરુ ભગવાન મહાવીર પાસે જઈ સ્થિર મનથી વનોધનના કામમાં લાગી જાય છે.
નદિષણની જીવનરેખા તે! લેખકે આકર્ષક રીતે આલેખી છે; તેમાં ઘણે સ્થળે આવતું માનસિક વૃત્તિએ!નું વિશ્લેષણ અનુભવસિદ્ધ અને ધ્યાન ખેંચે એવું છે. પણ ઉપર જે ટૂંક સાર આપ્યા છે. તે ઉપરથી એટલું જાણી શકારો કે ક્ષત્રિયવૃત્તિ કેવી ચંચળ અને છલાંગ મારનારી હોય છે. એ વૃત્તિ જ્યારે કાનૂમાં આવે છે ત્યારે તે કેટલી કા સાધક અને છે, અને કાનૂમાં ન આવે ત્યાં લગી તે માણસને કેવી રીતે દડાની પેઠે આમથી તેમ ફગાળે છે! આખી વાર્તાને ધ્વનિ તો છેવટે એ જ છે કે અંતરવાસના અળવતી હોય તે! દેહદમન કારગત થતું નથી. જ્યારે એ વાસનાનું બળ એક કે બીછ રીતે ઉપશાંત થાય ત્યારે જ સાધના ધર્મસાધના નીવડે છે. આ સત્ય ભલે ન òિષ્ણુની વાર્તામાં નિરૂપાયું હોય, પણ તે આખી માનવજાત માટે સાચુ છે. એટલે લેખકે નર્દિષ્ણુની વાર્તા દ્વારા વાચકનું ધ્યાન એ મુખ્ય સત્ય તરફ જ આકષવા સુંદર રીતે પ્રયત્ન કર્યાં છે.
છઠ્ઠી વાર્તા ; કપિલકુમાર, જે છઠ્ઠી વાર્તાના નાયક છે, તે વિશે અહીં જ
Page #10
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષ
[ ૫૫૭
ચેાડુ કહી દઈએ. નર્દિષણ એ ક્ષત્રિય પ્રકૃતિનો છે, જ્યારે કલિકુમાર બ્રાહ્મણુ પ્રકૃતિના. નર્દિષણ ક્ષણમાત્રમાં રાજવૈભવ ત્યજી તપ-ત્યાગ તરફ ઢળે છે અને વળી તેમાંથી વ્યુત થઈ પાછે ભાગ ભણી ભાગે છે. કપિલકુમાર સરસ્વતીની સાધના કરતાં કરતાં વચ્ચે જ એક તરુણી તરફ આકર્ષાય છે અને એ સાધનાને ત્યાંજ જતી કરી ગુરુવાસ છેાડી તરુણી સાથે ચાલી નીકળે છે. નર્દિષેણુ વિશે ભગવાન મહાવીરે ભાખેલું સત્ય સાધુ કરે છે, તે કપિલકુમાર વિશે વિદ્યાગુરુએ કલ્પેલું ભાવી સાચું પડે છે. નર્દિષેણ ગણુકાના પાશમાંથી એકાએક છૂટી મૂળ માગે પાછો ફરે છે, તેમ જ કપિલકુમારનુ પણુ ખને છે. પત્નીના આગ્રહથી ગરીબી નિવારવા રાજદ્વારે દાન મેળવવા જતાં જ્યારે તેને રાન્ન તરફથી જોઈ એ તે માગી લેવાનું કહેવામાં આવે છે ત્યારે કપિલકુમાર · આ માગું, તે માગું, આટલું માગું તેટલું માગું ?—— એવી અનેક પ્રકારની વિકલ્પજાળેામાં સપડાય છે, પણ તરત જ તેની સ્વલક્ષી વીરવ્રુત્તિ—કહે કે ધર્મવૃત્તિ—પ્રગટે છે અને તે કાંઈ પણ મેળવવાના લાભથી તદ્દન ઊંચા ઊડી પરમ સંતોષની ભૂમિકા ઉપર જઈ બેસે છે. હવે એને કાઈ વસ્તુ લલચાવી શકતી નથી. આમ જે થેડી ક્ષણેા પહેલાં દીનત્તિથી ક’ગાળ દેખાતા તે જ થોડી પળેામાં સાવ બદલાઈ માસ ચ જંતુષ્ટે જોડર્થવાન હા વિઃ એવી સામ્ય અવસ્થામાં આવે છે. આમ ક્ષત્રિયપુત્ર ન દિષણનુ જેવું પતનોત્થાન જોવામાં આવે છે તેવુ જ પતનાહ્વાન બ્રાહ્મપુત્ર કપિલકુમારમાં પશુ દેખાય છે. આવાં પતનાત્થાન દ્વારા લેખકે મનુષ્યસ્વભાવનુ વાસ્તવ ચિત્ર જ ખેચ્યું છે.
―
બીજી વાર્તા સંયતિરાજની છે. સંયતિરાજ પણ ક્ષત્રિયપ્રકૃત્તિના છે.. એને મુખ્ય નાદ છે શિકારના, તે શિકાર પાછળ એટલો બધો ઘેલો છે કે જાણે તેના જીવનનુ તે ધ્યેય જ ન હોય! એની આ હિંસાપરાયણ ચંચળ વૃત્તિ જ એક દિવસ એને સાવ સામે છેડે લઈ જઈ મૂકે છે. તે શિકાર પાછળ પડી એક ભાગતા મૃગલાને તીરથી વીધે છે. મૃગલુ તીર વાગતાં જ ઢળી પડે છે, લક્ષ્યવેધની સફળતા જોઈ સતિરાજ મલકાય તેટલામાં તો તેની નજર સામે નવુ જ જગત ખડુ થાય છે જ્યાં એ શિકાર પડ્યો છે ત્યાંજ નજીકમાં એક પ્રશાંત અહિંસક વૃત્તિની સાક્ષાત્ સ્મૃતિ ન હોય એવા યોગીમુનિને ધ્યાનમુદ્રામાંથી ઊઠતા તે નિહાળે છે. મુનિ મૃગલાના પ્રાણત્યાગથી દુઃખી છે તેા ખીજી ખાજી તે શિકારને વીંધનાર શિકારીના અજ્ઞાન અને મિથ્યા કૃત્યથી પણ દુ:ખી છે. મુનિનું સાત્ત્વિક દુઃખ કલ્યાણુગાની છે. પેલા સંયતિરાજ મુનિના મુખ તરફ જોઈ રહે છે કે એ તપવી શાપ કે કેા તે નહિ.
