Book Title: Pun Panchavana Varshe Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૫૫૦ ] દર્શન અને ચિંતન રાસાઓની પ્રાચીનતા ઉપર જે રાસને નિર્દેશ કર્યો છે તેનો થોડે ખુલાસો અત્રે આવશ્યક છે. આચાર્ય હેમચંદ્ર સાહિત્યના વિવિધ પ્રકારોમાં “રાસક” પણ એક પ્રકાર ગણાવ્યો છે. ભાગવતમાં રાસપંચાધ્યાયી જાણીતી છે. એ જ રાસકપ્રકાર મધ્ય કાળથી અપભ્રંશ, જૂની ગુજરાતી અને છેક નવા યુગની ગુજરાતીમાં ખેડા આવ્યો છે, અને તે “રાસુ”, “રામ” કે “રાસ' તરીકે જાણીતો છે. કથાપ્રધાન સજઝાય એ આ યુગની વાર્તા કે નવલિકાનું સ્થાન લેતે એક ગેયપ્રકાર છે, જ્યારે રાસ એ આ યુગના નવલસાહિત્યનું સ્થાન લેતો તત્કાલીન કાવ્યું કે મહાકાવ્ય પ્રકાર છે. રાસમાં મુખ્ય પાત્રની સળંગસૂત્ર જીવનકથા ગ્રથિત હેઈને તેની આસપાસ અનેક નાનીમોટી ઉપકથાઓ વર્ણવવામાં આવે છે, જેને લીધે તે એક સુવ ગેયકાવ્ય બની રહે છે. મેં જે સજઝાયોને એક સાથે સરખે સંગ્રહ યાદ કરેલે તેમાં કેટલી સજઝા એવી હતી, જેમાં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ વણાયેલી છે. દા. ત. નંદિણ, સંયતિરાજ, ધજાશાલિભદ્ર, મૃગાવતી, કપિલકુમાર, કણિક -ચેટક આદિ. તેથી જ્યારે પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળવા લાગે ત્યારે એ લગભગ પંચાવન વર્ષ પહેલાંની માનસિક ભૂતાવળના સંસ્કારે જાગ્રત થયા, અને જાણે એ પંચાવન વર્ષના પડદાને સાવ સેરવી તેણે મને એ ભૂતકાળમાં બેસાડી દીધે ! એ જ ભૂતકાળના સંસ્કારવશ હું આજે કાંઈક લખવા પ્રેરા છું અને તેથી જ મેં પુનઃ પંચાવન વર્ષે—-' એવું મથાળું પસંદ કર્યું છે. સઝાયસાહિત્યની વ્યાપકતા ભરદરિયે વહાણુ ભાંગે અને ડૂબતે મુસાફર કઈ નાનકડાશા ખોખરા પાટિયાને મેળવી તેને ટેકે ટેકે કિનારા સુધી પહોંચે અગર તેને આધારે દરિયા વચ્ચે જ બીજા કોઈ સાબૂત વહાણને મેળવી લે તેના જેવી જ, “સંજઝાય” નામના સાહિત્યપ્રકારથી મળેલ ટેકાને લીધે મારી સ્થિતિ થઈ છે, એમ કહી શકાય. તે કાળે એ “સજઝાય” સાહિત્યનું ગૌરવ મારે માટે નિરાશામાં એકમાત્ર ટકા પૂરતું અને બહુ તે વખત વિતાડવા પૂરતું હતું, પણ એ ટેકાએ ત્યારબાદનાં પંચાવન વર્ષોમાં જે જે વિદ્યાનાં ક્ષેત્રે ખેડવાની વૃત્તિ જગવી અને જે જે અનેકવિધ સંસ્કાર મેળવવાની તક પૂરી પાડી તે બધાને સળંગ વિચાર કરતાં એમ લાગે છે કે તે વખતે જે સજઝાય” સાહિત્યને હું સામાન્ય લેખતે તેવું એ સામાન્ય નથી. જેમ એને ભૂતકાળ ઘણે છે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20