Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પેપર 3 દર્શન અને ચિંતન મૂળ નિર્યુક્તિ અને શૂર્ણિ આદિમાં છે, તે બીજી કેટલીકનાં મૂળ ગૂજરાતમાં લખાયેલ પ્રબન્ધસાહિત્યમાં છે; જેમ કે, ઉદયન મંત્રી, આમ્રભટ અને ભૂયરાજ.* જૈન પરંપરા બૌદ્ધ જેવી અન્ય શ્રમણ પરંપરાઓની પેઠે જ, બ્રાહ્મણવર્ગ પ્રધાન નથી. એમાં ક્ષત્રિય અને ગૃહપતિ વૈશ્યનું પ્રાધાન્ય રહેતું આવ્યું છે. તેથી જ આપણે પ્રસ્તુત વાર્તાઓનાં મુખ્ય પાત્રોમાં મોટે ભાગે ક્ષત્રિય અને વૈશ્ય વર્ણ નિહાળીએ છીએ. બ્રાહ્મણોએ જૈન પરંપરા સ્વીકાર્યાના દાખલા વિરલ છે, એ હકીકત જૈન ઇતિહાસમાં જાણીતી છે. આર્ય રક્ષિત બ્રાહ્મણ હતા અને જૈન ભિક્ષુ બન્યા તે એ વિરલતા જ સૂચવે છે. પ્રાચીન આગમમાં કે તે ઉપરના ભાષ્ય, નિર્યુકિત કે ચૂણિ જેવા ટીકાગ્રંથમાં જે નાનીમોટી કથાઓ આવે છે તેમાંથી કેટલાંક પાત્રોનાં નામ, પ્રાતઃસ્મરણીય સ્મૃતિસંગ્રહરૂપે રચાયેલ “ભરફેસરબાહુબલિનામની એક * આ સંગ્રતુમાંની વાર્તાઓનાં પ્રાચીન મૂળ નીચે મુજબ મળે છે? પહેલી વાર્તાના મુખ્ય પાત્ર નંદિણનો ઉલ્લેખ આવશ્યકર્ણિના ચોથા અધ્યચનમાં તથા નંદીસૂત્રમાં ઔત્પત્તિકી બુદ્ધિના વર્ણન પ્રસંગે મળે છે. બીજી વાર્તાના નાયક સંયતિરાજ અને છઠ્ઠી વાર્તાના કપિલકુમાર ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. ત્રીજી વાર્તામાંનાં દ્રોમાં અને આર્ય રક્ષિતને ઉલેખ આવશ્યક નિર્યુકિત, ચર્ણિ અને દશવૈશાલિકની અગત્યસિંહની ચૂર્ણિમાં છે. આ સર્ણિ મુ. શ્રી. પુણ્યવિજયજીને સર્વથા નવી જ મળી છે, ને તે બીજી બધી ચણિઓ કરતાં ઘણી જૂની છે. ચોથી વાર્તામાંના શકરાળ મંત્રીનો ઉલ્લેખ આવશ્યકનિકુંતિમાં તેમ જ બહ૫માં છે. પાંચમી વાર્તામાંના ધના-શાલિભદ્રને ઉલ્લેખ ઠાણાંગસૂત્રના દશમા સ્થાનકની ટીકામાં છે. સાતમી શાલ-મહાશાલની વાર્તાનું મૂળ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની ટીકામાં છે. આઠમી મૃગાવતીની તથા નવમી કણિકટિકની વાર્તાનું મૂળ મહાવીરચરિત્રમાં છે. એમાંના હુલ-વિહુદ્ધનો ઉલ્લેખ ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશમાં છે. દસમી ઉદયન મંત્રી, અગિયારમી આમ્રભટ અને બારમી ભૂયાજની વાર્તાને આધાર “પ્રબંધચિંતામણિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20