Book Title: Pun Panchavana Varshe Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૧૫૪ ] દર્શન અને ચિંતન મનોવૃત્તિના અભ્યાસ ઉપરથી એમ લાગે છે કે મનુષ્ય જાતિમાં શક્યતા ગમે તેટલી હોય છતાં, સામાન્ય ધોરણ તે એવું જ દેખાય છે કે, ભાણસ જે પ્રવાહમાં જનમે હોય કે જે વહેણમાં તણાતા હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે અને અનુકૂળ સંગેની વાત તો બાજુએ રહી, પણ પ્રતિકૂળ સંગ સુધ્ધાંમાં તે મોટી ફાળ ભરી શકતા નથી; છતાં એવા પણ અસંખ્ય દાખલાઓ દરેક દેશ અને દરેક કાળમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃતિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ બેસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તે માણસ પાછો પ્રથમ છેડે આવી ઊભો રહે છે. આવું સામસામેના છેડા ઉપર પહોંચી જવાનું લેલક જેવું મનોવૃત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લોલક જેવું યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહોંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાછું જ ફરે. જ્યાં લગી માણસને જુસ્સો, ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હોય ત્યાં લગી તે તે લેલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે, અને વિવેકપૂર્વક કેઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળસૂતિ સર્જે છે. તેમાંથી જ આત્મશોધનના અને તે દ્વારા સગુણોના સ્ત્રોતના ફુવારા ફૂટે છે. અસાધરણ વેગની જરૂરઃ વીરવૃત્તિનાં વિવિધ પાસાં જે વ્યક્તિમાં આ અસાધરણ વેગ નથી જનમતો તે કેઈ ક્ષેત્રમાં બહુ લીલું કે નવું નથી કરી શકતો. ઈતિહાસમાં જે જે પા અમર થયાં છે તે આવા કોઈ સ્વલલી જુસ્સાને લીધે જ. એને આપણે એક વીરવૃત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તે એ એગ્ય લેખાશે. વીરત્તિનાં પાસાં તે અનેક છે. ક્યારેક એ વૃત્તિ રણગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તે ક્યારેક દાન અને ત્યાગને માર્ગે; વળી ક્યારેક પ્રેમ અને પરીણને રસ્તે, તે ક્યારેક બીજા સ દ્વારા. આમ એને આવિર્ભાવ ભલે, ભિન્ન ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતો હોવાથી જુદા દેખાય, છતાં મૂળમાં તે એ આવિર્ભાવ સ્વલક્ષી જ બનેલે હાઈ એને સાત્વિક ઉત્સાહ કે સાત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંની દરેક વાતનું મુખ્ય પાત્ર એ આવા કોઈને કોઈ પ્રકારના સાત્વિક વીરરસનું જ પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તે સમજી શકાશે. આ છે આ વાર્તાઓનો સામાન્ય સૂર. હવે આપણે એક એક વાર્તા લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20