Page #11
--------------------------------------------------------------------------
________________
પપ૮:
દર્શન અને ચિંતન આપે ? પણ મુનિ તે તે મુનિ! એમનું મૌન જેટલું વધારે વખત ચાલે છે તેટલું જ ઊંડેથી રાજાનું મન વધારે લેવાય છે. એ વિચારવમળમાં ગોથાં ખાય છે. તેને જે શાપ અને ઠપકાને ભય હતું તેને બદલે તે તે મુનિના મૌનમાં કરુણ વરસતી જુએ છે. મુનિ સંયતિરાજની હિતકામનાને જેમ જેમ ઊંડા વિચાર કરે છે તેમ તેમ એ વિચારના પડઘા, મૌન દ્વારા જ, સંયતિરાજ ઉપર એટલા સખત રીતે પડે છે કે છેવટે તેનું મન પ્રથમની શિકારવૃત્તિને એક છેડેથી સાવ બીજે છેડે જઈ ઊભું રહે છે, અને હિંસાવૃત્તિ એ અહિંસા તેમ જ કરુણાવૃત્તિમાં પલટે ખાય છે. સંયતિરાજ ત્યાં ને ત્યાં મુનિના ચરણમાં હંમેશ માટે અહિંસા અને કરુણને સાક્ષાત કરવા સંકલ્પ કરી લે છે ને રાજવિભવ ત્યજે છે.
સંયતિરાજની વીરવૃત્તિ પરલક્ષી મટી જ્યારે સ્વલક્ષી થઈ ત્યારે જ તેનામાં મંગળસૂતિ પ્રગટી. લેખકે આ વાર્તા જૂના ગ્રંથમાંથી લીધી છે, પણ તેની રજૂઆત એટલી સારી રીતે થયેલી છે કે વાચક તે વાંચતાં વાંચતાં પિતાનામાં ઉદ્ભવતી પરસ્પર વિરોધી એવી સામસામેની વૃત્તિઓને પ્રતીતિકર રીતે નિહાળી શકે, ભારતમાં ધર્મ સાધના અનેક રીતે થયેલી છે, પણ તેમાં મુખ્ય સાધના તે અહિંસાની જ છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન બધા જ કથાસાહિત્યમાં અહિંસાનો ભાવ વિકસાવતી કથાઓ મળી આવે છે, તે જ એ બાબતમાં પ્રમાણ છે. આમ તો આવી કથા કાલ્પનિક લાગે, પણ જ્યારે તે કોઈ દાખલામાં વર્તમાન કાળમાં અનુભવાય ત્યારે તે કાલ્પનિક કથાઓ પણ એક વાસ્તવિક સત્ય નિરૂપતી હોય તેવી પ્રતીતિ થાય છે. હમણાં જ હિન્દુસ્તાન ટાઈમ્સ (તા. ૧૪-૧–૫૩) માં આવી એક ઘટના છપાઈ છે?
નિવૃત સરસેનાપતિ જનરલ કરિઅપા એક વાર સંયતિરાજની પેઠે શિકારના શોખે સાબર પાછળ પડયા. તેમણે તેને વીંધ્યું અને તે ચીસ પાડીને ઢળી પડ્યું. તેની ચીસ સાંભળતાં જ. કરિઅપ્પાને આત્મા પણ સયંતિરાજની પડે અંદરથી ચીસ પાડી ઊઠ્યો. પેલી શિકારી પરલક્ષી વૃત્તિ તે જ વખતે સ્વલક્ષી બની અને તેમણે તે જ વખતે શિકાર ત્યાગવાનો સંકલ્પ કર્યો એટલું જ નહિ, પણ પિતાના અધિકાર તળેના અમલદારને સૂચવ્યું કે જે શિકાર કરવો જ હોય તો પોતાના જાનનું જોખમ હોય તેવો શિકાર કરો.
* આવો જ પ્રસંગ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જીવનમાં આવે છે. જુઓ તેમની આત્મકથાને ગુજરાતી અનુવાદ, ત્રીજી આવૃત્તિ, પૃ. ૩૨.
Page #12
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષે
{ પંચ
એના અર્થ એ છે કે નિર્દોષ અને ગરીબડાં પ્રાણીઓને શિકાર કરી તેમાં પુરુષાર્થ ચરિતાર્થ થયાના ગવ ન લેશો.
આ પણ એક હિંસામાંથી અહિંસા ભણી પગલાં માંડવાની શરૂઆત છે. લેખકે વાર્તામાં કહ્યું છે તેમ જે કર્મોંમાં એટલે ાઈ તે પજવવાના કર્મમાં શૂરા હોય તે જ વૃત્તિચક્ર બદલાતાં ધર્માંમાં એટલે સહુનું હિત સાધવાના કાર્યોમાં શૌય લેખતા થઈ જાય છે. સતિરાજની કથામાં હિ ંસાવૃત્તિમાંથી અહિંસાને સાવ બીજે છેડે જઈ બેસવાનો જે ધ્વનિ છે તે પ્રત્યેક સમજદાર માણસના મનમાં ઓછેવત્તે અશે કયારેક રણકાર કરે જ છે. આ વાર્તામાં સતિરાજ અને મુનિ એ બન્નેના મૌન મિલનપ્રસંગનુ જે ચિત્ર લેખકે આલેખ્યું છે તે વાંચતાં એમ થઈ આવે છે કે જાણે બન્નેની મનોવૃત્તિની છી જ ન પડી હાય !
