Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ પુનઃ પંચાવન વર્ષે – [ પપપ. પ્રત્યેક વાર્તાને સૂરી પ્રથમ વાર્તા ઉપર જે વીરવૃત્તિને નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિયપ્રકૃતિના પાત્રમાં જે રીતે આવિર્ભાવ પામતી દેખાય છે તે કરતાં બ્રાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે આવિર્ભાવ પામતી દેખાય છે. ક્ષત્રિયપ્રકૃતિ એટલે પરંપરાગત રજોગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ વાર્તાના મુખ્ય પાત્ર નંદિષેણમાં લેખકે વ્યક્ત કરી છે. નંદિણ એ રાજગૃહીના ક્ષત્રિય નરેશ બિંબિસાર અપર નામ શ્રેણિકને પુત્ર છે. લધુ વયે ભગવાન મહાવીરના ત્યાગ–તપસ્યામય સાત્વિક વાતાવરણથી આકર્ષાઈ ત્યાગીજીવન સ્વીકારવા તે તૈયાર થાય છે. ભગવાન એની ક્ષત્રિય પ્રકૃતિ અને કુમારવૃત્તિનો દીર્ધદષ્ટિથી વિચાર કરી તેને સંપૂર્ણ ત્યાગનું સાહસ ખેડતાં રોકે છે, પણ નંદિણ છેવટ તે રો રાજપુત્ર અને ક્ષત્રિય પ્રકૃતિને, એટલે એ પિતાના ત્યાગલક્ષી આવેગને રોકી શકતો નથી. તે ત્યાગી તે બને છે, પણ તેનું મન જેમ જેમ વધારે ને વધારે તારુણ્યમાં પ્રવેશ કરે છે તેમ તેમ તેની ભેગવાસનાઓ વધારે અને વધારે ઉત્પાદક બનતી જાય છે. નંદિ એને શમાવવા અને કાબૂમાં લેવા અનેકવિધ દેહદમન કરે છે, પણ એ દમન છેવટે તે દેહશેષણમાં જ પરિણમે છે. નંદિષેણ રહ્યો સ્વમાની, એટલે તેને પિતાની સાધના ભેગત્તિનું ઉપશમન કરતી ન જણાઈ કે તરત જ તે આવેગને સામે છેડે જઈ નિર્ણય કરે છે કે જે દેહદમન ભગવાસનાનું શમન નથી કરતું તે એવા દેહદમનથી શો લાભ? અને ભોગમાં પડી અપજશ મેળવવાથી, પણ શું લાભ?——આ વિચાર તેને આત્મઘાત કરવા પ્રેરે છે, પણ આમવાતની છેલ્લી ક્ષણે વળી તેનું મનલેલક સામે છેડે જઈ થોભે છે અને વિચાર કરે છે કે દેહપાત એ કોઈ કાયમી ઉકેલ નથી. જાણે કે તેના મનમાં ભગવાન મહાવીરે ભાખેલ ભાવીને પડો ન પડી રહ્યો હોય તેમ એ પાછો ઉત્કટ તપ અને ધ્યાનમાં જ લીન થે. એને તપયોગથી લબ્ધિ કે વિભૂતિ સાધી. તે ભિક્ષાપર્યટનમાં અચાનક એક ગણિકાને ત્યાં પહોંચે છે; ધર્મલાભ આપી ઊભો રહે ત્યાં તો ગણિકા એને એમ કહીને મેહપાશમાં પાડે છે કે અહીં તે ધર્મલાભ નહિ પણ અર્થલાભ જોઈએ! નંદિષેણ રોગપ્રાપ્ત વિભૂતિબળથી ધનવર્ષ કરાવે છે ને છેવટે એ જ ધન ને એ જ વેશ્યાના ભેગપભોગમાં પડી આવેગની બીજી જ દિશામાં તણાય છે.. આમ ભગવાનની આગાહી સાચી પડે છે, પણ નદિષણ એ કાંઈ માત્ર ચંચળતાની જ મૂર્તિ નથી. કાંચન અને કામિનીના વશીકરણમાં પડ્યા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20