Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પુનઃ પંચાવન વર્ષ [ ૫૫૩ પદબંધ પ્રાકૃત સજઝાયમાં મળી આવે છે. એ સક્ઝાયની સંસ્કૃત ટીકામાં ટીકાકારે તે તે સૂચિત પાત્રોની વિસ્તૃત જીવનરેખા આપેલી છે. પ્રસ્તુત વાર્તાના લેખકે એ ટકાગત જીવનરેખાઓને આધારે કેટલીક વાર્તાઓમાં લીધે છે, તે કેટલીક વાર્તાઓના આધાર તરીકે એમણે પ્રબંધચિંતામણિ જેવા મધ્યકાલીન પ્રબંધસાહિત્યને ઉપયોગ કર્યો છે. વાર્તાઓને સામાન્ય સૂર લેખકે પ્રત્યેક વાર્તા દ્વારા જે રહસ્ય સૂચિત કરવા ધાર્યું છે તેને સ્ફોટ કરતાં પહેલાં, સમગ્ર વાર્તાસંગ્રહને એકંદર અને સામાન્ય સૂર શો છે તે જાણવું એગ્ય લેખાશે. બધી વાર્તાઓને એકંદર અને સામાન્ય સૂર છે વીરવૃત્તિ દર્શાવવાનો. ભલે એ વૃત્તિ જુદી જુદી રીતે, અને જુદે જુદે માર્ગે તેમ જ જુદે જુદે પ્રસંગે તીવ્ર કે તીવ્રતમ રૂપે અવિર્ભાવ પામતી હોય, પણ સંગ્રહમાંની એવી એકે વાર્તા નથી કે જેમાં વીરવૃત્તિને ઉદ્દે ક સૂચવાત ન હોય. વીરતાનું મૂળ ઉત્સાહમાં છે. ઉત્સાહ એ એક ચાલુ જીવનક્રમના સામાન્ય વહેણમાંથી છલાંગ મારી છૂટવાને અને કેટલીક વાર તે આ છેડેથી તદ્દન સામે છેડે જઈ ઊભા રહેવાને વીર્યપ્રધાન ઉલ્લાસ છે. પક્ષી અને સ્વલક્ષી વીરવૃત્તિ આલે ઉલ્લાસ એ જ મનુષ્યને ઈતર પ્રાણુઓથી જુદા પાડે છે. વાઘ, સિંહ જેવાં ક્રર અને તેફાની પ્રાણીઓમાં શક્તિને ઊભરો દેખાય છે; કેટલીક વાર તે વીરવૃત્તિનું રૂપ પણ ધારણ કરે છે, પણ એ વૃત્તિ મનુષ્યની વીરવૃત્તિ કરતાં નાખી છે. પ્રચંડ બળશાળી અને આવેગી ઇતર પ્રાણીઓને જુસ્સો છેવટે પરલક્ષી હોય છે; એને કોઈ વિરોધી હોય તેની સામે જ તે લવાય છે. ઈતર પ્રાણીઓને જુસ્સો કદી સ્વલક્ષી બની જ નથી શકત; પિતાના વિરોધી કે દુશ્મનને મારી કે ફાડી ખાવામાં જ એ પરિણમે છે. જ્યારે મનુષ્યને વર્ષોલ્લાસ અગર જુસ્સે એ પરલક્ષી હોય છતાં તે સ્વલક્ષી પણ બને છે. મનુષ્ય વધારેમાં વધારે જ્યારે આગમાં તણાતે હોય અને પિતાના વિધીની સામે સમગ્ર શક્તિ અજમાવતા હોય ત્યારે પણ એનામાં એવી એક શકયતા રહેલી છે કે તેને એ પરલક્ષી જુસ્સા સાવ દિશા બદલી સ્વલક્ષી બની જાય છે અને તે જ વખતે તેને પિતાની જાત ઉપર પિતાને ગુસ્સે કે આવેગ ઠાલવવાને પ્રસંગ ઉભો થાય છે. એ જ સ્વલક્ષી વીરવૃત્તિ છે અને એ જ માનવતાની માંગલિક ભૂમિકા છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20