ત્રીજી વાર્તા છે સામાની. એ દૃશપુર ( વર્તમાન મંદસાર )ના એક રાજપુરાહિતની પત્ની છે. જનમે અને સ્વભાવે પણ એ બ્રાહ્મણી છે. એના વંશ અને કુટુંબમાં બ્રાહ્મણપરંપરાના વિદ્યાસંસ્કાર જ ઉત્તરાત્તર વિકસત ચાલ્યા આવે છે. તે વારસા પોતાના જ્યેષ્ઠ પુત્રને મળે અને તેને તે વિકસાવે એ દ્રષ્ટિ એ પુરાહિત અને પુરાહિતપત્નીની રહી છે. જ્યેષ્ઠ પુત્ર રક્ષિત તે સમયમાં વિદ્યાધામ તરીકે જાણીતા પાટલિપુત્રમાં આર વર્ષ લગી વિદ્યાભ્યાસ કરી જ્યારે વતનમાં પાછા કરે છે ત્યારે તેને રાજ્ય તરફથી ભારે આદર થાય છે. રક્ષિત શાસ્ત્રીય વિદ્યા ભણીને આવ્યા છે, પણ તે માતૃભક્ત હાઈ માતાનું દર્શન કરવા તે તેનું વાત્સલ્ય ઝીલવા તલસી રહ્યો છે. માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય પણ જેવું તેવું નથી. તે પુત્રની વિદ્યાસમૃદ્ધિથી પ્રસન્ન છે ખરી, પણ તેના મનમાં ઊંડા અને વાસ્તવિક સંàોષ નથી. સામાન્ય માતા સંતતિની જે વિદ્યા અને જે સમૃદ્ધિથી સંતોષાય તે કરતાં સામાનું ઘડતર મૂળે જ જુદુ છું. તેથી જ્યારે રક્ષિત માતાના પગમાં જઈ પડે છે ત્યારે તેને માતા જોઈએ તેટલી પ્રસન્ન નથી જણાતી. છેવટે ઘટસ્ફોટ થાય છે અને રક્ષિત જાણવા પામે છે કે 'જે અને જેટલી શાઔય વિદ્યાઓ શીખ્યો હું તેમ જ જે સરસ્વતી ઉપાસના કરી છે, તેટલામાત્રથી મારી માતાને પૂ સતાષ નથી. હુ. અપરા વિદ્યા ( લૌકિક વિદ્યાએ) ઉપરાંત પરા વિદ્યા ( આધ્યાત્મિક વિદ્યા ) પણ મેળવું તે સાચે બ્રાહ્મણ થાઉં એવી માતાની
તીવ્ર ઝંખના છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
દર્શન અને ચિંતન અપરા વિદ્યા અને પરા વિદ્યાઃ શ્વેતકેતુની વાત
સ્વમાની કેવળ અપરા વિદ્યામાં પૂર્ણતા ન માનવાની અને પરા વિદ્યા સુધી આગળ વધવાની તાલાવેલી આપણને પ્રાચીન યુગના વાતાવરણની યાદ આપે છે. છાંદોગ્યોપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. એને પિતા ઉદ્દાલક આરણિ એ પણ સભાની પ્રકૃતિને યાદ આપતે બ્રાહ્મણ છે. જ્યારે શ્વેતકેતુ બાર વર્ષ લગી ગુરુકુળમાં રહી અનેક શાસ્ત્રીય વિદ્યાઓ–અપરા વિદ્યાઓ––ભણું પાછો ફર્યો ત્યારે પિતા આરુણિએ તેને એક પ્રશ્ન પૂછ્યો કે “તું બધું શીખે ખરે, પણ એ શીખ્યો છે કે જે એક જાણવાથી બધું જણાઈ જાય? આ પ્રશ્ન પરા વિદ્યા–આત્મવિદ્યા–બ્રહ્મવિદ્યાનો હતો. તે કાળે શાસ્ત્રીય વિદ્યાઓ શીખનાર અને શીખવનાર પુષ્કળ હતા, પણ બ્રહ્મવિદ્યા વિરલ હતી. તેથી જ ઉચ્ચ કોટિના વિદ્વાન અને આધ્યાત્મિકે પિતાનાં શિષ્ય કે સંતતિને અધ્યાત્મવિદ્યા મેળવવા ખાસ પ્રેરતા. છેવટે પિતા આરુણિ શ્વેતકેતુને પિતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત અને તલસ્પર્શી જ્ઞાન આપે છે.
મા પિતે તે પિતાના પુત્ર રક્ષિતને પરા વિદ્યા આપવા નથી બેસતી, પણ તેની અભિરુચિ અને ઝંખના પરા વિદ્યા પ્રત્યે અસાધારણ છે. એટલે જ બાર વર્ષ પછી પાછા ફરેલ વત્સલ પુત્રને એવી પરા વિદ્યા શીખવા રજા આપતાં તે દુઃખ નથી અનુભવતી. જેમાં રક્ષિતને પિતાના ગુરુ
સલિપુત્ર પાસે પૂર્વ વિદ્યા મેળવવા મોકલે છે. પૂર્વ વિદ્યા એ જૈન પરં: પરાને શબ્દ તે, પણ તે ઉપનિષદોની પરા વિદ્યાને સ્થાને છે. પૂર્વ વિદ્યામાં અપરા વિદ્યાઓ સમાય છે ખરી, પણ તેનું મહત્વ આત્મવિદ્યાને લીધે છે.
