________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ]
સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છે ':
બંધનો નાશ કરવા માટે માંગળિક કહે છેઃ
* કળશ ૧૬૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
રાગ-3|ાર-મહારસેન સાં ખાત પ્રમતં હ્રા' –જે (બંધ ) રાગના ઉદયરૂપી મહારસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત (−મતવાલું, ગાફેલ ) કરીને. ‘રસ– ભાવ-નિર્ભર-મહા-નાવ્યેન—ઝીહાં વહ્યં' રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી ) રહ્યો છે એવા બંધને...
F
[ ૭
શું કહ્યું? કે બંધ-રાગની એકતાબુદ્ધિરૂપ દારૂએ જગતના જીવોને પ્રમત્ત નામ ગાંડા-પાગલ કરી દીધા છે. ભાઈ! ચાહે અશુભરાગ હો કે શુભાગ હો, –એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. જુઓ, આ જે ભગવાન ( અ૨હંતાદિ) રાગરહિત વીતરાગ થઈ ગયા છે એમની વાત નથી; આ તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય સદા વીતરાગસ્વભાવી પોતે અંદર આત્મા ભગવાનસ્વરૂપે છે તેના સ્વરૂપમાં શુભાશુભ રાગ નથી એમ વાત છે. બહુ ઝીણી વાત ભાઈ ! આવું સ્વ સ્વરૂપ છે તોપણ, કહે છે, રાગના એકત્વરૂપ મહારસ નામ દારૂ વડે જગત આખું ગાફેલ-મતવાલું થઈ રહ્યું છે. સમજાણું કાંઈ...?
અહા ! અંદર પોતે ત્રણલોકનો નાથ સદા ભગવાનસ્વરૂપે-૫૨માત્મસ્વરૂપે વિરાજી રહ્યો છે પણ એની એને ખબર નથી. રાગનો ભાવ મારો છે, શુભાગ ભલો છે એમ રાગ સાથે એકપણાના મોહનો મહા૨સ એણે પીધેલો છે ને! (તેથી કાંઈ સુધબુધ નથી ). આગળ કહેશે કે મોટા માંધાતા પંચમહાવ્રતધારીઓ (દ્રવ્યલિંગીઓ ) હજારો રાણીઓ છોડીને જંગલમાં વસનારાઓ પણ, આ પંચમહાવ્રતાદિનો રાગ મારો છે એમ રાગ સાથે એકત્વ કરીને બધા ઉન્મત્ત-પાગલ થઈ ગયા છે. અહા ! આવી (ગજબ ) વાતુ!! દુનિયા આખીથી વીતરાગનો મારગ સાવ જુદો છે બાપા! આમાં કાંઈ વાદવિવાદે સમજાય એવું નથી.
ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપ પ્રભુ એક જ્ઞાયકભાવપણે સદા અંદર વિરાજમાન છે. અહા! તેને ભૂલીને સંસારી જીવોને જે રાગની રુચિ-પ્રેમ છે તે મિથ્યાત્વભાવ છે, બંધભાવ છે. અહા ! તે મિથ્યાત્વનો-બંધનો રસ જગત આખાને ઉન્મત્ત કરીને રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે નાચી રહ્યો છે, શું કહ્યું? કે અબંધસ્વરૂપી ભગવાન આત્મામાં જેની નજરું નથી અને જેની નજરું રાગરૂપ બંધ પર છે (રાગએ ભાવબંધ છે) એવા જગતને મિથ્યાત્વરૂપી બંધનો ૨સ વિકા૨થી ભરેલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com