________________
પુનઃ પંચાવન વર્ષે--
[ ૫૬૩ સિવાય કથની થતી હોય. ખરી રીતે ભારતીય બધી જીવિત પરંપરાઓને આચાર-વિચાર પુનર્જનમની ભૂમિકા ઉપર ઘડાય છે. જયાં બીજી કઈ રીતે ધટનાને ખુલાસે ન થાય ત્યાં પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતથી ખુલાસાઓ મેળવાય છે. પ્રસ્તુત વાર્તામાં એ ભાવનું પ્રતિપાદન છે. ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિને કહે છે કે આજે તું માતાને હાથે ભિક્ષા પામીશ. શાલિભદ્ર વર્તમાન જન્મની માતા સમીપ જાય છે, તે ખાલી હાથે પાછા ફરે છે. અચાનક વનમાં એક મહિયારી મળે છે. તે મુનિને જોઈ કોઈ અંદરની અકળ
સ્નેહલાગણીથી પુલકિત બને છે તે પિતાની પાસેનું દહીં એ મુનિને ભિક્ષામાં આપે છે. મુન ગુરુ મહાવીરના વચન વિશે સંદેહશીલ બને છે, પણ જ્યારે તે ખુલાસો મેળવે છે કે મહિયારણ એના પૂર્વજન્મની માતા છે ત્યારે તેનું સમાધાન થાય છે. આ વાર્તામાં જન્માંતરની નેહશંખલા કેવી અકળ રીતે કામ કરે છે તે દર્શાવાયું છે. અને લેખકે વાર્તા દ્વારા ભાવ કવિની રીત થાપિત પ્રકૃત્તિઃ સુનિશા ગુનામતિ માત્તરવર' એ ઉક્તિમાંની કર્મપ્રકૃતિને જન્માન્તરમાં પણ કામ કરતી દર્શાવી છે.
સાતમી વાર્તા શાલ-મહાશાલની છે. મહાવીર અને બુદ્ધના સમયમાં અંગ, વિદેહ અને મગધમાં ત્યાગવૃત્તિનું મોજું કેટલું જોરથી આવ્યું હતું તેનું પ્રતિબિંબ આ વાર્તામાં પડે છે. ભાઈભાઈ વચ્ચે અને બાપ-દીકરા જેવા નિકટના સંબંધીઓ વચ્ચે રાજ્ય માટે લડાઈ લડવાની અને એકબીજાનાં માથાં કાપવાની કથા દેશના કથાસાહિત્યમાં અને ઈતિહાસમાં સુવિદિત છે, છતાં એવા પણ અનેક દાખલાઓ છે કે જેમાં રાજ્યભ ભાઈભાઈ વચ્ચે અંતર ઊભું કરી શકતો નથી. શાલ રાજ્ય ત્યજી મહાશાલને ગાદી લેવા કહે છે, તે મહાશાલ એથી ન લલચાતાં મેટા ભાઈને પગલે જ જાય છે. જેમ લક્ષ્મણ અને ભરત રામને પગલે ગયા તેમ મહાશાલ શાલને પગલે ગયે, અને જન્મગત સહેદરપણું ધર્મગત સિદ્ધ કર્યું. પણ શાલ-મહાશાલને એટલા માત્રથી સંતોષ ન થયો. તેમને થયું કે ભાણેજને ગાદી સોંપી છે, તો તે રાજ્યપ્રપંચના કીચડમાં ખેંચી જન્મારે ન બગાડે એ પણ જોવું જોઈએ. છેવટે શાલ-મહાશાલના અંતત્યાગે ભાણેજ ગાંગીલને આકર્થો અને આખું કુટુંબ ત્યાગને માર્ગે ગયું.
જે ઘટના આજે જરા નવાઈ ઉપજાવે તે જ ઘટના બીજે કાળે ન બને એમ તે ન કહી શકાય. તે કાળમાં ત્યાગનાં એવાં મોજાં આવેલાં કે જેને લીધે અનેક તરુણ-તરુણીઓ, કુટુંબીજનો ત્યાગ લેવા લલચાતા. બૌદ્ધ, જૈન અને વૈદિક ત્રણે પરંપરાના સંન્યાસ કે પરિવ્રાજક જીવનનાં જે પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org