માતાની વૃત્તિ સતિષવા અને બ્રાહ્મણુસુલભ જ્ઞાનવૃત્તિ વિક્સાવવા રક્ષિત. બીજે કશે પણ વિચાર કર્યા સિવાય પૂરા ઉત્સાહથી જૈન ગુર તસલિપુત્ર પાસે જાય છે; પૂર્વવિદ્યા મેળવવા છેવટે વજસ્વામીનું પાસું પણ સેવે છે. તેમની પાસેથી પ્રાપ્ય સઘળું જ્ઞાન મેળવી તે માતાને ફરી મળવા આવવાનો વિચાર કરે છે, પણ તે આવે-ન આવે તેટલામાં તે માતાનું વત્સલ હૃદય ધીરજની સીમા ઓળંગે છે અને નાના પુત્ર ફશુને મોટા ભાઈ રક્ષિતને તેડી લાવવા રવાના કરે છે. કશુ પણ છેવટે તે સરસ્વતીને પુત્ર જ હતો, એટલે રક્ષિતના વિદ્યાપાશમાં એ સપડાય છે. છેવટે બન્ને ભાઈઓ જૈન સાદુરૂપમાં માતાને મળે છે. એને બન્ને પુત્રની અંતર્મુખ સાધનાથી એ પરિતિષ થાય છે કે હવે તેનું મન સ્થળ જીવનવ્યવહારમાં સંતોષાતું નથી, અને તે પણ ત્યાગને ભાગે વળે છે. પિતા સમદેવ પુરે હિત મૂળે તે વૈદિક
Page #14
--------------------------------------------------------------------------
________________
પુન પચાવન વર્ષે–
[ ૫૨ સંસ્કાર ધરાવતે બ્રાહ્મણ છે, પણ તેને કઈ વારસાગત સંપ્રદાયબંધન નથી, એટલે તે પણ પત્નીને સાથ આપે છે ને દંપતી જીવનશુદ્ધિ સાધવા પુત્રની સાથે ચાલી નીકળે છે. ધ્યાન ખેંચતી બાબતે
આ કથા મૂળ તે અતિહાસિક છે અને તે વિક્રમના બીજા સૈકાની ધટના છે. આ વાર્તામાં ખાસ ધ્યાન ખેંચે એવી બેચાર બાબતે છે : પહેલી તે એ કે બ્રાહ્મણ પ્રકૃતિમાં શાસ્ત્રીય વિદ્યાઓને મેળવવાનું સહજ બીજ રહેલું છે. બીજી બાબત એ છે કે મા એ કઈ સાધારણ માતા જેવી માતા નથી, તેનું દર્શન પારદર્શી હોઈ તે પર વિદ્યા ન મેળવાય ત્યાં લગી અપરા–શાસ્ત્રીય વિદ્યાઓને અપૂરતી કે અસાધક લેખે છે. ત્રીજી બાબત એ છે કે પુત્ર પણ એવો જ વિદ્યાકામ અને માતૃભકત છે કે માતાની ઇરછાને માન આપવા અને લભ્ય ગમે તે વિદ્યા મેળવવા માટે બધું જ કરી છૂટે છે; એટલે સુધી કે, તે છેવટે ગાéધ્ધધર્મ ન સ્વીકારતા માતાનું મન સતિષવા અને પિતાની આધ્યાત્મિક અભિલાષા તૃપ્ત કરવા આજીવન ત્યાગમાર્ગે વળે છે. જેથી બાબત તે કાળના સંસ્કાર જીવન અને રાજકીય જીવનને લગતી છે. તે કાળે માળવાની ઉજજથિની અને મંદસેર એ જૈન પરંપરાનાં અને સામાન્ય રીતે વિદ્યામાત્રનાં કેન્દ્રો હતાં. ઉજયિની સાથે તે પાટલિપુત્રને સજકીય સંબંધ અશોકના સમયથી જ બહુ વધી ગયેલો. તે ઉત્તરોત્તર વધે. જ જતો હતો, અને વિક્રમ સંવતના પ્રારંભ સુધીમાં તે પાટલિપુત્રની મહત્તાનું સ્થાન ઉજજયિનીએ લીધું હતું. અશેકને પૌત્ર સંપ્રતિ ઉજજયિનીને સૂબે હતા ત્યારથી જૈન ધર્મને સંબંધ વધારે ને વધારે ઉજજયિનીની આસપાસ વિકસ્યું હતું. મા બ્રાહ્મણ કુટુંબની હતી અને છતાં તેનામાં જૈન પરંપરા પ્રત્યે ઉડી મમતા હતી. એ સૂચવે છે કે તે કાળે માળવામાં જેન પરંપરા વધારે પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. પતિ વૈદિક પરંપરાના સંસ્કાર ધરાવે અને પત્ની જૈન પરંપરાના, છતાં દાંપત્યજીવનમાં કોઈ અથડામણ ન આવે એ પણ તે કાળના સંસ્કારી જીવનનું એક સૂચક લક્ષણ ગણાય.
આ બધી ધ્યાન ખેંચે એવી બાબતે માની સ્વલલી વીરવૃત્તિની આસપાસ ગૂંથાયેલી છે. લેખકે સમાની એ વીરવૃત્તિના ચિત્રને એ ઉઠાવી આપે છે કે તે વાંચતાં જ ઉપરની બધી બાબતો એક પછી એક મન ઉપર તરવરવા લાગે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૫૨ ].
