Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પુનઃ પંચાવન વર્ષે – [ પર સઝાય કે રાસાએનું પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય સઝા વિવિધ ઢાળોમાં હોય છે અને એ ઢાળે પણ સુગેય હોઈ ગમે તેને ગાવામાં રસ પડે છે. જેઓ સામાન્ય રીતે પણ ગાઈ ન શકતા હોય તેઓ બીજાઓનું સઝાયગાન સાંભળી તલ્લીન થતા હોય છે. ચોરે અને ઠાકુરદ્વારે શ્રાવણ-ભાદરવામાં રામાયણ કે મહાભારતની કથાઓ વંચાતી. ગામના લોકે બપોરે કથા સાંભળવા મળે. કથાકાર મહારાજ કઈ અનેરી છટાથી કથા કરે અને અર્થ સમજાવે. રસ એટલે બધે જામે તેને સાંભળવા જનાર પંથભેદ ભૂલી જાય. જેમ રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય અનુભવ્યું છે, તેમ જ સજઝાય કે રાસ નામના જૈન ગેય સાહિત્યના લલકાર અને સમજાવટ વખતે પણ પંથભેદ ભૂલી શ્રેતાઓ એકત્ર થયાનું ચિત્ર આજે પણ મન સામે ઉપસ્થિત થાય છે. કેઈ સુકંઠ સાધુ કે સાધ્વી અગર ગૃહસ્થ-શ્રાવક જુદી જુદી સઝા ગાય, રાસની ઢાળે ગાય ત્યારે મોટી મેદની જામતી, અને આ જ ધાર્મિક કે સાંસ્કૃતિક જીવનનું તે વખતે ગામડાંઓમાં અને શહેરમાં પણ એક મહાન પર્વ બની રહેતું. આ પર્વરસે મને અલંબન પૂરું પાડયું ત્યારે કેટલાંક સુપાત્ર સાધ્વીઓની દ્વારા મોઢેથી અને લખેલ તેમ જ છાપેલ પુસ્તક ઉપરથી પણ મેં કેટલીક સજા કંઠસ્થ કરી. છંદ, સ્તવન આદિ અન્ય ગેય પ્રકારની સાથે સાથે સઝાની ઢાળે યાદ કરવાને, એને ભડાળ વધારવાને અને એને ગાઈ પુનરાવૃતિ કરવાને એક નિત્યક્રમ બની ગયે, જેને હું મારા વિદ્યાવ્યવસાયનું પ્રથમ પગથિયું અને નવી દિશા ઉઘાડવાનું એક કાર કહું છું. સજઝાયોના બે પ્રકાર તે વખતે મેં જે સઝા કંઠસ્થ કરેલી તેને મોટે ભાગે તે વખતે મુદ્રિત અને ઉપલબ્ધ સઝાયમાળા ” ભાગ પહેલા-બીજામાં હતા. સઝાયે બે પ્રકારની હોય છે. એક અસવૃત્તિઓના દે વર્ણવી સવૃત્તિઓના ગુણ ગાનારી અને બીજી કોઈ જાણતી સુચરિત વ્યક્તિને ટૂંકમાં જીવનપ્રસંગ પૂરે. પાડી તે દ્વારા ત્યાગ કે સંયમનું વાતાવરણ સર્જનારી. જેમાં ક્રોધ અને લેભ જેવી વૃત્તિઓના અવગુણ દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવ્યા હોય ને ક્ષમા તેમ જ સતિષના લાભ વર્ણવવામાં આવ્યા હોય તે પહેલે પ્રકાર. જેમાં ભગવાન મહાવીર કે ગૌતમ જેવા માન્ય પુરુષોના જીવનને કોઈને કોઈ પ્રસંગ ગવાય હોય તે બીજો પ્રકાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20