દર્શન અને ચિંતન ચથી દશમી અને અગિયારમી—એ ત્રણ વાર્તાઓ રાજ્યભક્ત મંત્રીની ક્ષાત્રવટવાળી વીરવૃત્તિને દાખવે છે. ત્રીજીનું મુખ્ય પાત્ર શકટાળે છે. તે છેલ્લા ધનનંદને બ્રાહ્મણ મંત્રી છે. રાજ્યલક્ષ્મીને વેડફાતી અટકાવવા અને પ્રજાહિતનાં કાર્યો સુયોગ્ય રીતે ચાલુ રાખવા ખાતર જ રાજકારણું દાવપેચ રમવા જતાં છેવટે તે પિતાને હાથે પોતાનું બલિદાન આપે છે, અને રાજ્યતંત્રને નબળું પડતું બચાવી લે છે.
ઉદયન મંત્રી એ ગુજરાતના ચૌલુકયરાજ જયસિંહ સિદ્ધરાજને સુવિખ્યાત ઉદ મંત્રી છે. તે પણ ગુર્જરરાષ્ટ્રની તેજેરક્ષા કરવા અને તેના વિરોધીઓને નાથવા ધરડેધડપણુ પણ રણાંગણમાં શૌર્ય દાખવી વીરમૃત્યુને વરે છે અને પિતાનું ધારેલ લક્ષ્ય સિદ્ધ કરે છે. પ્રજાજીવનને શ્રેમમાં પિષે એવા ગુર્જર રાજ્યને ટકાવવા ને તેને પાકે પાયે મૂકવા એ મંત્રીએ પ્રાણની પણ પરવા ન કરી, એ જ તેની ક્ષાત્રવટ છે.
અગિયારમી વાર્તાને નાયક છે રાજપિતામહ આમ્રભટ. તે ચૌલુક્યરાજ કુમારપાળને એક મુખ્ય મંત્રી અને આચાર્ય હેમચંદ્રને અનન્ય ગુણજ્ઞ હતા.
જ્યારે એણે જોયું કે કુમારપાળના ઉત્તરાધિકારી અજયપાળે ગુર્જરરાજ્યલક્ષ્મીને હીણપત લાગે એવી પ્રવૃત્તિ માંડી છે, ને પાટણના અભ્યદયને વણસાડવા માંડયો છે, ત્યારે તેણે પ્રાણની પણ પરવા કર્યા સિવાય સામી છાતીએ જઈ તુમાખી અજયપાળને લલકાર્યો અને એની સાન ઠેકાણે લાવવા પ્રાણાર્પણનું જોખમ પણ ખેડવું. એ એક અસાધારણ બહાદુરી અને ક્ષાત્રવટની ઐતિહાસિક વાર્તા છે.
ઉપરની ત્રણે વાર્તાઓને લેખકે અત્યારની ઢબે એવી રીતે વિકસાવી છે કે વાંચનારની સુષુપ્ત વીરવૃત્તિ જાગે અને સાથે સાથે પ્રાચીન કાળનું તાદશ ચિત્ર તેની સમક્ષ રજૂ થાય. આ વાર્તાઓ આપણને કહી જાય છે કે ક્ષાત્રવટ એ કઈ એક જાતિને જ વારસો નથી; તે વિદ્યાછવી લેખાતા બ્રાહ્મણમાં પણ પ્રગટે અને ગણતરીબાજ લેખાતા વૈશ્યમાં પણ પ્રગટે.
પાંચમી ભિક્ષા નામની વાર્તાનું મુખ્ય પાત્ર શાલિભદ્ર છે. જેને કથાઓમાં શાલિભદ્ર સાથે ધન્નાનું નામ સંકળાયેલું હેઈ ધન્ના-શાલિભદ્ર એમ જોડકું સાથે જ તવાય–ગવાય છે. ધન્નો એ શાલિભદ્રનો બનેવી થાય છે, અને શ્રેષ્ઠીપત્રો છે ને સાથે જ ત્યાગી બને છે. ધર્માચાર કે કર્માચારને નિરૂપતી કોઈ પણ ભારતીય કથા એવી ભાગ્યે જ હશે, જેમાં પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાયો
Page #16
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષે--
[ ૫૬૩ સિવાય કથની થતી હોય. ખરી રીતે ભારતીય બધી જીવિત પરંપરાઓને આચાર-વિચાર પુનર્જનમની ભૂમિકા ઉપર ઘડાય છે. જયાં બીજી કઈ રીતે ધટનાને ખુલાસે ન થાય ત્યાં પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતથી ખુલાસાઓ મેળવાય છે. પ્રસ્તુત વાર્તામાં એ ભાવનું પ્રતિપાદન છે. ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિને કહે છે કે આજે તું માતાને હાથે ભિક્ષા પામીશ. શાલિભદ્ર વર્તમાન જન્મની માતા સમીપ જાય છે, તે ખાલી હાથે પાછા ફરે છે. અચાનક વનમાં એક મહિયારી મળે છે. તે મુનિને જોઈ કોઈ અંદરની અકળ
સ્નેહલાગણીથી પુલકિત બને છે તે પિતાની પાસેનું દહીં એ મુનિને ભિક્ષામાં આપે છે. મુન ગુરુ મહાવીરના વચન વિશે સંદેહશીલ બને છે, પણ જ્યારે તે ખુલાસો મેળવે છે કે મહિયારણ એના પૂર્વજન્મની માતા છે ત્યારે તેનું સમાધાન થાય છે. આ વાર્તામાં જન્માંતરની નેહશંખલા કેવી અકળ રીતે કામ કરે છે તે દર્શાવાયું છે. અને લેખકે વાર્તા દ્વારા ભાવ કવિની રીત થાપિત પ્રકૃત્તિઃ સુનિશા ગુનામતિ માત્તરવર' એ ઉક્તિમાંની કર્મપ્રકૃતિને જન્માન્તરમાં પણ કામ કરતી દર્શાવી છે.
સાતમી વાર્તા શાલ-મહાશાલની છે. મહાવીર અને બુદ્ધના સમયમાં અંગ, વિદેહ અને મગધમાં ત્યાગવૃત્તિનું મોજું કેટલું જોરથી આવ્યું હતું તેનું પ્રતિબિંબ આ વાર્તામાં પડે છે. ભાઈભાઈ વચ્ચે અને બાપ-દીકરા જેવા નિકટના સંબંધીઓ વચ્ચે રાજ્ય માટે લડાઈ લડવાની અને એકબીજાનાં માથાં કાપવાની કથા દેશના કથાસાહિત્યમાં અને ઈતિહાસમાં સુવિદિત છે, છતાં એવા પણ અનેક દાખલાઓ છે કે જેમાં રાજ્યભ ભાઈભાઈ વચ્ચે અંતર ઊભું કરી શકતો નથી. શાલ રાજ્ય ત્યજી મહાશાલને ગાદી લેવા કહે છે, તે મહાશાલ એથી ન લલચાતાં મેટા ભાઈને પગલે જ જાય છે. જેમ લક્ષ્મણ અને ભરત રામને પગલે ગયા તેમ મહાશાલ શાલને પગલે ગયે, અને જન્મગત સહેદરપણું ધર્મગત સિદ્ધ કર્યું. પણ શાલ-મહાશાલને એટલા માત્રથી સંતોષ ન થયો. તેમને થયું કે ભાણેજને ગાદી સોંપી છે, તો તે રાજ્યપ્રપંચના કીચડમાં ખેંચી જન્મારે ન બગાડે એ પણ જોવું જોઈએ. છેવટે શાલ-મહાશાલના અંતત્યાગે ભાણેજ ગાંગીલને આકર્થો અને આખું કુટુંબ ત્યાગને માર્ગે ગયું.
જે ઘટના આજે જરા નવાઈ ઉપજાવે તે જ ઘટના બીજે કાળે ન બને એમ તે ન કહી શકાય. તે કાળમાં ત્યાગનાં એવાં મોજાં આવેલાં કે જેને લીધે અનેક તરુણ-તરુણીઓ, કુટુંબીજનો ત્યાગ લેવા લલચાતા. બૌદ્ધ, જૈન અને વૈદિક ત્રણે પરંપરાના સંન્યાસ કે પરિવ્રાજક જીવનનાં જે પ્રાચીન
Page #17
--------------------------------------------------------------------------
________________
૫૬૪ 1
દર્શન અને ચિંતનવર્ણને છે તે અત્યારે કલ્પિત જેવાં લાગે, પણ તેમાં ઘણું સત્ય સમાયેલું છે. એ વસ્તુની પ્રતીતિ આવી પ્રાચીન કથાઓ કરાવે છે. વળી, મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય ઉદ્ધારની અહિંસક કાર્ય પદ્ધતિ લેક સમક્ષ રજૂ કરી, ને પિતે એના પથિક બન્યા ત્યારે શરૂઆતમાં જે ત્યાગ અને અર્પણનું ચિત્ર અસંભવિત જેવું દેખાતું તે જ ૧૯૨૧, ૧૯૩૦ અને ૧૯૪૨ માં વાસ્તવિક બનેલું આપણે સહુએ જોયું છે. સૌને તે કાળે એક જ લગની હતી કે અમે. કુટુંબસહ પણ ગાંધીજીની હાકલને ઝીલીએ.
પચીસ વર્ષ પહેલાં સ્વલક્ષી વીરવૃત્તિ જુદા રૂપમાં આવિર્ભાવ પામેલી. આ ભાવ લેખકે શાલ-મહાશાલની વાર્તા દ્વારા સૂચવ્યું છે ને વાચકને પ્રાચીન કાળના વાતાવરણને સુરેખ પરિચય કરાવ્યું છે.
આઠમી રાજમાતા” નામની વાર્તામાં મુખ્ય પાત્ર છે મૃગાવતી. એ સાહિત્યમાં પ્રસિદ્ધ ઉદયન-વત્સરાજની માતા અને ભગવાન મહાવીરના મામા ચેટકરાજની પુત્રી થાય. જ્યારે એના રૂપથી લેભાઈ અને બનેવી ઉજ્જયિની. રાજ ચંડપ્રદ્યોત કૌશાંબી ઉપર ચડી આવે છે ત્યારે, એ લડાઈ દરમ્યાન જ પતિ સ્વર્ગવાસી થતાં, વિધવા મૃગાવતી ઉપર રાજ્યની અને પિતાનું પાવિત્ર્ય સાચવવાની એમ બેવડી જવાબદારી આવી પડે છે. મૃગાવની કુનેહથી બને જવાબદારીઓ સરસ રીતે પાર પાડે છે અને છેવટે તે પુત્ર ઉદયનને ગાદીએ બેસાડી અંતિમ જીવન ત્યાગમાર્ગે વીતાવે છે. આ વાર્તા દ્વારા લેખકને દર્શાવવું એ છે કે સ્ત્રી માત્ર ભીર, લાચાર કે પાંગળી નથી; એનામાં એવું ખમીર રહેલું છે કે તે ધારે તે ઐતિહાસિક વીરભૂતિ લક્ષ્મીબાઈ અને ધર્મમૂર્તિ અહલ્યાબાઈની પેઠે ભારેમાં ભારે સંકટ વચ્ચે પણ રસ્તો કાઢી શકે. આ તથ્ય તે મહાત્મા ગાંધીજી પછી આવેલી આપણા દેશની સ્ત્રી જાગૃતિમાં આપણે નજરે જ નિહાળ્યું છે. રાજમાતા મૃગાવતી એ જ સત્યની પ્રતીતિ કરાવે છે.
નવમી વાર્તા : “છત કે હાર' નામની આ વાર્તા શાલ-મહાશાલની કથા કરતાં સાવ નોખી પડે છે. એમાં કૌરવ–પાંડવની જાદવાસ્થળી જોવા મળે છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું તે ઐતિહાસિક છે કે નહિ એ એક પ્રશ્ન છે, પણ આ વાર્તાનાં બે મુખ્ય પાત્ર ચેટક અને કાણિક વચ્ચેનું યુદ્ધ તે નિર્વિવાદ રીતે ઐતિહાસિક છે. ચેટક એ માતામહ છે તે કેણિક–જે અજાતશત્રુ નામથી જાણીતા છે તે–તેને દોહિત્ર છે. આમ દાદા-ભાણેજ વચ્ચે મહાન યુદ્ધ જામે છે અને તે પણ માત્ર એક હાર અને હાથીને જ કારણે કણિકના બે સગા ભાઈઓ નામે હિલ, વહaહતા. તેમને ભાગમાં
Page #18
--------------------------------------------------------------------------
________________
પુનઃ પંચાવન વર્ષે--
ભળેલ હાર અને હાથી લઈ લેવાની કેણિકની જીદ હતી. પેલા બન્ને ભાઈઓ માતામહ ચેટકને શરણે ગયા. શરણાગતની રક્ષાને ક્ષત્રિયધર્મ માની ચેટકે કેણિકને નમતું ન આપ્યું, અને છેવટે યુદ્ધમાં તે મૃત્યુને પણ ભેટયો. આમ એક જ લેહીના સગાઓ વચ્ચેના યુદ્ધની આ કથામાં માત્ર એટલું જ નથી; તે ઉપરાંત પણ કાંઈક છે, અને તે એ કે કેણિક ઔરંગઝેબની પેઠે પિતાના પિતા બિંબિસારને કેદ કરે છે અને છેવટે તેને જ નિમિત્તે તેનું મૃત્યુ પણ થાય છે. જે કાળે ચોમેર ત્યાગ અને અર્પણનું દેવી મેજું આવેલું તે જ કાળે નજીવી ગણાતી ચીજ માટે ખૂનખાર લડાઈ લડાવાનું આસુરી મેજું પણ વિદ્યમાન હતું. મનુષ્યવભાવ ઘણાં પાસાંથી ઘડાયો છે. એમાંના આસુરી પાસાનું જે દર્શન વ્યાસે મહાભારતમાં કૌરવ-પાંડવના યુદ્ધ દ્વારા કરાયું છે તે જ પાસાનું દર્શન આ વાર્તામાં પણ થાય છે.
જેમ કલિંગના મહાહત્યાકારી વિજય બાદ અશોકને ભાન પ્રગટયું કે એ વિજય ખરે વિયે નથી, એ તે ઊલટો પરાજય છે, તેમ જે હાથી મેળવવા કેણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પિતાને જ તે હાથી મારવાનો અકલ્પિત પ્રસંગ આવ્યો ! જોકે કેણિક યુદ્ધ ખરે, પણ એને એ વસવસો જ રહ્યો કે તે પોતે આટલા સંહારને અંતે ખરી રીતે છો કે હાર્યો? વ્યાસે મહાભારતના યુદ્ધને વર્ણવી છેવટે તે એ જ દર્શાવ્યું છે કે જીતનાર પાંડે પણ અંતે હાર્યા જ છે; યુદ્ધના દેખીતા વિજયમાં પણ મોટી હાર જ સમાયેલી હોય છે. કોઈને એ હાર તત્કાળ સૂઝે તે કોઈને કાળ જતાં! અને આ વસ્તુ આપણે આજકાલ લડાયેલી છેલ્લી બે મહાન લડાઈ માં પણ જોઈ છે. અશક યુદ્ધવિજયને વિજય ન ગણું ધર્મવિજયને જ વિજય તરીકે પોતાના શાશ્વત શાસનમાં દર્શાવે છે, તે યુદ્ધની તૈકાલિક નિરર્થકતાને દર્શાવતું એક સત્ય છે. માનવજાત આ સમજણ નહિ પામે ત્યાં લગી સત્તા અને શક્તિ દ્વારા સંહાર થતો અટકવાનો નથી.
છેલ્લી વાર્તા ભૂયરાજની છે. તેમાં પણ લાગણીની ઉત્કટતા પૂરેપૂરી દેખાય છે. જ્યારે તે કામાંધ બને છે ત્યારે વિવેક સર્વથા છોડી દે છે, અને - જ્યારે તેને વેગ વિવેકભી વળે છે ત્યારે તે ક્ષણમાત્રમાં કામાંધતાથી મુક્ત -ચઈ કર્તવ્યમાં સ્થિર થાય છે; તામસિક વૃત્તિનું ઉગ્ર મેજું સાત્વિકવૃત્તિમાં બદલાઈ જાય છે. ભૂયરાજના હાથ કપાયા ને પાછા મહાકાળની ઉપાસના બાદ સાજા થયા એ વસ્તુ ચમત્કારી દેખાય છે, પણ એ ચમકારની પાછળ ખરી - હકીકત કંઈક એવી હેવી જોઈએ કે જ્યારે ભૂયરાજ કર્તવ્યભ્રષ્ટ થશે ત્યારે
Page #19
--------------------------------------------------------------------------
________________
પ૬]
દર્શન અને ચિંતન તેને રાજ્ય છોડવાની ફરજ પડી, એટલે કે એના હાથ હેઠા પડ્યા અગર તેણે આપમેળે રાજ્યને ત્યાગ કર્યો. પણ જ્યારે એણે ઈષ્ટદેવ મહાકાળની ઉપાસના દ્વારા સાચી ધાર્મિક વૃત્તિ અને ન્યાય વૃત્તિ કેળવી પિતાની સુવાસ ફેલાવી ત્યારે તેને પ્રજાએ પુનઃ ગાદી ઉપર સ્થાપવા ઈછયું. પણ ભૂયરાજ તે એકને બે ન થતાં તેણે પ્રાપ્ત રાજ્ય મહાકાળને જ અપ્યું. આ વાત એમ સૂચવે છે કે દુરાચારી રાજા પ્રજાના હૃદયમાં સ્થાન નથી પામત; અને જ્યારે દુરાચારી પણ સદાચારી બને છે ત્યારે એક વખત વીફરેલી પ્રજા ફરી તેને સત્કારતા ખમચાતી પણ નથી. સાથે સાથે એ પણ સૂચવાય છે કે ઉજ્જયિનીના પ્રખ્યાત મહાકાળનો મહિમા લેકના હૃદયમાં કેટલો હતે ! અને ગુજરાતમાં સ્ત્રમહાલયની આસપાસ કે સોમનાથની આસપાસ જેમ રાજભક્તિ ઊભરાતી તેમ માળવામના મહાકાળ પ્રત્યે પણ રાજભકિત ઊભરાતી. ગુણગ્રાહી દષ્ટિબિંદુની જરૂર
અહીં એક બાબત નેધવી યોગ્ય લેખાશે. તે એ કે પ્રાચીન કાળ અને મધ્યકાળના કથાલેખક માત્ર પિતપોતાની પરંપરા સાથે સંબંધ ધરાવતા હોય એવાં જ પાત્રોની કથા ને આલેખતા. ઘણીવાર તેઓ ગુણગ્રાહક દૃષ્ટિએ શીલ અને સદાચારનું મૂલ્ય આંકતા, અને તેવાં શીલ કે સદાચાર જ્યાં પણ તેમને દેખાય તે ભણું પૂર્ણ આદરથી અને ઉદાર વૃત્તિથી જેતા. મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં ભૂયરાજનો પ્રબંધ લખ્યું છે તે કોઈ એવા જ ઉદાર ગુણગ્રાહી દષ્ટિબિંદુથી. આ વસ્તુ સાંપ્રદાયિક દૃષ્ટિથી લખતા લેખકેએ અપનાવવા જેવી છે.
ઉપસંહાર તાકિ જયંત અને આચાર્ય હેમચંદ્ર કહે છે : તા પુત્ર વિશા નવનવીમતિ, અર્થાત પ્રથમની કેટલીક વિદ્યાઓ ફરી ફરી નવાં રૂ૫ અને નવા પિષક ધારણ કરે છે. નવીન અવતારને ઉદ્દેશ લેકરુચિને સંસ્કારવાને અને વધારે ને વધારે પિષવાને હોય છે. વળી એને એ પણ એક ઉદ્દેશ છે કે જે વસ્તુ પ્રથમ માત્ર સંપ્રદાયના વર્તુળમાં જ જાણીતી હોય તેને ચગ્ય રૂપમાં સર્વગમ્ય કરવી અને તેમાં સમાયેલાં માનવીય તને સર્વોપયોગી દૃષ્ટિથી રજૂ કરવાં. હું સમજો છું કે લેખકને પ્રાચીન વાર્તાઓને નવું રૂપ આપવાને પ્રસ્તુત પ્રયત્ન એ દૃષ્ટિથી સફળ થયો છે.
આમ તો લેખક મારા કેટલાંક વર્ષો થયાં પરિચિત છે, છતાં અત્યાર
Page #20
--------------------------------------------------------------------------
________________ પુનઃ પંચાવન વર્ષ [ 567 લગી હું એ ન જાણુતે કે તેમણે વાર્તાઓ પણ લખી છે. 1937 થી 1951 સુધીમાં લખાયેલી આ વાર્તાઓની જાણ મને થઈ અને તે સાંભળી ત્યારે હું મારા અજાણપણાથી અને લેખકની આત્મા પનવૃત્તિથી નવાઈ પામ્યો. જેમ જેમ એ વાર્તાઓ સાંભળો ગયો તેમ તેમ મને જણાતું ગયું કે લેખકની શક્તિ વ્યાપારી ક્ષેત્રના સંકુલ વર્તેલમાં કેદ થઈ ન હેત અથવા તેને સ્વસ્થ લેખન માટે જોઈતી સગવડ અને છૂટ મળે તે એ શક્તિ એના પૂર્ણ રૂપમાં જુદું જ દર્શન કરાવે. લેખકની ભાષા કેટલી પ્રવાહબદ્ધ છે, કેટલી સરલ અને રુચિકર છે, તેમ જ લખાણમાં કેટલું માનસિક, સામાજિક અને સાંપ્રદાયિક ભાવનું–કવચિત્ કવચિત્ કાવ્યમય અને છટાબંધ–વિશ્લેષણ છે તે તે પરીક્ષક વાચકોના ધ્યાનમાં આવ્યા સિવાય રહેવાનું નથી. ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી અને મારા ચિરપરિચિત શ્રીયુત જેઠાલાલ ગાંધીએ જ મને પ્રસ્તુત સંગ્રહથી પરિચિત કર્યો, ને તેથી જ હું એ સાંભળી જવા અને તે વિશે મારા છૂટાછવાયા વિચારે લખવા પ્રેરા છું. એ બધા મિત્રો એવા સુપરિચિત છે કે તેમને વિશે કાંઈ પણ કહું તે તે આત્મપ્રશંસા જ લેખાય. અહીં તે એટલું જ કહેવું બસ થશે કે આ વાર્તાસંગ્રહ સાંભળતાં જ પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિનાં સ્મરણોથી જેમ મારું મન ઊભરાઈ ગયું તેમ, એણે સીચેલા રસથી એ મન વધારે સરળ બન્યું. 1 1, શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રડ બિકીની પ્રસ્તાવના.